સ્પેશિયલ ફિચર્સ

તમે પણ કોઈના લોનના ગેરેન્ટર બનીને પસ્તાઈ રહ્યા છો? આ રીતે હટાવી શકશો નામ, બેંક પણ નહીં જણાવે ટિપ્સ…

જ્યારે પણ તમે કોઈ મિત્ર કે સંબંધી માટે બેંક લોનના ગેરેન્ટર બની જાવ છો તો તમારે સાવધાન થવાની જરૂર છે, કારણ કે આ એક મોટી જવાબદારી છે. જો લોન લેનાર વ્યક્તિ સમયસર ઈએમઆઈ ભરે છે ત્યાં સુધી તો ઠીક છે, પણ જો તે ઈએમઆઈ ભરવામાં નિષ્ફળ જાય છે તો બેંક તમારી સેલરીથી લઈને પ્રોપર્ટી પણ જપ્ત કરી શકે છે.

આને કારણે તમારો સીબિલ સ્કોર પણ ખરાબ થઈ શકે છે. જો તમે પણ કોઈના ગેરેન્ટર બનીને ફસાઈ ગયા છો તો અમે અહીં તમને ખૂબ જ જરૂરી માહિતી જણાવવા જઈ રહ્યા છીએ.

આપણ વાચો: હવે CIBIL ખરાબ હશે તો પણ બેંક લોન નહીં કરી શકે રિજેક્ટ, RBIએ નિયમમાં કર્યો મહત્ત્વનો ફેરફાર…

ગેરેન્ટર બનીને ફસાઈ ગયા હોવ તો આ મુસીબતમાંથી કઈ રીતે બહાર આવશો એની વાત કરીએ એ પહેલાં જાણીએ કે આખરે ગેરેન્ટર બનવું એટલે શું અને તેની જવાબદારીઓ શું હોય છે? ભારતીય અનુબંધ અધિનિયમ, 1872ની ધારા 128 અનુસાર ગેરેન્ટરની જવાબદારી લોન લેનારા જેટલી જ હોય છે. જો લોન લેનાર ડિફોલ્ટર બને છે તો બેંક તમારી પ્રોપર્ટી જપ્ત કરી શકે છે અને તમારે પૈસા ભરવા પડી શકે છે.

ગેરેન્ટર બનીને તમે પરેશાન થઈ ગયા છો તો તમને જાણીને નવાઈ લાગશે કે તમે બેંકમાંથી ગેરેન્ટર તરીકે તમારું નામ હટાવી શકો છો, પરંતુ એના માટે તમારે કેટલીક શરતોનું પાલન કરવું પડશે. નામ હટાવવાનું સૌથી સરળ ઉપાય છે કે લોન લેનાર વ્યક્તિ તમારું નામ હટાવવાના બદલામાં બીજો કોઈ નવો ગેરેન્ટર લાવે. ત્યારે બેંક તમારું નામ ગેરેન્ટર તરીકે હટાવી દેશે.

જો બેંક હટાવવાની ના પાડે તો તમે કાયદાની મદદ પણ લઈ શકો છો. કોર્ટમાં તમારે એ વાત સાબિત કરવી પડશે કે તમે ગેરેન્ટર બન્યા એ પહેલાં તમને બિલકુલ અંદાજો નહોતો કે લોન લેનાર વ્યક્તિ ડિફોલ્ટર નીકળશે.

આપણ વાચો: રાજકોટ જિલ્લા બેંક માવઠાગ્રસ્ત ખેડૂતોને એક વર્ષ માટે ઝીરો ટકા વ્યાજે ખાસ લોન આપશે…

જોકે, આ સમયે કેટલીક સાવધાની રાખવાની પણ જરૂર છે, એના વિશે વાત વાત કરી લઈએ-

  • ગેરેન્ટર બનતાં પહેલાં લોન લેનાર વ્યક્તિની આર્થિક સ્થિતિને સમજી લો
  • સમજ્યા વિચાર્યા વિના ગેરેન્ટર ના બનો, કારણ કે ડિફોલ્ટની પરિસ્થિતિમાં તમારી ફાઈનાન્શિયલ સિક્યોરિટી પણ જોખમમાં મૂકાઈ શકે છે
  • જો શક્ય હોય તો દૂરી બનાવીને તમારું નામ હટાવવાનો પ્રયાસ કરો
  • લોન લેતાં પહેલાં પોતાની જવાબદારીઓ સમજીને નિષ્ણાતોની સલાહ લો

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિ તેમ જ વિવિધ સ્પેશિયલ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button