બદલાઈ ગઈ છે તમારી પણ કોલિંગ સ્ક્રીન? આ રીતે કરો ઠીક… | મુંબઈ સમાચાર
સ્પેશિયલ ફિચર્સ

બદલાઈ ગઈ છે તમારી પણ કોલિંગ સ્ક્રીન? આ રીતે કરો ઠીક…

છેલ્લાં કેટલાક સમયથી સ્માર્ટ ફોન યુઝર્સને એક સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે અને એ એટલે ગૂગલના એક અપડેટને કારણે બદલાઈ ગયેલી તેમની કોલિંગ સ્ક્રીન. ગૂગલ ફોન એપ માટે આ અપડેટ જારી કરવામાં આવ્યું હતું અને લોકોને આ નવો ફેરફાર ખાસ કંઈ પસંદ નથી આવી રહ્યો. જો તમે પણ આ સમસ્યાનો સામનો કરી રહ્યો છો તો આજે અમે અહીં કેટલીક એવી ટિપ્સ લઈને આવ્યા છીએ કે જેની મદદથી તમે આ સમસ્યામાંથી બહાર આવી જશો-

ગયા અઠવાડિયે જ ગૂગલ દ્વારા આ અપડેટ જારી કરવામાં આવ્યું હતું અને આ ફેરફાર બાદથી જ સોશિયલ મીડિયા પર લોકોએ ફરિયાદ કરતી પોસ્ટ તેમ જ મીમ્સ શેર કરવાનું શરૂ કરી દીધું હતું. લોકોએ એવી ફરિયાદ કરવાનું શરૂ કરી દીધું હતું કે કંપનીએ તેમની જાણકારી વિના આ એપ અપડેટ કરી છે.

સામાન્યપણે કંપની દ્વારા પહેલાં યુઝર્સને કોઈ પણ અપટેડની જાણકારી આપવામાં આવે છે, પરંતુ ઘણી વખત બેકગ્રાઉન્ડ અપડેટ જારી કરવામાં આવે છે. ગૂગલ ફોન એપનું લેટેસ્ટ અપડેટ આવું જ હતું. લોકોને આ અપડેટને કારણે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અને એમાં પણ ખાસ કરીને વડીલોને આ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. પરંતુ અહીં અમે કેટલીક એવી સિમ્પલ ટિપ્સ લઈને આવ્યા છીએ કે જેની મદદથી તમે સરળતાથી તમારી જૂની કોલિંગ સીનને પાછી લાવી શકો છો.

ચાલો જોઈએ શું છે આ સિમ્પલ ટિપ્સ-
⦁ સૌથી પહેલાં તો તમારે તમારી ફોન એપ પર લોન્ગ પ્રેસ કરો
⦁ હવે તમે તમારી સ્ક્રીન પર દેખાઈ રહેલાં ફોર્સ સ્ટોપના ઓપ્શન પર ક્લિક કરવું પડશે
⦁ જો તમે ઈચ્છો તો સેટિંગમાં એપ ફોન પર જઈને પણ આ ઓપ્શન એક્સેસ કરી શકો છો
⦁ અહીં રાઈટ સાઈડમાં ટોપ પર દેખાઈ રહેલાં ત્રણ ડોટ્સ પર ક્લિક કરો
⦁ અહીં તમને અનઈન્સ્ટોલ અપડેટ્સનું ઓપ્શન જોવા મળશે
⦁ આ ઓપ્શન પર ક્લિક કરતાં જ તમને એક મેસેજ દેખાશે
⦁ ત્યાર બાદ તમને એપનું ફેક્ટરી વર્ઝન જોવા મળશે
⦁ આ પ્રોસેસમાં તમારા કોન્ટેક્ટ નહીં ડિલિટ થાય પણ કોલિંગ હિસ્ટ્રી ડિલીટ થઈ જશે

આપણ વાંચો:  SMSથી થતાં સ્કેમથી બચવું હોય તો આ કોડ્સને સમજી લો, નહીં ફસાવું પડે સ્કેમર્સની જાળમાં!

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિની વિવિધ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button