શું તમને પણ વારંવાર ચા પીવાનું મન થાય છે, શું છે આ પાછળનું કારણ? જાણશો તો…

શું તમને પણ વારંવાર ચા પીવાનું મન થાય છે, શું છે આ પાછળનું કારણ? જાણશો તો…

આપણે ત્યાં મોટાભાગની સમસ્યાનું સમાધાન છે ચા… લોકોને ચા પીવાનું એટલું બધું પસંદ છે કે નહીં પૂછો વાત 80 ટકા લોકોને દરરોજ ચા પીવાનું ગમે છે અને આ લોકોને જો સમયસર ચા ના મળે તો તેમને માથું દુઃખવા લાગે છે. પરંતુ શું તમને પણ દિવસના સમયે વારંવાર ચા પીવાનું મન થાય છે કે તલબ લાગે છે? જો આ સવાલનો જવાબ હામાં છે તો તમારે આ સ્ટોરી ખાસ વાંચવી જોઈએ. એટલું જ નહીં અહીં તમને એ પણ જાણવા મળશે કે દિવસમાં કેટલા કપ ચા પીવી જોઈએ? ચાલો જોઈએ-

વારંવાર ચા પીવી નોમર્લ કે ગંભીર સમસ્યા…
મુંબઈના એક જાણીતા ડોક્ટરે આ વિશે વાત કરતાં જણાવ્યું હતું કે સામાન્યપણે જ્યારે તમે દિવસના કોઈ એક ચોક્કસ સમયે ચા પીવો છો અને બીજા દિવસે જ્યારે તમને એ સમય પર ચા ના મળે તો તમને એની કમી મહેસૂસ થાય છે. તમને એ જ સમયે ચા પીવાની તલબ લાગશે. મોટાભાગે તો આ એક સાઈકોલોજિકલ ટર્મ્સ છે, અને કોઈ ગંભીર સમસ્યા નથી.

આવું કેમ થાય છે?
આવી પરિસ્થિતિમાં જે તે વ્યક્તિના મગજમાં એ જ વિચારો ચાલતા હશે કે તેને ચા ખૂબ જ પસંદ છે અને એના ટાઈમ પર ચા મળવી જ જોઈએ, એટલે મગજ ચા વિશે જ વિચારો કરે છે. જ્યારે તમારું મગજ કોઈ એક વસ્તુ, ડિશ કે વ્યક્તિ વિશે વધારે પડતો વિચાર કરે છે તો તમને એ જ વસ્તુ ખાવાની કે વ્યક્તિને વારંવાર મળવાની ઈચ્છા થયા રાખશે, એવું તેમણે વધુમાં ઉમેર્યું હતું.

દિવસમાં કેટલા કપ ચા પી શકાય?
જોકે, આ એક સાઈકોલોજિકલ બાબત છે એવું માનીને વધારે પડતી ચા પીવાનું શરુ ના કરી દેવું જોઈએ. જો તમને વધારે પડતી ચા પીવાનું મન થતું હોય તો તેને કન્ટ્રોલ કરવું ખૂબ જ જરૂરી છે. તમે વધારે પડતી ચા કે કોફીનું સેવન કરી રહ્યા છો તો લાંબેગાળે તમને એનાથી નુકસાન થઈ શકે છે. એસિડિટી, છાતીમાં બળતરા, ગેસ્ટ્રાઈટિસ જેવી સમસ્યા સતાવી શકે છે. આખા દિવસમાં બેથી ત્રણ કપ ચા પીવું જ હિતાવહ છે.

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિની વિવિધ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button