નેશનલસ્પેશિયલ ફિચર્સ

Iced Tea: ઉનાળામાં જરૂર ટ્રાય કરો ‘આઇસ્ડ ટી’, સ્વાદ સાથે રાખશે સ્વાસ્થયનું ધ્યાન

How To Make Iced Tea: આપણાં મોટા ભાગના લોકોના દિવસની શરૂઆત ચાથી થાય છે. શિયાળો-ઉનાળો-કે ચોમાસુ જો સવારમાં ગરમા-ગરમ ચા ન મળે તો મોટા ભાગના લોકોને ચેન પડતો નથી. જો કે આવી કાળઝાળ ગરમીમાં ચાનું પ્રમાણ ઘણે અંશે ઓછું થઈ જતું હોય છે. આવામાં લોકો હર્બલ ટી પણ પીવાનું પસંદ કરે છે કારણ કે તેમાં એન્ટિ-ઓક્સિડેન્ટ હોય છે જેને લઈને ઘણા ફાયદા થતાં હોય છે. જો તમે પણ આ ધખધખતા તાપમાં સવાર સાવરમાં રિફ્રેશિંગ અને કઈક ઠંડુ પીવાની ઈચ્છા ધરાવો છો તો આઇસ્ડ ટી (Iced Tea) બનાવીને પીઇ શકો છો. આવી ગરમીમાં આઇસ્ડ ટી તમને વધુ તરોતાજા રખવાનું કામ કરી શકે છે. આઈસ્ડ ટી હર્બલ ટી જેવી જ સામગ્રીઓમાંથી બનાવવામાં આવે છે. પરંતુ કેટલીક ઠંડક અને તાજગી આપનારી વસ્તુઓ પણ તેમાં સામેલ છે.

બેરી આઇસ્ડ ટી (Berry Iced Tea): અલગ-અલગ પ્રકારની બેરીની મદદથી બનેલી આ આઈસ્ડ ટીનો સ્વાદ એકદમ અલગ છે. આ માટે પહેલા ગ્રીન ટી અથવા બ્લેક ટી બનાવો અને પછી તેને ઠંડી થવા દો. હવે તમારા સ્વાદ પ્રમાણે સ્ટ્રોબેરી, બ્લૂબેરી અને રાસબેરી વગેરે ઉમેરો. જો તમે ઈચ્છો તો તેમાં ક્રેનબેરી અથવા દાડમ જેવા ફળોનો રસ પણ ઉમેરી શકો છો. હવે તેમાં બરફ ઉમેરી સર્વ કરો. બેરીમાં ભરપૂર માત્રામાં એન્ટી-ઓક્સિડન્ટ્સ, વિટામિન્સ અને મિનરલ્સ હોય છે, જે તમારા એકંદર સ્વાસ્થ્યનું ધ્યાન રાખે છે.

મીંટી આઇસ્ડ ટી (Minty Iced Tea): ફૂદીનાના તાજા પાંદડાની મદદથી બનેલી આ આઈસ્ડ ટી પીવામાં ખૂબ જ સ્વાદિષ્ટ અને તાજગી આપનારી છે. આટલું જ નહીં, ફુદીનો પાચનમાં મદદ કરે છે, પેટની સમસ્યાઓથી રાહત આપવામાં મદદ કરે છે. આ માટે એક કપ ગરમ પાણીમાં ગ્રીન ટી અથવા બ્લેક ટી બેગ ઉમેરો. આ ઉપરાંત, તાજા ફુદીનાના પાનને 3-5 મિનિટ માટે પલાળી રાખો. હવે તેને ઠંડુ કરી બરફ નાંખીને સર્વ કરો.

જિંજર પિચ આઇસ્ડ ટી (Ginger Peach Iced Tea) જો તમે અલગ પ્રકારની ચા પીવા માંગતા હોવ તો અદરક પીચ આઈસ્ડ ટી અજમાવો. આ માટે ગરમ પાણીમાં બ્લેક ટી બેગ અને આદુના ટુકડા નાખીને 5 મિનિટ માટે રહેવા દો. હવે પીચના ટુકડા અથવા પીચ-સ્વાદવાળી ચાસણી ઉમેરો અને તેને ઠંડુ થવા દો. છેલ્લે, બરફ ઉમેરો અને તેને ઠંડું સર્વ કરો. જ્યારે આદુ ઉનાળામાં તમારી પાચન તંત્રને સુધારવામાં મદદ કરે છે, ત્યારે આદુ એન્ટી-ઓક્સિડન્ટ્સ, વિટામિન A અને C સહિત ઘણા વિટામિન્સ અને મિનિરલ્સનો સારો સ્ત્રોત છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button