હવે WhatsApp પર જ એક મિનિટમાં ડાઉનલોડ કરી શકશો આધાર કાર્ડ, જાણી લો સિમ્પલ પ્રોસેસ…

નવી દિલ્હીઃ આજના સમયમાં આધારકાર્ડ દરેક ભારતીયની ઓળખનો મહત્ત્વનો હિસ્સો બની ગયો છે. બેંક એકાઉન્ટ ખોલાવવાથી લઈને મોબાઈલ સિમ કાર્ડ સુધી તમામ નાના મોટા કામ માટે આધાર કાર્ડની જરૂર પડે છે. પરંતુ ઘણી વખત આ આધાર કાર્ડ જ મુશ્કેલીનું કારણ પણ બને છે. આવી સ્થિતિમાં હવે એક નવી ટ્રિક સામે આવી છે કે જેની મદદથી તમે તમારું આધાર અને તેની માહિતી સુરક્ષિત રાખી શકશો અને આધાર કાર્ડ શેર કર્યા વિના પણ તમારું કામ સરળતાથી થઈ જશે. ચાલો જોઈએ શું છે આ નવી ટ્રિક-
વાત જાણે એમ છે કે આધાર કાર્ડને મેનેજ કરનારી સંસ્થા યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા આ નવી સુવિધા પૂરી પાડવલામાં આવી છે જેની મદદથી તમે આધાર કાર્ડની ડિજિટલ કોપી ડાઉનલોડ કરી શકો છો. જેને ઈ-આધાર કરવામાં આવે છે અને તે પાસવર્ડ પ્રોટેક્ટેડ હોય છે. સામાન્યપણે આધાર કાર્ડ યુઆઈડીએઆઈ પોર્ટલ કે ડિજિલોકર એપથી ડાઉનલોડ કરવામાં આવે છે, પરંતુ આ સિવાય પણ એક બીજી પદ્ધતિ છે કે જેની મદદથી તમે સીધેસીધું વોટ્સએપ પર આધાર કાર્ડ ડાઉનલોડ કરી શકાય છે અને અમે આજે તમને એના વિશે જ જણાવવા જઈ રહ્યા છીએ.
વોટ્સએપ પર આધાર કાર્ડ મેળવવા માટે તમારી મદદ કરશે MyGov હેલ્પડેસ્ક ચેટબોટ. આ ઈન્ટિગ્રેશનથી યુઝર્સ સુરક્ષિત રીતે આધાર અને બીજા જરૂરી ડોક્યુમેન્ટ્સ ડાઉનલોડ કરી શકશો. વોટ્સએપ પર આધાર કાર્ડ ડાઉનલોડ કરવા માટે તમારી પાસે હોવી જોઈએ આ વસ્તુઓ-
⦁ આધાર કાર્ડ વોટ્સએપ પર ડાઉનલોડ કરવા માટે આધાર સાથે લિંક કરેલો મોબાઈલ નંબર.
⦁ એક એક્ટિવ ડિજીલોકર એકાઉન્ટ (જો એકાઉન્ટ ના હોય તો ડિજીલોકર વેબસાઈટ કે એપ પર જઈને બનાવી શકો છોઃ
⦁ MyGov હેલ્પડેસ્કનો ઓફિશિયલ વોટ્સએપ નંબર +91-9013151515
વોટ્સએપ પર આધારકાર્ડ ડાઉનલોડ કરવા માટે ફોલો કરો આ સ્ટેપ-
⦁ 91-9013151515 નંબરને તમારા ફોનમાં સેવ કરી લો
⦁ હવે વોટ્સએપમાં જઈને આ નંબરની ચેટ ઓપન કરીને હાય લખો
⦁ હવે તમને પૂછવામાં આવશે કે તમે કઈ સર્વિસ યુઝ કરવા માંગો છો તો ડિજિલોકર સર્વિસ પસંદ કરો
⦁ જો તમારું ડિજિલોકર એકાઉન્ટ નથી તો તમારે જઈને પહેલાં એકાઉન્ટ બનાવી લો
⦁ હવે તમારો આધાર નંબર લખો
⦁ હવે તમારા આધાર સાથે લિંક મોબાઈલ પર ઓટીપી આવશે, જે ચેટમાં નાખો
⦁ વેરિફિકેશન બાદ તમને ડિજિલોકરમાં રહેલાં ડોક્યુમેન્ટ્સની યાદી દેખાડશે
⦁ લિસ્ટમાંથી આધાર કાર્ડને પસંદ કરો
⦁ હવે તમારી પાસે તમારું આધાર કાર્ડ પીડીએફ ફોર્મેટમાં વોટ્સએપ પર આવી જશે
આ પણ વાંચો…WhatsApp ગ્રુપ માટે આવ્યું આ નવું ફિચર, જાણી લેશો તો ફાયદામાં રહેશો…