SMSથી થતાં સ્કેમથી બચવું હોય તો આ કોડ્સને સમજી લો, નહીં ફસાવું પડે સ્કેમર્સની જાળમાં!

આજકાલ ડિજિટલ વર્લ્ડમાં સ્કેમર્સ પણ ખૂબ જ સ્માર્ટ થઈ ગયા છે અને સ્કેમ કરવા માટે નવા નવા ઉપાયો શોધી લે છે. આવું જ એક માધ્યમ છે એસએમએસ. આપણને દિવસભરમાં બેંકના નામે, વિવિધ રિયલ એસ્ટેટ, એજન્સી કે સરકારી સંસ્થાઓના નામે ફોન પર મેસેજ આવતા હોય છે. આવા આ ઢગલો મેસેજમાંથી કયા મેસેજ સાચા છે, કયા સ્કેમર્સના છે એ જાણવું અઘરું છે. તમે લિંક્સ પર ક્લિક કરીને લોકો ફસાઈ જાવ છો તો આજે અમે અહીં કેટલીક એવી ટિપ્સ લઈને આવ્યા છીએ કે જેની મદદથી તમે સ્કેમર્સની જાળમાં ફસાવવાથી બચી શકો છો.
જો તમને સ્કેમર્સની જાળમાં ફસાવવાથી બચવું હશે અને કોઈ મુશ્કેલીમાં પડવાથી બચવું હોય તો અહીં જણાવવામાં આવેલા કેટલાક કોડ્સને સમજવાનો પ્રયાસ કરવો પડશે. દરેક એસએમએસ એક કોડ સાથે આવે છે જેના અંતમાં હોય છે. જેમ કે ટ્રાન્ઝેક્શન, બેંક કે બીજી સર્વિસ સાથે સંકળાયેલા એસએમએસ આવે છે એના અંતમાં એસ લખેલું હોય છે. અહીં એસનો અર્થ સર્વિસ એવો થાય છે.
વાત કરીએ સરકારી યોજના, સરકાર દ્વારા મોકલવામાં આવેલા એસએમએસ હોય તો તેના અંતમાં જી કોડ જોવા મળશે. અહીં જીનો અર્થ ગવર્નમેન્ટ એટલે કે સરકાર એવો થાય છે. ત્રીજો કોડ છે પી. જો પ્રમોશનલ એસએમએસના અંતમાં પી હોય છે. એવા એસએમએસ કે જે કોઈ સર્વિસ કે કંપનીના પ્રમોશન માટે મોકલવામાં આવે છે ત્યારે તેનો કોડ પી હોય છે.
જો તમારા ફોનમાં આવનારા કોઈ એસએમએસમાં કોડ્સ જોવા મળે તછે તો તમે સરળતાથી સમજી શકો છો કે એ મેસેજનો સંબંધ કોની સાથે છે કે કયા સંબંધિત આ મેસેજ છે. જો કોઈ આ તમામ કોડ સિવાય કોઈ મેસેજ આવે છે તો તેના બે જ કારણ છે એક તો એ કે તે મેસેજ પર્સનલ છે કે પછી તે કોઈ સ્કેમ હોઈ શકે છે.
આવા મેસેજ કોઈ ઈન્ડિવિઝ્યુઅલ પર્સન દ્વારા મોકલવામાં આવે છે અને આવા મેસેજમાં જો કોઈ લિંક છે તો તો એના પર ભૂલથી પણ ના ક્લિક કરો, કારણ કે આવા મેસેજ સ્કેમર્સના પણ હોઈ શકે છે. આવા એસએમએસમાં આપવામાં આવેલી લિંક પર ક્લિક કરીને તમે સ્કેમર્સના જાળમાં ફસાવવાથી બચી શકો છો.
આપણ વાંચો: SBI Credit Cardથી લઈને ચાંદી પર હોલમાર્કિંગ સહિત બદલાશે આ નિયમો, અત્યારે જ જાણી લો…