ગુરુ અને શનિ બદલશે ચાલ, ત્રણ રાશિના જાતકો માટે શરૂ થશે Golden Period… | મુંબઈ સમાચાર

ગુરુ અને શનિ બદલશે ચાલ, ત્રણ રાશિના જાતકો માટે શરૂ થશે Golden Period…

વૈદિક જ્યોતિષશાસ્ત્રમાં દરેક ગ્રહ વિશે વિસ્તારથી માહિતી આપવામાં આવી છે અને દરેક ગ્રહ એક ચોક્કસ સમયે ગોચર કરે છે અને એની અસર તમામ રાશિના જાતકો માટે લાભદાયી સાબિદ થાય છે. આ વર્ષે દેવ દિવાળી 15 નવેમ્બરના રોજ છે. આ દિવસે કર્મફળના દાતા શનિદેવ માર્ગી થઈ રહ્યા છે અને ગુરુ ગ્રહ વક્રી અવસ્થામાં ગોચર કરશે. આ બંને મહત્ત્વના ગ્રહના ગોચરને કારણે તમામ રાશિના જાતકો માટે લાભદાયી રહેશે. આ સાથે જ આ રાશિના જાતકોની કરિયર અને વેપારમાં ખુબ પ્રગતિ થઈ શકે છે, ચાલો જાણીએ કઈ છે આ ભાગ્યશાળી રાશિઓ-

મેષઃ

મેષ રાશિના જાતકો શનિ અને ગુરુની ચાલમાં ફેરફાર લાભદાયી સાબિત થઈ રહ્યો છે. આ રાશિના જાતકો માટે આકસ્મિક ધનલાભ થઈ શકે છે. આ સમયગાળામાં તમને આવકના નવા નવા સોર્સ બની શકે છે. જે લોકો ઘણા સમયથી નોકરીમાં પ્રગતિની રાહ જોતા હતા તેમને પણ આ મહિને આગળ વધવાની તક મળશે. આ સમય દરમિયાન તમને સમયાંતરે આકસ્મિક ધનલાભ થઈ શકે છે. રોકાણથી લાભ થવાના યોગ છે.

વૃષભઃ

From August 19, the fate of the people of this zodiac sign will be reversed, see if your zodiac sign is also right?

વૃષભ રાશિના જાતકો માટે ગુરુ અને શનિની બદલાયેલી ચાલ અનુકૂળ પરિણામો લઈને આવી રહી છે. વેપાર-ધંધામાં પ્રગતિ થશે. વેપારીઓને સારો એવો લાભ થઈ રહ્યો છે. નોકરી શોધી રહેલાં લોકોને સારી એવી નોકરી મળી રહી છે. વેપારીઓને સારો એવો ધનલાભ થઈ શકે છે. જો તમારો કારોબાર, ઓઈલ, પેટ્રોલ, ખનિજ, લોઢું કે કાળી વસ્તુઓ સંલગ્ન હોય તો તમને સારો એવો લાભ થઈ શકે છે. કામના સ્થળે કોઈ નવી જવાબદારી સોંપવામાં આવી શકે છે.

આ પણ વાંચો :આજનું રાશિફળ (11-11-24): મિથુન, સિંહ અને ધન રાશિના જાતકોને આજે મળશે ધારી સફળતા…

કર્કઃ

Kark

કર્ક રાશિના જાતકો માટે શનિ અને ગુરુની બદલાઈ રહેલી ચાલ લાભદાયી સાબિત થશે. આ સમયગાળામાં માનસિક તાણમાંથી છુટકારો મળશે. આ સમયગાળા દરમિયાન લાંબા સમયથી અટકી પડેલાં કામ પૂરા થઈ રહ્યા છે. પરિવારના સમય સાથે મોજ-મસ્તીમાં વિતાવશો. લાંબા સમયથી અધૂરી રહેલી કોઈ પૂરી થશે. વિચારેલી બધી યોજનાઓ સફળ થશે. વેપારમાં કમાણી માટે સારી એવી તકો મળશે. તમારા ધનભંડારમાં વધારો થશે અને ભાગ્યનો પૂરેપૂરો સાથ મળશે.

સંબંધિત લેખો

Back to top button