તમે ખાઓ છો એ બદામ અસલી છે કે નકલી? નકલી બદામ ખાવાથી થશો બીમાર! | મુંબઈ સમાચાર
સ્પેશિયલ ફિચર્સ

તમે ખાઓ છો એ બદામ અસલી છે કે નકલી? નકલી બદામ ખાવાથી થશો બીમાર!

બદામ ખાવાથી બુદ્ધિ વધે અને બદામ એ પૌષ્ટિક તત્ત્વોની ખાણ માનવામાં આવે છે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ બદામનું સેવન કરવું ખૂબ જ સ્વાસ્થ્યવર્ધક ગણાય છે. પરંતું શું તમે જાણો છો કે તમે જે બદામ ખાવ છો એ બદામ અસલી છે કે નકલી? ચાલો આજે તમને અહીં કેટલીક એવી ટિપ્સ વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે જેની મદદથી તમે જાણી શકશો કે બદામ અસલી છે કે નહીં એ જાણી લેશો…

એક્સ્પર્ટ્સના જણાવ્યા અનુસાર દરરોજ બદામનું સેવન કરવાથી અઢળક હેલ્થ બેનેફિટ્સ થાય છે. બદામનું સેવન કરવાથી સ્મરણશક્તિ મજબૂત થવાની સાથે સાથે ફિઝિકલ સ્ટ્રેન્થ પણ વધે છે. બદામને બેસ્ટ એનર્જી બૂસ્ટર તરીકે પણ ઓળખવામાં આવે છે. આ સિવાય બદામ બ્લડપ્રેશરને પણ કન્ટ્રોલ કરે છે.

બદામ ખાવાના હેલ્થ બેનેફિટ્સ જાણી લીધા બાદ હવે આગળ વધીએ અને વાત કરીએ કે અસલી અને નકલી બદામનો તફાવત કઈ રીતે ઓળખી શકાય છે. આજે અમે અહીં તમને એવી ચાર ટિપ્સ વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે જેની મદદથી અસલી અને નકલી બદામનો ફરક જાણી શકશો.

આપણ વાચો: રાજકોટ આરોગ્ય વિભાગને મળ્યો 300 કિલો સડેલી બદામનો જથ્થો

હથેળી પર રાખીને ચેક કરો

બદામ અસલી છે કે નકલી એ જાણવા માટે બદામને હથેળી પર રાખીને તપાસો. જો તમારા હાથમાં કથ્થઈ રંગ લાગે છે તો સમજી જાવ કે બદામમાં ભેળસેળ કરવામાં આવી છે અને તમે જે બદામ ખાવ છો તે અસલી નહીં પણ નકલી છે.

કાગળની મદદથી પણ તપાસી શકાય

હથેળી સિવાય બદામ અસલી છે કે નકલી એ ઓળખવા તમે કાગળની મદદ પણ લઈ શકો છો. જો તમે બદામને કાગળ પર રાખો અને તેના પર તેલના ધબ્બા જોવા મળે તો તે બદામ અસલી છે અને ધબ્બા નથી પડતાં તો બદામ નકલી છે.

આપણ વાચો: કાજુ-બદામથી અધિક શક્તિશાળી ગણાય છે કાશ્મીરી લસણ

રંગ પરથી ઓળખો

અસલી અને નકલી બદામનો તફાવત રંગ પરથી પારખી શકાય છે. જો તમે ખાવ છો એ બદામ અસલી હશે તો તેનો રંગ થોડો ડાર્ક હશે. પરંતુ જો તમે ખાવ છો એ બદામનો રંગ વધારે પડતો ગાઢો કે લાઈટ છે તો તમારે આવી બદામ ખરીદવાથી બચવું જોઈએ.

છાલ પરથી ઓળખો

બદામને તેના કલર સિવાય નકલી બદામને તેની છાલ પરથી પણ ઓળખી શકાય છે. નકલી બદામની છાલ સરળતાથી નથી ઉતરતી, જ્યારે અસલી બદામની છાલ ખૂબ જ સરળતાથી ઉતરી જાય છે.

છે ને એકદમ કામની ખૂબ જ કામની માહિતી? આ માહિતી તમારા મિત્રો અને પરિવારના સભ્યો સાથે શેર કરીને તેમના જનરલ નોલેજમાં પણ વધારો કરજો હં ને? આવી જ બીજી માહિતી જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો.

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિ તેમ જ વિવિધ સ્પેશિયલ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button