IRCTC યુઝર આઈડી અને પાસવર્ડ ભૂલી ગયા છો? આ સરળ સ્ટેપ્સથી તરત રિકવર કરો… | મુંબઈ સમાચાર

IRCTC યુઝર આઈડી અને પાસવર્ડ ભૂલી ગયા છો? આ સરળ સ્ટેપ્સથી તરત રિકવર કરો…

ભારતીય રેલવે (Indian Railway) એ દુનિયાનું વિશાળ રેલવે નેટવર્ક છે અને દરરોજ કરોડો ભારતીયો આ ભારતીય રેલવેની ટ્રેનોમાં મુસાફરી કરે છે. હવે તમે પણ જો ભારતીય રેલવેની ટ્રેનોમાં મુસાફરી કરી હશે તો ક્યારેકને ક્યારેક તો ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (IRCTC)ની વેબસાઈટ પરથી ટિકિટ બુક કરાવી જ હશે ને? હવે આઈઆરસીટીસી પરથી ટિકિટ બુક કરાવો એટલે ખ્યાલ તો હશે કે આ સાઈટ પર ટિકિટ બુક કરવા માટે આઈડી અને પાસવર્ડ્સની જરૂર પડે છે. પરંતુ ક્યારેય એવું થયું છે કે ઘણા સમય બાદ જ્યારે આ સાઈટ પર જાવ ત્યારે આઈડી અને પાસવર્ડ બંને ભૂલાઈ ગયા હોય? ચાલો તમને જણાવીએ આવી પરિસ્થિતિમાં તમે કઈ રીતે આઈડી-પાસવર્ડ પાછું રિકવર કરી શકો છો-

યુઝર આઈડી આ રીતે કરો રિકવર

જો તમે પણ તમારું આઈઆરસીટીસી એકાઉન્ટનું યુઝર આઈડી અને પાસવર્ડ્સ ભૂલાઈ ગયું છે તો તેને રિકવર કરવું ખૂબ જ સહેલું છે. સૌથી પહેલાં તો તમારે આઈઆરસીટીસીની ઓફિશિયલ વેબસાઈટ પર જવું પડશે અને લોગઈન પેજ પર જઈને ફરગોટ યુઝર આઈડીનું ઓપ્શન સિલેકેટ કરો. હવે અહીં તમારું રજિસ્ટર્ડ મોબાઈલ નંબર કે ઈમેલઆઈડી નાખો. બસ હવે તમારા મોબાઈલ કે ઈમેલ આઈડી પર યુઝર આઈડી મોકલાવવામાં આવશે.

જો આ રીતે તમારી સમસ્યા સોલ્વ નહીં થાય તો તમારા જૂના ઈમેલ ચેક કરો. ટિકિટ બુકિંગ સમયે આઈઆરસીટીસી તરફથી જે મેલ મોકલવામાં આવે છે તેમાં યુઝર આઈડી લખેલી હોય છે. આ સિવાય જો તમે કોઈ ટ્રાવેલ એજન્ટ પાસેથી ટિકિટ બુક કરાવી હોય તો તમે એમની પાસેથી પણ યુઝર આઈડી જાણી શકો છો.

પાસવર્ડ આ રીતે કરો રિકવર

જો તમને તમારી યુઝર આઈડી ખબર છે પણ પાસવર્ડ યાદ નથી આવતો તો એનો પણ ઉકેલ છે આપણી પાસે. આ પાસવર્ડને રિસેટ કરવું ખૂબ જ સરળ છે. સૌથી પહેલાં તો તમારે આઈઆરસીટીસીની ઓફિશિયલ વેબસાઈટ પર જવું પડશે. હવે લોગઈન પેજ પર ફરગોટ પાસવર્ડ પર ક્લિક કરો. હવે તમારું યુઝરનેમ, રજિસ્ટર્ડ મોબાઈલ નંબર અને કેપ્ચા કોડ નાખી દો.

હવે તમારા મોબાઈલ પર કે ઈમેલ પર એક ઓટીપી આવશે. આ ઓટીપી વેરિફાઈ થયા બાદ તમને નવું પાસવર્ડ સેટ કરવાનો ઓપ્શન મળશે. નવો પાસવર્ડ સેટ કરીને એક વખત કન્ફર્મ કરો. બસ સેટ થઈ ગયો છે તમારો નવો પાસવર્ડ. હવે તમે આ જ પાસવર્ડથી તમારું આઈઆરસીટીસીનું એકાઉન્ટ લોગઈન કરી શકો છો.

છે ને એકદમ કામની માહિતી? તમારા મિત્રો અને પરિવારના લોકો સાથે આ માહિતી શેર કરો, જેથી તેઓ પણ આનો ઉપયોગ કરી શકે. આવી જ બીજી કામની માહિતી જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો.

આ પણ વાંચો…IRCTCમાં આધારકાર્ડ લિંક કરવું ફરજિયાત? શું છે તત્કાલ ટિકિટ બુકિંગનો નવો નિયમ…

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિની વિવિધ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button