રોગ પ્રતિકારક શક્તિ વધારવા અપનાવો આ 7 આદતો, ક્યારેય નહીં પડો બીમાર…

હેલ્થ ઈઝ વેલ્થ, પહેલું સુખ તે જાતે નર્યા, આરોગ્યમ ધન સંપદા… જેવી અનેક કહેવતો અને વાતો આપણે આપણા ઘરમાં વડીલો પાસેથી સાંભળી હશે. હેલ્થી લાઈફસ્ટાઈલ એ હેપ્પી લાઈફની ચાવી છે. હેલ્ધી લાઈફસ્ટાઈલ માટે ઈમ્યુનિટી સિસ્ટમને બુસ્ટ અને મજબૂત રાખવામાં ખૂબ જ મહત્ત્વનો રોલ પ્લે કરે છે. આજે આપણે અહીં વાત કરીશું કે કઈ રીતે હેલ્ધી લાઈફસ્ટાઈલ માટે તમે તમારી ઈમ્યુનિટીને બુસ્ટ કરી શકો છો-
ઈમ્યુનિટી સિસ્ટમ કે જેને આપણે રોગ પ્રતિકારક શક્તિ કહીએ છીએ એ આપણા શરીરની સિક્યોરિટી સિસ્ટમ છે. જે બહારની બીમારીઓથી શરીરને બચાવે છે, રક્ષણ આપે છે. જો આપણા શરીરની ઈમ્યિનુટી સિસ્ટમ વીક કે નબળી હશે તો આપણે વારંવાર બીમાર પડીએ છીએ. આજે આપણે વાત કરીશું કેટલીક એવી આદત વિશે કે જે તમને ઈમ્યુનિટી સિસ્ટમ બુસ્ટ કરવામાં મદદ કરશે.

નિયમિત કસરત
ઈમ્યુનિટીને બુસ્ટ કરવા માટે દરરોજ યોગા, વોક અને હળવી કસરત કરવી જોઈએ. આને કારણે બોડી તો એક્ટિવ રહે જ છે, પણ એની સાથે સાથે ઈમ્યુનિટીને બુસ્ટ કરવામાં પણ મદદ કરે છે.

બેલેન્સ ફૂડ
ડેઈલી એક્સરસાઈઝની સાથે સાથે જ બેલેન્સ ફૂડ પણ ઈમ્યુનિટી સિસ્ટમને મજબૂત બનાવવામાં મહત્ત્વનો રોલ પ્લે કરે છે. તમારે તમારા ભોજનમાંમાં વિટામિન, પ્રોટીન, મિનરલ્સથી ભરપૂર ફૂડનો સમાવેશ કરવો જોઈએ. આ સિવાય ફળ, શાકભાજી, દાળ, નટ્સ વગેરે પણ ઈમ્યુનિટીને બુસ્ટ કરે છે.

પરફેક્ટ સ્લિપિંગ સાઈકલ
ફૂડ અને એક્સરસાઈઝ સાથે સાથે સારી ઉંઘ પણ ખૂબ જ જરૂરી છે. સાતથી આઠ કલાકની ક્વોલિટી સ્લિપ ખૂબ જ જરૂરી છે. જે રીતે ફૂડ એ શરીર માટે જરૂરી છે એ જ રીતે ઉંઘ એ શરીર અને મન બંને માટે ખૂબ જ જરૂરી છે. સારી ઉંઘ ઈમ્યુનિટી સિસ્ટમને બુસ્ટ કરે છે.

સનબાથ લો
સવાર-સવારમાં કુમળો તડકો લેવો જોઈએ, એવું આપણા વડીલો કહેતા આવ્યા છે. સવારના કુમળા તડકામાંથી વિટામિન ડી મળે છે અને વિટામિન ડીએ ઈમ્યુનિટી સિસ્ટમને બુસ્ટ કરવા માટે ખૂબ જ જરૂરી છે.

હાઈડ્રેટેડ રહો
પાણી એ જીવવા માટે ખૂબ જ જરૂરી છે અને એટલે જ આખા દિવસમાં ભરપૂર પ્રમાણમાં પાણી પીવું જોઈએ. પાણી પીવાથી શરીરના ટોક્સિન્સ બહાર નીકળી જાય છે અને શરીરને એનર્જી પણ મળે છે. આ ઉપરાંત ઈમ્યુનિટી સિસ્ટમ બુસ્ટ કરવામાં આવે છે.

સ્ટ્રેસથી દૂર રહો
આજની સ્ટ્રેસફૂલ લાઈફમાં દરેક વ્યક્તિને કોઈને કોઈ વાતનું સ્ટ્રેસ હોય છે. પરંતુ આ સ્ટ્રેસ ઈમ્યુનિટી સિસ્ટમને વીક કરે છે એટલે સ્ટ્રેસથી દૂર રહો. સ્ટ્રેસને દૂર કરવા અને ઈમ્યુનિટી સિસ્ટમને મજબૂત કરવા માટે ધ્યાન, મેડિટેશન અને રિલેક્સેશન ટેક્નિક્સ અપનાવો.

ખરાબ આદતોને કરો રામ રામ
ઈમ્યુનિટી સિસ્ટમને બુસ્ટ કરવા માટે હેલ્ધી લાઈફસ્ટાઈલ અપનાવવાની સાથે સાથે ખરાબ આદતોથી દૂર રહેવું ખૂબ જ જરૂરી છે. સ્મોકિંગ, ડ્રિંકિંગ અને જંક ફૂડ જેવી ખરાબ આદતોથી દૂર રહેવું જોઈએ. આને કારણે સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે.