સ્પેશિયલ ફિચર્સ

લડ્ડુ ગોપાલને બહારના નહીં ઘરમાં બનાવેલા રંગો અર્પણ કરો, આ રીતે ઘરે બનાવો હોળીના રંગો

સનાતન હિન્દુ ધર્મમાં જેટલું મહત્વ દિવાળીનું છે તેટલું જ મહત્વ હોળી-ધૂળેટીનું (Holi 2024) પણ છે. હોળીનો તહેવાર દેશભરમાં મનાવવામાં આવે છે. હિન્દુ ધાર્મિક માન્યતાઓ પ્રમાણે આ તહેવાર ભગવાન શ્રી ક્રુષ્ણને પણ અત્યંત પ્રિય તહેવાર છે. તેવામાં આ દિવસે તેના પૂજા-પાઠ અને તહેવારના વિશેષ શણગાર અને સેવાનો પણ અલગ મહિમા છે. જેને લઈને કૃષ્ણ ભક્તો ઠાકોરજી સાથે પણ હોળી રમીને પોતાનો ભાવ પ્રગટ કરતાં હોય છે (Laddu Gopal holi seva puja).

આપણે જોઈએ છીએ કે ભક્તો ભગવાન શ્રી કૃષ્ણના બાળ સ્વરૂપ લડ્ડુ ગોપાલની પોતાના ઘરમાં સેવા-પૂજા કરતાં હોય છે. તેવામાં તેના પ્રિય તહેવારને કેમ ન ઉજવે? તો ઘણા ભકતો તેમના માટે ઘરમાં ઉપલબ્ધ વસ્તુઓથી પ્રકૃતિક રીતે રંગો બનાવતા હોય છે અને ઘણા ભક્તો બજારમાંથી રંગોની ખરીદી કરતાં હોય છે.

તેવામાં પ્રશ્ન થાય છે કે શું લડ્ડુ ગોપાલ માટે બજારમાંથી ખરીદેલાના હોળીના રંગો યોગ્ય છે? આનો જવાબ આપતા એક પ્રખ્યાત જ્યોતિષ શાસ્ત્રી જણાવે છે કે લડ્ડુ ગોપાલના ચરણોમાં અને ગાલ પણ ઘરમાં જ બનાવેલો શુદ્ધ રંગ લગાવવો જોઈએ. કારણ કે ભગવાન કૃષ્ણનું બાળ સ્વરૂપ હોવાને કારણે ભક્તો તેમના બાળકની જેમ સેવા કરતાં હોય છે. બજારમાં મળતા રંગો ભેળસેળ યુક્ત અને કેમિકલયુક્ત હોય છે. આપણે ઘરમાં રહેલા લોટ, અમુક પ્રકારની શાકભાજી અને ફૂલોની મદદથી રંગો બનાવી શકીએ છીએ.

ફૂલો માંથી આ રીતે બનાવો રંગ (how to make holi colors from flowers)

ટેસુ, હિબિસ્કસ, અપરાજિતા, ગુલાબ અને મેરીગોલ્ડ ફૂલોમાંથી રંગો બનાવી શકાય છે. આ માટે ફૂલની પાંખડીઓને અલગથી કાઢીને તડકામાં સૂકવી દો. ફૂલની પાંદડીઓ સુકાઈ જાય એટલે તેને મિક્સરમાં પીસીને પાવડર બનાવી લો. હવે આ ફૂલોના વિવિધ લોટમાં મેંદો અને થોડું એસેંશિયલ ઓઇલ મિક્સ કરો અને તેનો લડ્ડુ ગોપાલને રંગવા ઉપયોગ કરી શકો છો.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સામાન્ય દેખાતા આ પાન છે ઔષધીય ગુણોથી ભરપૂર, એક વખત ખાવાના ફાયદા સાંભળશો તો… એન્ટિલિયા જ નહીં પણ Mukesh Ambaniના આ પાંચ ઘર પણ છે શાનદાર, એક ઝલક જોશો તો… ન્યુટ્રિશનનું પાવર હાઉસ છે ચોમાસામાં મળતું આ નાનકડું લાલ ફળ… આ દેશોના મોહમાં Indian Citizenship કુર્બાન કરી રહ્યા છે ભારતીયો, ટોચ પર છે આ દેશ