આ જાણીતા બિઝનેસમેનના ઘરની બહાર ફરતાં દેખાયા બે ખૂંખાર પ્રાણીઓ અને…
દેશના જાણીતા ઉદ્યોગપતિ અને આરપીજી એન્ટરપ્રાઈઝેસના ચેરમેન હર્ષ ગોએન્કા (Harsh Goenka)એ પોતાના એક્સ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે અને આ વીડિયોમાં ઉદ્યોગપતિના ઘરની બહાર દીપડો (Leopard) અને બ્લેક પેન્થર (Black Panthor) ફરતા જોવા મળ્યા હતા. આ બંને જંગલી પ્રાણીઓ ઉદ્યોગપતિના કુન્નૂર સ્થિત ઘરની બહાર જોવા મળ્યા હતા. સોશિયલ મીડિયા પર આ વીડિયો ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે. ઉદ્યોગપતિએ આ વીડિયોની સાથે આપેલી કેપ્શન એકદમ કેચી છે. આવો જોઈએ શું લખ્યું છે ઉદ્યોગપતિએ-
ઉદ્યોગપતિ હર્ષ ગોએન્કાએ સોશિયલ મીડિયા પર સીસીટીવી ફૂટેજની વીડિયો ક્લિપ શેર કરી છે. આ ઘટના 30મી જુલાઈના સાંજની છે અને આ વીડિયોમાં દીપડો અને બ્લેક પેન્થર આરામથી ટહેલતા જોવા મળી રહ્યા છે. આ વીડિયો શેર કરીને ગોએન્કાએ લખ્યું છે કે યાદ અપાવી દઈએ કે આપણે તેમના વિસ્તારમાં મહેમાન છીએ. આ સાથે તેમણે રિસ્પેક્ટ નેચર હેશટેગ પણ યુઝ કર્યું છે.
આ પણ વાંચો : જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીની લેબોરેટરીમાં દીપડો ધુસ્યોઃ વન વિભાગે બેભાન કરી પાંજરે પૂર્યો
વીડિયોમાં ઘરનો ગેટ જોવા મળી રહ્યો છે અને બહારના રસ્તા પર દીપડો ટહેલતો જોવા મળી રહ્યો છે. દીપડાથી થોડેક જ દૂર એક બ્લેક પેન્થર પણ જોવા મળી રહ્યો છે અને બંને જણ ઝાડની આસપાસમાં કંઈક શોધતો જોવા મળી રહ્યો છે. દીપડો થોડેક આગળ જઈને પાછળ વળીને જુએ છે અને જેવો બ્લેક પેન્થર પાછળ આવતો જુએ છે તો તે આગળ વધી જાય છે. દીપડાને આગળ જતો જોઈને બ્લેક પેન્થર પણ તેની પાછળ પાછળ ચાલવા લાગે છે.
આ વીડિયો અત્યાર સુધીમાં એક લાખથી વધુ લોકોએ જોઈ લીધો છે અને હજારો લોકોએ તેને લાઈક કર્યો છે. યુઝર્સ આ વીડિયો પર કમેન્ટ પણ કરી રહ્યા છે. એક યુઝરે કમેન્ટ કરતાં લખ્યું હતું કે જો મેં મારા ઘરની બહાર આ રીતે દીપડા અને બ્લેક પેન્થરને જોયા હોત તો બીજા જ દિવસે ઘર વેચીને જતો રહ્યો હોત. બીજા એક યુઝરે લખ્યું કે આપણે એમના વિસ્તારમાં મહેમાન જ છીએ. ત્રીજા એક યુઝરે લખ્યું હતું કે અતિથિ દેવો ભવઃ..
કુન્નૂર તમિલનાડુમાં આવેલું એક હિલસ્ટેશન છે અને આ હિલસ્ટેશન ચાના ઉત્પાદન માટે પોતાની દુનિયામાં પ્રસિદ્ધ છે. કુન્નૂર નીલગિરી પર્વતમાળાનું ઊટી બાદનું બીજું સૌથી મોટું હિલસ્ટેશન છે.