શરીરમાં Good Cholesterol વધારવા માટે કરો આ 6 વસ્તુઓનું સેવન, હાર્ટ પણ રહેશે હેલ્ધી | મુંબઈ સમાચાર
સ્પેશિયલ ફિચર્સ

શરીરમાં Good Cholesterol વધારવા માટે કરો આ 6 વસ્તુઓનું સેવન, હાર્ટ પણ રહેશે હેલ્ધી

હેલ્થ ઈઝ વેલ્થ, પહેલું સુખ તે જાતે નર્યા જેવી અનેક કહેવતો આપણે આપણા વડીલો પાસેથી સાંભળી હશે. એક હેલ્ધી લાઈફસ્ટાઈલ ખૂબ જ જરૂરી છે અને એ માટે આપણે આપણા બિઝી શેડ્યુલમાંથી પણ સમય કાઢવો જ જોઈએ. આજે અમે અહીં તમારા માટે શરીરમાં ગુડ કોલેસ્ટ્રોલ કે જેને આપણે એચડીએલ કોલેસ્ટ્રોલ તરીકે પણ ઓળખીએ છીએ એની કેટલીક ટિપ્સ લઈને આવ્યા છીએ.

શરીર માટે કેમ જરૂરી છે ગુડ કોલેસ્ટ્રોલ?

ગુડ કોલેસ્ટ્રોલ શરીર માટે કેમ જરૂરી છે એની વાત કરીએ તો આ ગુડ કોલેસ્ટ્રોલ આપણા બ્લડ સ્ટ્રીમમાંથી બેડ કોલેસ્ટ્રોલને દૂર કરે છે. આ સિવાય આ ગુડ કોલેસ્ટ્રોલ હાર્ટ સંબંધિત અન્ય બામીરીઓના જોખમને ઘટાડવામાં પણ મહત્ત્વનો રોલ પ્લે કરે છે.

કઈ વસ્તુઓના સેવનથી વધશે એચડીએલ કોલેસ્ટ્રોલ?

⦁ ઓલિવ ઓઈલઃ
ઓલિવ ઓઈસમાં મોનોઅનસેચ્યુરેટેડ ફેટ્સ હોય છે જે એચડીએલને વધારવામાં મદદ કરે છે અને તેમાં મોટા પ્રમાણમાં એન્ટિ ઓક્સિડન્ટ્સ હોય છે. જેને કારણે સોજા ઓછી થાય છે અને હાર્ટ પણ હેલ્ધી રહે છે.

⦁ નટ્સ અને બીયાઃ
નટ્સ અને તેલીબિયામાં મોનોઅનસેચ્યુરેટેડ ફેટ્સ, ઓમેગા-3, ફેટી એસિડ અને ફાઈબર હોય છે, જે શરીરમાં એચડીએલનું પ્રમાણ વધારવામાં મદદ કરે છે. આના સેવનથી પાચનતંત્ર પણ સુધરે છે. જોકે, તેમાં નટ્સમાં કેલરીનું પ્રમાણ વધારે હોય છે એટલે તેનું મર્યાદિત પ્રમાણમાં સેવન કરવું જોઈએ.

મિલેટ્સ:
મિલેટ્સ એટલે કે આખું અનાજ ફાઈબરથી ભરપૂર હોય છે અને એમાં પણ તેમાં સોલ્યુબલ ફાઈબર કે જે એલડીએલને ઘટાડે છે અને એચડીએલને વધારવામાં મદદ કરે છે. ઓટ્સમાં રહેલું બીટા ગ્લુકોઝ કોલેસ્ટ્રોલને લોહીમાં પ્રવેશતા રોકે છે અને શરીરની બહાર કાઢે છે.

એવાકાડો:
એવાકાડોમાં પણ મોટા પ્રમાણમાં અનસેચ્યુરેટેડ ફેટ્સ હોય છે, જે ગુડ કોલેસ્ટ્રોલને વધારે છે. આ સાથે સાથે એવાકાડોમાં ફાઈબર પણ હોય છે. જે ડાઈજેશન માટે બેસ્ટ હોય છે.

⦁ ડાર્ક ચોકલેટ:
ચોક્કસ જ ડાર્ક ચોકલેટનું નામ વાંચીને તમે ચોંકી ઉઠ્યા હશો, પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે ડાર્ક ચોકલેટમાં ફ્લેવોનોઈડ્સ હોય છે, જે ગુડ કોલેસ્ટ્રોલને વધારવામાં ખૂબ જ મહત્ત્વનો રોલ પ્લે કરે છે. આ સિવાય ડાર્ક ચોકલેટનું મર્યાદિત પ્રમાણમાં સેવન હાર્ટ અને હેલ્થ બંને માટે સારું છે.

⦁ લસણઃ
લસણ તો મોટાભાગના ભારતીય રસોડામાં જોવા મળે છે અને રસોઈમાં તેનો ઉપયોગ પણ થાય છે. લસણમાં એન્ટી ઈન્ફ્લેમેટેરી પ્રોપર્ટીઝ હોય છે, જે કોલેસ્ટ્રોલ લેવલને ઘટાડીને કોલેસ્ટ્રોલ લેવલને ઘટાડવામાં મદદ કરે છે.

આ પણ વાંચો…રોગ પ્રતિકારક શક્તિ વધારવા અપનાવો આ 7 આદતો, ક્યારેય નહીં પડો બીમાર…

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિની વિવિધ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button