સૈનિકો માટે બનેલા કપડાં ફેશન કેવી રીતે બની ગયા? તમારા ઘરે પણ…

નવી ફેશનઃ ફેશનમાં લોકો અત્યારે ગાંડા થયા છે. દરેક વસ્તુમાં હવે ફેશન આવી ગઈ છે. ખાસ કરીને કપડાની વાત કરવામાં આવે તો લોકોને રોજ નવી ફેશનના કપડા પહેરવા હોય છે. કપડાં પણ અવનવી ફેશનો આવી છે. પરંતુ અત્યારે આર્મી યુનિફોર્મ ખૂબ જ ટ્રેન્ડમાં ચાલી રહ્યો છે. તેમાં પછી ભલે કાર્ગો હોય કે આર્મી પ્રિન્ટ શર્ટ.. લોકોને આવી ઘણી વસ્તુઓ અને કપડાં પહેરવાનું ગમે છે. તમે પણ કોઈને આર્મી ડ્રેસ જેવો પ્રિન્ટેડ T-શર્ટ પહેરેલો જોયો હશે. આમ તો ફેશન રોજ બદલાય છે પરંતુ આર્મી શર્ટ અને કાર્ગો ખૂબ જ ટ્રેન્ડમાં છે. ચાલો તો તેમને આ ફેશન વિશે જણાવીએ…
બોમ્બર જેકેટ
જ્યારે પ્રથમ વિશ્વયુદ્ધ થયું, ત્યારે વિમાનોમાં બંધ કોકપીટ નહોતી અને પાઇલટ્સને ગરમ રાખવા માટે ગરમ અને ટકાઉ જેકેટની જરૂર હતી, તેથી બોમ્બર જેકેટ બનાવવામાં આવ્યું. તે યુએસ એવિએશન ક્લોથિંગ બોર્ડ દ્વારા પ્રથમ વિશ્વયુદ્ધના પાઇલટ્સ માટે બનાવવામાં આવ્યું હતું. આ જેકેટ પાઇલટ્સને ગરમ રાખવા માટે ડિઝાઇન કરાયેલું પહેલું ફ્લાઇટ જેકેટ હતું. આજે, આ જેકેટમાં કેઝ્યુઅલ અને કૂલનું મિશ્રણ તેને પુરુષો અને સ્ત્રીઓમાં ફેશનનો એક ભાગ બની ગયો છે.
આ પણ વાંચો: આરોગ્યની દૃષ્ટિએ… આ ઋતુમાં કેવી ફેશન અપનાવશો?
કાર્ગો પેન્ટ
બ્રિટિશ આર્મીએ 1930 ના દાયકાના યુદ્ધ પોશાકના સ્વરૂપ તરીકે કાર્ગો પેન્ટની શરૂઆત કરી હતી. જેમાં જાંઘની બાજુઓ પર ખિસ્સા અને આગળના હિપ પર ખિસ્સા હતા. કાર્ગો પેન્ટ્સ ટૂંક સમયમાં જ યુએસ સૈન્ય દ્વારા અપનાવવામાં આવ્યા હતા અને 1990 ના દાયકા સુધીમાં તે ફેશન સ્ટેટમેન્ટ બની ગયા હતા. અત્યારે કાર્ગો પેન્ટની ફેશન ખૂબ જ ટ્રેન્ડમાં ચાલી રહી છે.
કાર્ડિગન
આ કાર્ડિગનનું નામ બ્રિટિશ આર્મીના મેજર જનરલ જેમ્સ બ્રુડેનેલ, કાર્ડિગનના 7મા અર્લના નામ પરથી રાખવામાં આવ્યું હતું. તેનો સૌપ્રથમ ઉપયોગ બ્રિટિશ સેના દ્વારા 1850ના દાયકામાં ક્રિમિઅન યુદ્ધ દરમિયાન કરવામાં આવ્યો હતો. આ પછી કાર્ડિગન બ્રિટનમાં ક્લાસિક ફેશન સ્ટેટમેન્ટ બની ગયું. મોટા ભાગે કાર્ડિગનને કોલરવાળા શર્ટ ઉપર પહેરવામાં આવે છે. 20મી સદીમાં, તે પુરુષો અને સ્ત્રીઓ બંનેના કપડાનો એક ભાગ બન્યું, જેને અમેરિકન ફેશન આઇકોન્સ દ્વારા લોકપ્રિય બનાવવામાં આવ્યું. અત્યારે પણ લોકોને ફેશનના ભાગ રૂપે પહેરતા જોવા મળે છે.
ટી-શર્ટ
અત્યારે યુવાનોને ફેશનમાં ટી-શર્ટ ખૂબ જ પસંદ આવે છે, ભાગ્યે જ કોઈ હશે જેને ટી-સર્ટ ના પસંદ હોય! પ્રથમ ટી-શર્ટ પ્રોટોટાઇપ સૌપ્રથમ યુએસ નેવી દ્વારા અંડરશર્ટ તરીકે પહેરવામાં આવ્યો હતો. 1950ના દાયકા સુધીમાં તે પોપ કલ્ચરનો એક ભાગ બની ગયું અને પછી તો તેને રોજ ઉપયોગ થયા વાગ્યો અને લોકો ટી-શર્ટને આરામદાયક પોશાક તરીકે પણ પહેરવા લાગ્યાં. આજે પણ મોટાભાગના લોકો ટી-શર્ટ પહેરવાનું પહેલા પસંદ કરે છે.
ટ્રેન્ચ કોટ
ટ્રેન્ચ કોટ સૌપ્રથમ ઉપયોગ બ્રિટિશ આર્મી દ્વારા પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન કરવામાં આવ્યો હતો. પાણી પ્રતિરોધક અને વજનમાં હલકું હોવાથી સૈનિકોને ઘણું ફાયદાકારક રહ્યું હતું. . તેને ઉપયોગ શિયાળાની ઠંડીથી રક્ષણ મેળવવાને બદલે વિન્ડબ્રેકર અથવા રેઈન જેકેટ તરીકે પહેરવામાં આવતો હતો. તે અધિકારીઓ અને વોરંટ અધિકારીઓના વર્ગ દ્વારા પહેરવામાં આવતું હતું.
મૂળ રીતે આ કપડાની શોધ સૈનિકો માટે અને યુદ્ધમાં વપરાય તેના માટે કરવામાં આવી હતી. પરંતુ આ ફેશનનો એક ભાગ બની ગયું છે. એક તો ફેશન ચાલી રહી છે, લોકો કપડાના નામે માત્ર ટુકડા પહેરીને ફરે છે. પહેલા ફાટેલા કપડા પહેરતા લોકોને શરમ આવતી હતી અને હવે તેની ફેશન આવી ગઈ છે. આ ફેશન હજી પણ નવી રીતે વિકસિત થઈ રહી છે.