2023નો દશેરા બની રહ્યો છે આ રાશિના લોકો માટે દમદાર, એક સાથે બની રહ્યા છે આટલા યોગ…

જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ 2023નું વર્ષ ખુબ જ મહત્વનું છે, કારણ કે આ વર્ષે અનેક મોટાઓટ ગ્રહો હિલચાલ કરી રહ્યા છે અને દુર્લભ યોગ બનાવી રહ્યા છે. આજે આપણે અહીં વાત કરીશું દશેરા પર બની રહેલા ખાસ યોગ વિશે.
પરંતુ એ પહેલાં તમને જણાવી દઇએ કે આ વર્ષે વિજયાદશમીનો પર્વ ખુબ ખાસ બનવાનો છે, કારણ કે આ વર્ષે એક બાજુ પંચકમાં દશેરા આવી રહ્યો છે તો બીજી બાજુ દુર્લભ યોગ પણ બની રહ્યો છે.
આ દિવસે શનિ પોતાની રાશિ કુંભમાં બિરાજમાન છે. જ્યાં તેઓ શશ રાજયોગનું નિર્માણ કરી રહ્યા છે એની સાથે સાથે જ ગુરુ અને શુક્ર એકબીજાની સામસામે હશે. સમસપ્તક યોગની દ્રષ્ટિએ જોઈએ તો ધનયોગ બની રહ્યો છે અને એની સાથે સાથે જ તુલા રાશિમાં સૂર્ય અને બુધની યુતિ પણ બની રહી છે, જેનાથી બુધાદિત્ય રાજયોગનું નિર્માણ થવા જઈ રહ્યું છે.
એક સાથે આટલા બધા શુભ યોગનું નિર્માણ થવાથી અમુક રાશિના જાતકોને વિશેષ લાભ થઈ રહ્યો છે. ચાલો વધુ વિલંબ કર્યા વિના જાણીએ કે કઈ છે આ ભાગ્યશાળી રાશિઓ કે જેના માટે આ દશેરા દમદાર બનવા જઈ રહ્યો છે…
કર્ક: કર્ક રાશિના જાતકોને દશેરા પર બની રહેલા આટલા બધા શુભ યોગને કારણે વિશેષ લાભ થઈ રહ્યો છે. બિઝનેસમાં રોકાણ સતત નફા સાથે ફાયદાકારક સાબિત થઈ રહ્યો છે. લાંબા સમયથી અટકી પડેલાં કામ પૂર્ણ થતા રાહત અનુભવાય. આ સાથે સાથે જ વેપારીઓને સારો નફો મળવાની પુરી તકો છે. સમાજમાં માન-સન્માનમાં વૃદ્ધિ થવા જઈ રહી છે. પદ અને પ્રતિષ્ઠામાં પણ વધારો થઈ રહ્યો છે. આ સાથે સાથે જ તમે તમારા પરિવાર પણ સાથે ક્વોલિટી ટાઇમ પસાર કરશો.
તુલા: આ રાશિના લોકો માટે બુધાદિત્ય યોગ અઢળક લાભ કરાવી રહ્યો છે, કારણ કે આ યોગ તુલા રાશિમાં જ બની રહ્યો છે. આ ઉપરાંત આ રાશિના લોકોને શશ અને ધન યોગના પણ શુભ ફળ મળી રહ્યા છે. આ સમયગાળા દરમિયાન આર્થિક સ્થિતિ મજબૂત બની રહી છે. આ સાથે સાથે જ બચત કરવામાં પણ તમને સફળતા મળી શકે છે. નોકરિયાતવર્ગ માટે પણ આ સમય લાભદાયી સાબિત થવાનો છે. સ્વાસ્થ્ય પણ સારું રહેશે. લાંબા સમયથી ચાલતા રોગોમાં પણ સુધારો દેખાવા લાગશે. લગ્નજીવનમાં પણ ખુશીઓનું આગમન થઈ રહ્યું છે.
કુંભઃ અગાઉ કહ્યું એમ કુંભ રાશિમાં પહેલાંથી જ શનિની હાજરી છે. આ સિવાય દશેરાના દિવસે અન્ય દુર્લભ યોગો બનવાને કારણે આ રાશિના લોકોને પણ વિશેષ લાભ મળી શકે છે. ભાગ્યનો પૂરેપૂરો સાથ મળી રહ્યો છે. લાંબા સમયથી અટકી પડેલાં કામ પૂરા થવાથી તમને દેવામાંથી પણ મુક્તિ મળી રહી છે. નાણાકીય સ્થિતિ વધુ મજબૂત બની રહી છે. આવકના નવા નવા સ્ત્રોત ઉભા થઈ રહ્યા છે, જેના કારણે તમે વધુ ને વધુ પૈસા કમાઈ શકશો. નોકરી બદલવા માંગતા કે શોધી રહેલાં લોકોને પણ સારા સમાચાર સાંભળવા મળી શકે છે.