શિયાળામાં ICE BATH ચેલેન્જ કેટલી ફાયદાકારક? Experts શું કહે છે…
જે રીતે આપણે આપણા આરોગ્યનું ખાસ ધ્યાન રાખીએ છીએ એ જ રીતે પર્સનલ હાઈજિન માટે દરરોજ સ્નાન કરવું પણ એટલું જ જરૂરી છે. પણ વાત કરીએ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલા અને ટ્રેન્ડિંગ ટ્રેન્ડ ICE BATHની તો તમારા-મારા જેવા લોકોની સાથે સાથે જ સેલિબ્રિટી પણ આ ટ્રેન્ડથી બચી શક્યા નથી.
છેલ્લાં કેટલાક સમયથી સેલિબ્રિટિઝથી લઈને નોર્મલ લોકોમાં ICE BATHનો ક્રેઝ વધતો જોવા મળી રહ્યો છે અને લેડી ગાગા, જેક ડોર્સી અને ડેવિડ બેકહમ સહિતની અનેક મોટી મોટી હસ્તીઓએ આ ચેલેન્જ એક્સેપ્ટ કરી હતી. પરંતુ આરોગ્ય માટે માટે આ ICE BATH કેટલું યોગ્ય છે એનો વિચાર કર્યો છે ક્યારેય? નહીં ને? આજે અમે અહીં તમને આ ICE BATHથી હેલ્થને થઈ રહેલાં ફાયદા અને શિયાળમાં ICE BATH લેવાથી થતા નુકસાન વિશે જણાવવા જઈ રહ્યા છીએ.
નિષ્ણાતોની વાત માનીએ તો ICE BATH લેવાના અનેક ફાયદાઓ છે, પણ શિયાળાના દિવસોમાં આવું કરવાનું થોડું જોખમી પણ સાબિત થઈ શકે છે. ICE BATH એટલે માણસ એવા પાણીથી સ્નાન કરે છે જેનું તાપમાન 10-15 ડિગ્રીની આસપાસ હોય છે અને આવા પાણીમાં 10 મિનીટ સુધી રહેવું પડે છે. ટૂંકમાં બરફવાળા પાણીનાં ટબમાં શાંતિથી બેસી રહેવાનું હોય છે.
ICE BATH શું છે એ જાણી લીધા બાદ આગળ વધીએ અને વાત કરીએ કે આખરે કોણ આ ICE BATH લઈ શકે છે એની તો જે લોકો શારીરિક રીતે એકદમ સક્રિય છે એટલે કે બોડી બિલ્ડર કે પછી એથલિટ છે એવા લોકો મસલ પેઈન અને ટિશ્યૂને રાહત મેળવવા માટે ICE BATH લઈ શકે છે. ICE BATHને કારણે ટિશ્યૂ અને મસલ્સનાં સોજા, દુખાવો અને રેશિઝમાં રાહત મળે છે. એટલું જ નહીં પણ એને કારણે ઊંઘ પણ સારી આવે છે.
ડોક્ટર્સ દ્વારા કરવામાં આવેલી ભલામણ મુજબ શિયાળામાં આઈસ બાથ ચેલેન્જ લેવાનું જોખમી સાબિત થઈ શકે છે. શિયાળામાં શરીરને વધારે પડતા ઠંડા પાણીનાં સંપર્કમાં લાવવાને કારણે હાઈપોથર્મિયા થઈ શકે છે. એટલું જ નહીં પણ અચાનક ઠંડા પાણીથી નહાવાને કારણે હાર્ટ પર પણ ખરાબ તેની ખરાબ અસર જોવા મળે છે. શિયાળામાં આ પ્રકારની ચેલેન્જ લેવી એ કોઈ બહાદૂરી નહીં પણ મુર્ખામીવાળું કામ છે. ICE BATH ચેલેન્જ લેતાં પહેલાં કોઈ હેલ્થ એક્સપર્ટની સલાહ પણ લઈ લેવી ખૂબ જ આવશ્યક છે.