ક્યુટ અને અડોરેબલ લાગતા હાથી કેટલા વર્ષ જીવે છે?જવાબ જાણીને ચોંકી ઉઠશો…

આ દુનિયામાં જાત-જાતના પ્રાણીઓ, જીવ-જંતુઓ અને વનસ્પતિ જોવા મળે છે અને તેમની અલગ અલગ ખાસિયત હોય છે. આમાંથી કેટલાક જીવ-જંતુઓ કદમાં નાના પણ ખૂબ જ જોખમી હોય છે તો કેટલાક પ્રાણીઓ વિશાળકાય તેમ છતાં પણ એટલા હાર્મલેસ હોય છે. દરેક પ્રજાતિના પ્રાણ-પશુ-પંખીઓની એક આવરદા હોય છે. આજે આપણે અહીં વાત કરીશું હાથી કેટલા વર્ષ સુધી જીવે છે એની. શું તમને ખબર છે કે કદમાં વિશાળકાય એવો હાથી કેટલું જીવે છે? ચાલો તમને આ વિશે જણાવીએ-
હાથી જોવામાં એકદમ વિશાળકાય હોય છે અને તેની હાજરીથી પણ કેટલાક લોકો ડરી જાય છે. પરંતુ આ હાથીને જ્યાં તમે ના છંછેડો ત્યાં સુધી તે પોતાની જ મસ્તીમાં મસ્ત હોય છે. હાથી ખૂબ જ શક્તિશાળી હોય છે અને હાથીને લઈને લોકોના મનમાં સવાલો પણ ઘણા હોય છે એમાંથી જ એમ એટલે હાથીનું આયુષ્ય કેટલું હોય છે?
આ પણ વાંચો : હાથીઓની સૌથી વધુ વસતિ કયા દેશમાં? જાણો ભારત કયા સ્થાને છે આ યાદીમાં?
હાથીઓની સરેરાશ આવરદા
જો તમને પણ આ સવાલ સતાવતો હોય કે આખરે હાથી કેટલા વર્ષ જીવે છે તો આજે તમને આ સ્ટોરીમાં આ સવાલનો જવાબ મળી જશે. તમારી જાણકારી માટે કે હાથી સામાન્યપણે 60થી વર્ષ સુધી જીવી શકે છે. જોકે, હાથીની સરેરાશ ઉંમર ભૌગોલિક પરિસ્થિતિ પર પણ આધાર રાખે છે. આફ્રિકન હાથી 60થી 70 વર્ષની હોય છે જયારે એશિયન હાથી 70થી 80 વર્ષ સુધી જીવે છે.
દુનિયાનું સૌથી લાંબુ જીવેલી હાથિણી
વાત કરીએ દુનિયાના સૌથી લાંબું જીવનાર હાથી વિશે તો તે એક માદા હતી. વત્સલા નામની હાથિણી 100 વર્ષ જીવી હતી અને આ જ વર્ષે જૂન મહિનામાં તેનું નિધન થયું હતું. આ હાથિણી ભારતના પન્ના ટાઈગર રિઝર્વમાં રહેતી હતી. સોશિયલ મીડિયા પર આ હાથિણીના નિધન બાદ તેના વીડિયો અને ફોટો ખૂબ જ વાઈરલ થયા હતા.
એક સમયે એક જ બચ્ચાને આપે છે જન્મ
હાથીઓની વસતીમાં સતત ઘટાડો થઈ રહ્યો છે જેના માટે અકસ્માત અને હ્યુમન ક્લેશ જેવા પ્રમુખ કારણો જવાબદાર છે. આ સિવાય બાકીના પ્રાણીઓની જેમ હાથિણી એક સમયે એક જ બચ્ચાને જન્મ આપે છે અને તેની ગર્ભાવસ્થા પણ લાંબા સમય સુધી ચાલે છે. રિપોર્ટ અનુસાર હાથિણી 24 મહિના બાદ બચ્ચાને જન્મ આપે છે.
આ પણ વાંચો : ઇન્દિરા ગાંધીને માળા પહેરાવનાર ઈન્દોરનો હાથી ‘મોતી’ વિવાદમાં: ગુજરાતના ‘વનતારા’માં મોકલવા સામે વિરોધ
મળી ગયો ને તમને તમારા સવાલનો જવાબ? આ માહિતી તમારા મિત્રો કે પરિવારના સભ્યો સાથે શેર કરીને તેમના જનરલ નોલેજમાં ચોક્કસ વધારો કરજો હં ને? આવી જ બીજી માહિતી જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો…