જિન્સ કેટલી વખત ધોવી જોઈએ? જાણીતી બ્રાન્ડના સીઈઓએ આપ્યો સાચો જવાબ…

આજકાલના સમયમાં જિન્સનો ઉપયોગ ખૂબ જ કોમન થઈ ગયો છે અને મોટાભાગના લોકો દરરોજ જિન્સ પહેરવાનું પસંદ કરે છે. પરંતુ શું તમને ખબર છે કે આ જિન્સ કેટલા સમયમાં ધોવી જોઈએ? 99 ટકા લોકોને આનો સાચો જવાબ નથી ખબર. પરંતુ એક જિન્સ બનાવતી જાણીતી બ્રાન્ડના સીઈઓએ આ સવાલનો જવાબ આપ્યો છે. ચાલો જોઈએ શું કહે છે આ સીઈઓ-
એક નવી પેન્ટ કેટલા સમયમાં ધોવી જોઈએ એને લઈને દરેકની પોતાની અલગ અલગ રાય છે. પરંતુ કેટલાક લોકોને આદત હોય છે કે તેઓ જિન્સ પહેરીને પહેલી જ વખતમાં તેને ધોવામાં નાખી દે છે તો વળી કેટલાક લોકો આ જિન્સને 3-4 વખત પહેરીને બાદમાં ધોવામાં નાખવાની સલાહ આપે છે.
આ પણ વાંચો: આ છે દુનિયાનું સૌથી મોંઘુ ટોઈલેટ, બનાવવા માટે કરાયો છે અબજોનો ખર્ચ…
લોકોને સતાવી રહેલાં આ સવાલનો જવાબ જાણીતી જિન્સ બનાવતી બ્રાન્ડના સીઈઓ મિશેલ ગાસ દ્વારા આપવામાં આવ્યો છે. એક ઈન્ટરવ્યુમાં આ સવાલનો જવાબ આપતા મિશેલે જણાવ્યું હતું કે જિન્સને વારંવાર ધોવાની જરૂર નથી. તેમણે જણાવ્યું હતું કે તેઓ હવે પોતાની જિન્સ પહેલાંની સરખામણીએ ખૂબ જ ઓછી ધોવા નાખે છે. આ સાથે જ તેમણે એવી પણ સલાહ આપી હતી કે જિન્સને ક્યારેય ડ્રાયરમાં ધોવા ના નાખવી જોઈએ, એને કેરણે તેની ક્વોલિટી અને ફિટિંગ પર પણ અસર જોવા મળે છે.
આ પણ વાંચો: ફોનમાં બંધ કરી દો આ સેટિંગ અને જુઓ જાદુ, મૂડ તો સુધરશે અને સાથે મગજ પણ…
અત્રે ઉલ્લેખનીય છે કે આ જ બ્રાન્ડના ભૂતપૂર્વ સીઈઓ ચાર્લ્સ બર્ઘે પણ પહેલાં જણાવ્યું હતું કે તેમણે પોતાની જિન્સને 10 વર્ષથી નથી ધોઈ. આ સિવાય તેમણે એવું પણ જણાવ્યું હતું કે તેઓ ક્યારેય પોતાની જિન્સ વોશિંગ મશીનમાં ધોવા નથી નાખતા. તેમનું એવું કહેવું હતું કે જિન્સ ધોવામાં ખૂબ પાણી વેડફાય છે એટલે સ્પોટ ક્લિનિંગ પર ભરોસો કરવું જ હિતાવહ છે.
નિષ્ણાતોના જણાવ્યા અનુસાર જો જિન્સને લાંબો સમય સુધી ના ધોવામાં આવે તો તેમાં બેક્ટેરિયા અને ફંગસ જોવા મળી શકે છે. આને કારણે સ્કીન પર રેશેઝ અને ખંજવાળ આવી શકે છે. એમાં પણ ખાસ કરીને ઉનાળામાં સ્કિન પર લાલ રેશેઝ થઈ શકે છે. આ એક મિથ છે કે જિન્સ ઝડપથી ગંદી નથી થતી અને ધોયા વિના દિવસો સુધી પહેરી શકાય છે.