RBI Governorને મળે છે આટલો પગાર અને એની સાથે…
Reserve Bank Of Indiaએ તમામ બેંકોની હેડ બેંક છે. RBI દ્વારા બેંકિંગ સંબંધિત તમામ નિયમો, પોલિસી વગેરે નક્કી કરવામાં આવે છે આ RBIનો કારભાર ચલાવે છે Governor… આપણામાંથી ઘણા લોકોને એવો સવાલ થતો જ જશે આખરે ગવર્નરને તેમની આ નોકરી માટે કેટલો પગાર ચૂકવવામાં આવે છે? ચાલો આજે આપણે અહીં એ વિશે વાત કરીએ…
અત્યારે હાલમાં RBIના Governor Shaktikanta Das… તમને જણાવી દઈએ કે આરબીઆઈના ગવર્નરની નિયુક્તિ બેંક અધિનિયમ અનુસાર કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવે છે. તમામ ચલણી નોટ પર RBIના Governorના હસ્તાક્ષર જોવા મળે છે, અને ગવર્નરની જોબ એ એક હાઈ પ્રોફાઈલ જોબ છે.
શક્તિકાંતા દાસની વાત કરીએ તો શક્તિકાંતા દાસ એ મૂળ ઓડિસાના છે અને તેમણે ડીયુથી ઈતિહાસમાં માસ્ટર્સ કર્યું છે. હવે તમને પણ એકાદ વખત તો એવો સવાલ થાય એ સ્વાભાવિક છે કે આખરે જેને માથે આટલી મોટી જવાબદારી સોંપવામાં આવે છે એને આખરે આ કામ માટે કેટલો પગાર ચૂકવવામાં આવે છે, હેં ને? ચાલો આજે અમે તમને તમારા આ સવાલનો જવાબ આપીએ અને જણાવીએ RBIના Governor Shaktikanta Das ને ચૂકવવામાં આવતા પગાર વિશે…
તમારી જાણ માટે કે RBI Governorને એમના આ કામ માટે મહિને અઢી લાખ રૂપિયાનો પગાર ચૂકવવામાં આવે છે અને આ ઉપરાંત તેમને IAS ઓફિસરની જેમ રહેવા માટે ઘર, ડ્રાઈવર જેવી અન્ય સુવિધાઓ પણ પૂરી પાડવામાં આવે છે, તો આ છે RBI Governorને મળતી સુવિધાઓ અને એમને મહિને ચૂકવવામાં આવતા salaryની વિગતો…