તહેવારોમાં બ્લડ શુગર કંટ્રોલ કરવી છે? આ 5 ટિપ્સ ફોલો કરો, ગળ્યું ખાધા પછી પણ નહીં વધે શુગર…

હાલમાં તહેવારોની મૌસમ પૂરબહારમાં ખિલી ઉઠી છે રક્ષાબંધન, જન્માષ્ટમી બાદ હવે ગણેશોત્સવ અને ગણેશોત્સવ બાદ નવરાત્રિ અને દિવાળી… તહેવારોમાં તમે ગમે એટલું ઈચ્છો તો પણ મીઠાઈઓ તો ખવાઈ જ જાય છે અને એને કારણે પછી બ્લડ શુગર હાઈ થવાની પૂરેપૂરી શક્યતા હોય છે. આજે અમે અહીં તમને કેટલીક એવી ટિપ્સે વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે જેની મદદથી તમે ખૂબ જ સરળતાથી બ્લડ શુગરને કન્ટ્રોલ કરી શકો છો…
હેલ્ધી ઓપ્શનન્સ પસંદ કરો
તહેવારોમાં સ્વાદિષ્ટ વાનગીઓ અને મિઠાઈ, ચોકલેટ્સને કારણે બ્લડ શુગર કન્ટ્રોલમાં રહેતું નથી. આવી સ્થિતિમાં બ્લડ શુગરને કન્ટ્રોલમાં રાખવા માટે મિઠાઈઓને બદલે હેલ્ધી વિકલ્પ પસંદ કરો જેમ કે ફ્રૂટ્સ, ડ્રાયફ્રૂટ્સ, શુગર ફ્રી કે શુગર ઓછી હોય એવી મિઠાઈઓને પસંદ કરવાનું રાખો.

ઓવરઈટિંગ કરવાનું ટાળો
તહેવારો પર ઘરે મહેમાનોની ખૂબ જ અવરજવર રહે છે અને આવી સ્થિતિમાં સ્વાભાવિક છે કે ખાવાપીવાનું ખાસ ધ્યાન રહેતું નથી. તહેવારોના ઉત્સાહ અને ઉમંગમાં વધારે પડતું ખાવાનું ટાળો અને સ્મોલ સ્મોલ પોર્શનમાં ખાવાનું રાખો. આ સિવાય વધારે પડતી મિઠાઈઓ કે ઓઈલી ફૂડ ખાવાનું પણ શક્ય હોય ત્યાં સુધી ટાળો.

વધારે પાણી પીવાનું રાખો
જી હા, જો તમે પણ આ ફેસ્ટિવલ સિઝનમાં તમારા બ્લડ શુગરને કન્ટ્રોલમાં રાખવા માંગો છો તો પછી પૂરતી માત્રામાં પાણી પીવાનું રાખો અને હાઈડ્રેટેડ રહેવાનો પ્રયાસ કરો. આવું કરવાથી બ્લડ શુગર લેવલ એકદમ નિયંત્રણમાં રહેશે.

ફિઝિકલ એક્ટિવિટી વધારો
તહેવારો દરમિયાન ફિઝિકલ એક્ટિવિટી થોડી વધી જ જાય છે. જો તમે પણ તમારી બ્લડ શુગરને કન્ટ્રોલમાં રાખવા માંગો છો તો પછી તહેવારો મિઠાઈઓ આરોગ્યા બાદ ફિઝિકલ એક્ટિવિટી વધારી દો જેવી કે વોકિંગ, યોગ અને લાઈટ એક્સરસાઈઝ. આને કારણે તમારું શુગર લેવલ કન્ટ્રોલમાં રહેશે.

ફાઈબરથી ભરપૂર ફૂડનું સેવન કરો
તહેવારોમાં પણ યોગ્ય અને સંતુલિત આહાર લેવું એટલું જ જરૂરી છે અને એટલે જ આ સમયે ફાઈબરથી ભરપૂર ફૂડનું સેવન કરવું જોઈએ. આ સમયે સલાહ, લીલા શાકભાજી, દાળ વગેરેનું સેવન પણ કરવું જોઈએ.

આ પણ વાંચો..સવારની એ ભૂલ જે હાર્ટ માટે છે જોખમી! જાણો કયા સમયે આવે છે સૌથી વધુ Heart Attack?