EPFOની આ ફેસ આઈડેન્ફિકેશન સિસ્ટમ એક્ટિવ કરી?: જો ન કરી હોય તો ફોલો કરો આ સ્ટેપ્સ

કેન્દ્ર સરકારે પીએફ ખાતાધારકોને સરળતા રહે તે માટે અલગ અલગ સુવિધાઓ આપી રહી છે. પીએફ એટીએમ કાર્ડ પછી, ‘ચહેરો બતાવો અને પીએફ ઉપાડો’ નામની નવી સુવિધા ટૂંક સમયમાં આવી રહી છે. આ સુવિધા 1 ઓગસ્ટથી શરૂ થશે તેવી જાહેરાત સરકારે કરી છે, પણ લોોકને હજુ માહિતી ઓછી છે. આ માટે સરકાર તમને એક યુનિવર્સલ એકાઉન્ટ નંબર (UAN) આપશે.જે તમારે ઉમંગ એપ પર જઈને મેળવવાનો રહેશે. આ માટે ફેસ ઓથેન્ટિકેશન ટેકનોલોજી (FAT) નો ઉપયોગ કરવામાં આવશે. સેન્ટ્રલ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન (EPFO) એ 1 ઓગસ્ટના રોજ એક પરિપત્ર જારી કર્યો છે. તેમાં, UAN સરસ રીતે ચાલે તે માટે ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ કરવામા આવી રહ્યો છે.
કઈ રીતે મેળવશો આ સુવિધા
જો તમારે આ સુવિધા જોઈતી હશે તો તમારે UAN એક્ટિવ કરવું પડશે. ત્યારબાદ EPFO ની ઓનલાઈન સેવાઓનો ઉપયોગ કરી શકશે. આમાં EPF લાભો મેળવવા અને એમ્પ્લોયમેન્ટ લિંક્ડ ઇન્સેન્ટિવ (ELI) ના લાભો મેળવવાનો સમાવેશ થાય છે. ખાસ કરીને, કર્મચારીઓને EPF માંથી પૈસા ઉપાડવા, બેલેન્સ તપાસવા અને માહિતી અપડેટ કરવા જેવી સેવાઓની જરૂર હોય છે.
UMANG એપ દ્વારા EPF કર્મચારીઓ માટે 3 નવી સેવાઓ અને સુવિધાઓ શરૂ કરવામાં આવી છે. આ સુવિધાઓ કર્મચારીઓને FAT ઉપયોગના આધારે પૂરી પાડવામાં આવશે. તેમણે ડાયરેક્ટ UAN એક્ટિવ કરવાનું રહેશે. ત્યારબાદ એપ્લીકેશનમાં લૉગ ઈન કરશો એટલે તમરો ચહેરો બતાવવાનું ઑપ્શન આવશે. તે તમારો ચહેરો ઓથોરાઈઝ કરી તમને આગળના કામ કરવા દેશે.
અત્રે ઉલ્લેખનીય છે કે આ સેવાનો લાભ લેવા માટે, ફક્ત આધાર ફેસ RD અને UMANG એપ પ્લેસ્ટોર પરથી ડાઉનલોડ કરી શકાય છે. સભ્યો EPFO અથવા કંપનીની મદદ લીધા વિના તેમના સ્માર્ટફોનનો ઉપયોગ કરીને આ સેવાનો લાભ લઈ શકે છે. તેઓ કંપનીના EPFO ઓનબોર્ડિંગ માટે PDF ફોર્મેટમાં e-UAN કાર્ડ મેળવી શકે છે.
UAN જનરેટ કરવા આ સ્ટેપ્સ ફોલો કરો
1: ઉમંગ એપ પર UAN એલોટમેન્ટ અને એક્ટિવેશન પર જાઓ
2: આધાર નંબર, મોબાઇલ, આધાર વેરિફિકેશન પર ટિક કરો.
3: Send OTP પર ટેપ કરો. આધાર પર OTP ચકાસો.
4: આધાર ફેસ આરડી એપ ઇન્સ્ટોલ કરો.
5: જો તમારી પાસે UAN નથી, તો ફેસ ઓથેન્ટિકેશન સાથે આગળ વધો. ફેસ ઓથેન્ટિકેશન પર ટેપ કરો. ચહેરો સ્કેન કરવામાં આવશે.
6: એકવાર આ પ્રક્રિયા પૂર્ણ થઈ જાય, પછી UAN જનરેટ થશે અને તમારા મોબાઇલ પર SMS સાથે મોકલવામાં આવશે. જે તમે ઉપયોગમાં લઈ લેશો.
આપણ વાંચો: ક્રેડિટ કાર્ડથી કરજ નહીં, કમાણી પણ કરી શકાય? ફોલો કરો આ સિમ્પલ સ્ટેપ્સ…