સ્પેશિયલ ફિચર્સ

પાસવર્ડ કઈ રીતે લીક થાય છે? જાણો આખી ABCD…

આજના ડિજિટલ યુગમાં પાસવર્ડ એ આપણા માટે એક ઢાલનું કામ કરે છે, પરંતુ જો આ ઢાલ નબળી પડી જાય તો આપણમા માટે મુશ્કેલીનું કારણ બની શકે છે. પાસવર્ડ હેક કરીને હેકર્સ તમારી પર્સનલ ઈન્ફોર્મેશન જેવી કે બેંક ડિટેઈલ્સ, સોશિયલ મીડિયા એકાઉન્ટ સુધી પહોંચી શકે છે.

હવે આપણા એકાઉન્ટના પાસવર્ડ્સ કોઈને ના આપવા જોઈએ એટલી સાદી અને સરળ સમજતો આપણા બધામાં હોય છે, તો પછી આખરે આ પાસવર્ડ્સ લીક કઈ રીતે થાય છે? આજે આપણે અહીં જાણીશું કે આખરે આ પાસવર્ડ્સ લીક થાય છે કઈ રીતે-

આપણ વાંચો: સુખનો પાસવર્ડ : આ હાથવગું સાધન માનવ સંબંધમાં ઊભી તિરાડ પાડી રહ્યું છે…

ફિશિંગ લિંક છે પહેલી પસંદ

પાસવર્ડ્સ લીક થવા માટે ફિશિંગ લિંક હેકર્સની પહેલી પસંદ છે. હેકર્સ તમને બનાવટી ઈમેલ કે વેબસાઈટ મોકલાવીને યુઝર્સને લલચાવે છે અને આ સાઈટ પર તેમનો પાસવર્ડ ફીલ કરાવડાવે છે. આ વેબસાઈટ દેખાવમાં એકદમ રિયલ વેબસાઈટ જેવી જ હોય છે.

કી લોગિંગ સોફ્ટવેર

ફિશિંગ લિંક સિવાય કી લોગિંગ સોફ્ટવેરથી પણ સ્કેમર્સ તમારા પાસવર્ડ્સ ચોરી લે છે. આમાં કેટલાક માલવેયર તમારા ડિવાઈઝ પર ઈન્સ્ટોલ કરવામાં આવે છે અને તે કી બોર્ડની તમામ પ્રેસને રેકોર્ડ કરે છે, જેને કારણે હેકર્સને ખૂબ સરળતાથી તમારું પાસવર્ડ મળી જાય છે.

આપણ વાંચો: સુખનો પાસવર્ડ : બધાને બધું જણાવી દેવાનું આ ઝનૂન શા માટે?

બ્રુટ ફોર્સ એટેક, માઈન્ડ ગેમ

હેકર્સ પણ હવે ખૂબ જ સ્માર્ટ થઈ ગયા છે અને તેઓ પણ વારંવાર અલગ અલગ પાસવર્ડ્સને મિક્સ મેચ કરીને એક સાચા પાસવર્ડનું અનુમાન લગાવે છે. આ મેથડ ત્યારે વધારે કામની સાબિત થાય છે જ્યારે તમારું પાસવર્ડ ખૂબ જ નબળું કે કોમન કહી શકાય એવું હોય.

પબ્લિક વાઈ-ફાઈ એક ટ્રેપ

ઓપન કે પબ્લિક વાઈફાઈનો ઉપયોગ પણ તમારા માટે મુશ્કેલીનું કારણ બની શકે છે. આજકાલ લોકોને ફ્રીની વસ્તુમાં વધારે રસ હોય છે એટલે જ જ્યાં પણ મોકો મળે ત્યાં ફ્રી વાઈફાઈ એક્સેસ કરી લઈએ છીએ. પરંતુ હેકર્સ ફ્રી વાઈફાઈની મદદથી પણ તમારા પાસવર્ડ્સ ચોરી શકે છે.

આપણ વાંચો: સુખનો પાસવર્ડ -ઃ જાત પર વિશ્વાસ છે તો આખી દુનિયાની સલાહ સામે મક્કમ રહો !

ડેટા બ્રીચ એક તીરથી અનેક શિકાર

અનેક વખત આપણે સાંભળ્યું હશે કે મોટી મોટી કંપનીઓ કે વેબસાઈટનો ડેટા લીક થઈ જાય છે, જેને ડેટા બ્રીચ કહેવામાં આવે છે. આવા ડેટા બ્રીચમાં હેકર્સને એક સાથે અનેક ઈમેલઆઈડી અને પાસવર્ડ્સ મળી જાય છે.

સોશિયલ એન્જિનિયરિંગ

હેકર્સ તમારી સોશિયલ મીડિયા પ્રોફાઈલ જોઈને પણ તમારી લાઈફ સંબંધિત બેઝિક માહિતી જેવી કે બર્થડે, પાળેલા પ્રાણીનું નામ, તમારું નિક નેમ વગેરેનો અંદાજ લગાવે છે અને તેના કોમ્બિનેશન કરીને પાસવર્ડ્સ તરીકે અજમાવે છે.

આ મુસીબતથી કઈ રીતે બચશો?

જો તમે પણ તમારો પાસવર્ડ લીક થતાં કે હેકર્સના નિશાના પર આવતા બચાવવા માગતા હોવ તો નીચે આપેલી ટિપ્સને ફોલો કરો.

⦁ મજબૂત, યુનિક પાસવર્ડ રાખો અને દરેક આઈડી માટે અલગ પાસવર્ડ બનાવો
⦁ ટુફેક્ટર ઓથેન્ટિકેશન ઓન કરી દો
⦁ અજાણી લિંક પર ક્લિક કરતાં બચો
⦁ પબ્લિક વાઈ-ફાઈ પરથી લોગ ઈન ના કરો
⦁ સમય સમય પર પાસવર્ડ બદલાવો

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિની વિવિધ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.
Back to top button