WhatsAppમાંથી ઈમ્પોર્ટન્ટ મેસેજ ડિલિટ થઈ ગયા છે? આ સિમ્પલ ટિપ્સથી રિકવર કરી લો એક જ મિનિટમાં… | મુંબઈ સમાચાર
સ્પેશિયલ ફિચર્સ

WhatsAppમાંથી ઈમ્પોર્ટન્ટ મેસેજ ડિલિટ થઈ ગયા છે? આ સિમ્પલ ટિપ્સથી રિકવર કરી લો એક જ મિનિટમાં…

વોટ્સએપએ સૌથી લોકપ્રિય ઈન્સ્ટન્ટ મેસેજિંગ એપ બની ગઈ છે અને ભારત સહિત દુનિયાભરમાં કરોડો-અબજો લોકો આ એપ યુઝ કરે છે. પરંતુ ઘણી વખત એવું થાય છે કે કોઈ મહત્ત્વના મેસેજ ડિલિટ થઈ જાય છે કે પછી ફોન બદલાવતા જ ચેટ ખોવાઈ જાય છે. જો તમારી સાથે પણ આવું થાય છે કે થયું છે તો આજે અને અહીં તમને કેટલીક સ્માર્ટ ટિપ્સ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેની મદદથી તમે તમારા ડિલિટ ચેટ રિકવર કરી શકશો. ચાલો જોઈએ શું છે આ ટિપ્સ…

વોટ્સએપ પર પર્સનલથી લઈને પ્રોફેશનલ લાઈફના અનેક મહત્ત્વના કામ આપણે રોજબરોજ પતાવતા હોઈએ છીએ. ઘણી વખત વોટ્સએપ યુઝર્સ સાથે એવું બને છે કે તેમની કોઈ મહત્ત્વની કે કામની ચેટ ડિલિટ થઈ જાય છે. પરંતુ એ ડિલિટ થયેલી ચેટ રિકવર કરપાનું કોઈ ઓપ્શન નથી હોતો આપણી પાસે. હવે ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે આજે અમે અહીં તમને કેટલીક એવી ટિપ્સ વિશે જણાવીશું કે જેની મદદથી તમે સરળતાથી ચેટ રિકવર કરી શકશો.

વોટ્સએપ દ્વારા અનેક વખત ઈન બિલ્ટ ટૂલ્સ પ્રદાન કરવામાં આવે છે. ગૂગલ ડ્રાઈવ કે આઈક્લાઉડ પર ક્લાઉટ માટે લોકલ સ્ટોરેજના ઓપ્શન ઉપલબ્ધ હોય છે. આ સિવાય થર્ડ પાર્ટી રિકવરી સોફ્ટવેરથી પણ ડિલીટ થયેલો ડેટા કે ચેટ રિકવર કરી શકાય છે. યુઝર્સની બેકઅપ સેટિંગ્સ અને ડિવાઈસની મદદથી પણ ગુમ થયેલા ચેટ્સ કે ડેટાને પાછો મેળવી શકાય છે.

ગૂગલ ડ્રાઈવ પરથી આ રીતે કરો ચેટ રિકવર

  1. સૌથી પહેલાં તો તમારે સેટિંગમાં જવું પડશે
  2. ત્યાર બાદ ચેટમાં જાવ
  3. ચેટ બેકઅપમાં ગૂગલ ડ્રાઈવ બેકઅપ ચેક કરો
  4. વોટ્સએપને અનઈન્સ્ટોલ કરીને ફરી ઈન્સ્ટોલ કરો
  5. ફોન નંબર વેરિફાઈ કરીને પ્રોમ્પ્ટ આવતા જ રિસ્ટોર પર ટેપ કરો

આઈક્લાઉડથી આ રીતે કરો ચેટ રિસ્ટોર

  1. સૌથી પહેલાં તો તમારે સેટિંગમાં જવું પડશે
  2. ત્યાર બાદ ચેટમાં જાવ
  3. હવે ચેટ બેકઅપમાં જોઈને આઈક્લાઉડ બેકઅપ ચેક કરો
  4. વોટ્સએપને અનઈન્સ્ટોલ કરો અને ઈન્સ્ટોલ કરીને ચેટ હિસ્ટ્રીને રિકવર કરો

એન્ડ્રોઈડ યુઝર્સ લોકલ બેકઅપથી આ રીતે કરો ચેટ રિસ્ટોર

  1. સૌથી પહેલાં તો તમારા ફોનના ફાઈલ મેનેજરમાં જાવ
  2. ત્યાર બાદ વોટ્સએપ પર જઈને પછી ડેટાબેસમાં જાવ
  3. બેકઅપ ફાઈલ્સને ચેક કરો
  4. હવે એ ફાઈલનું નામ બદલી નાખો
  5. વોટ્સએપને ફરી ઈન્સ્ટોલ કરીને સેટઅપ દરમિયાન રિસ્ટોરના ઓપ્શન પર ક્લિક કરો

આ પણ વાંચો…WhatsAppના આ નવા ફીચર વિશે જાણી લેશો તો ખુશીથી ઉછળી પડશો, પછી કહેતાં નહીં કે કીધું નહોતું…

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિની વિવિધ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button