વિજ્ઞાન અને ટેકનોલોજીસ્પેશિયલ ફિચર્સ

આ રીતે જાણો WhatsApp પર કોણે તમને બ્લોક કર્યા છે? આ રીતે જાણો…

આજના ડિજિટલ વર્લ્ડમાં વોટ્સએપ યુઝર્સની સંખ્યા ખૂબ જ વધારે છે, દુનિયાભરમાં કરોડો યુઝર્સ વોટ્સએપનો ઉપયોગ કરે છે. આ વોટ્સએપની મદદથી તમે દુનિયાના કોઈપણ ખુણે દૂર બેઠેલા તમારા પ્રિય પાત્ર સાથે કનેક્ટ રહી શકો છો, વાત કરી શકો છો. પરંતુ આ વોટ્સએપ ઘણી વખત માથાનો દુઃખાવો પણ બની જાય છે, આવો જોઈએ કઈ રીતે…

દરેક સિક્કાની બે બાજું હોય છે એમ દૂર બેઠેલા બે વ્યક્તિને નજીક લાવવાનું, જોડી રાખવાનું કામ કરતું વોટ્સએપ હેરાનગતિ કે ત્રાસનું કારણ પણ બને છે. વોટ્સએપ પર મેસેજ કરીને ત્રાસ આપતા વ્યક્તિઓને આપણામાંથી ઘણા લોકો બ્લોક કરી દેતા હશે અને એમને એ વસ્તુની જાણ પણ નહીં થતી હોય. આજે અમે અહીં તમને કેટલીક એવી ટિપ્સ વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે જેની મદદથી તમે સરળતાથી જાણી શકશો કે કોઈએ તમને બ્લોક કર્યા છે કે નહીં. ચાલો જાણીએ-

આ પણ વાંચો : Whatsapp લાવી રહ્યું છે નવું મહત્વનું ફીચર, સરળતાથી શોધી શકશો જૂની ચેટ

જો તમને કોઈ વોટ્સએપ કોન્ટેક્ટનું લાસ્ટ સીન કે ઓનલાઈન સ્ટેટસ નથી દેખાવવાનું બંધ થઈ જાય તો શક્ય છે કે એ યુઝરે તમને બ્લોક કરી દીધા છે. આ સિવાય જો તમને કોઈ કોન્ટેક્ટનો પ્રોફાઈલ પિક્ચર નથી દેખાતો તો પણ શક્ય છે તે તેણે તમને બ્લોક કર્યા હોઈ શકે છે. સૌથી મહત્ત્વની અને કામની વાત એટલે જો તમે કોઈને મેસેજ કર્યો છે અને ઘણા દિવસો બાદ પણ જો મેસેજ ડિલિવર નથી થતાં અને એ મેસેજની સાથે તમને સિંગલ ટિક જ દેખાયા કરે છે તો તો ભાઈ તમે બ્લોક થઈ જ ગયા છે, સામેવાળાના વોટ્સએપ પર…

આ ઉપરાંત જો તમે કોઈ ચોક્કસ યુઝરને વોટ્સએપ કોલ નથી કરતી શકતા તો આ પણ બ્લોક હોવાનું સૌથી મોટી સાઈન છે. જો તમને કોઈએ બ્લોક કર્યા હશે તો તમે એને કોલ, મેસેજ કે એનો પ્રોફાઈલ પિક્ચર કંઈ જ નહીં જોવા મળે.
પરંતુ મુદ્દાની વાત કરીએ તો ભાઈસાબ પણ આખરે એવું કામ જ શું કામ કરવું કે કોઈ તમને વોટ્સએપ પર બ્લોક કરી દે? શાંતિથી તમે પણ જીવો અને સામેવાળાને પણ જીવવા દો ને…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button