સાવધાન! ભૂલથી પણ ડાયલ ન કરતા આ નંબર્સ, ગૃહ મંત્રાલયે જાહેર કરી એડવાઈઝરી; એક ભૂલ અને બેંક એકાઉન્ટ સાફ…

આજની આ ડિજિટલ દુનિયામાં દિવસે દિવસે સાઈબર ક્રિમીનલ્સ પણ સ્માર્ટ થતાં જાય છે અને લોકોને પોતાનો શિકાર બનાવવા માટે જાત જાતના રસ્તા અજમાવતા હોય છે. આ સમયે ગૃહ મંત્રાલય દ્વારા સાઈબર સિક્યોરિટી એજન્સીએ હેકર્સ દ્વારા આચરવામાં આવતા ઓનલાઈન ફ્રોડને લઈને ચેતવણી ઉચ્ચારવામાં આવી છે. આ ચેતવણીની સાથે એજન્સીએ કેટલાક નંબર્સ ભૂલથી પણ ડાયલ નહીં કરવાની ભસામણ કરી છે. ચાલો જોઈએ કયા છે આ નંબર્સ…
સરકારી એજન્સી દ્વારા ઉચ્ચારવામાં આવેલી ચેતવણીમાં જણાવવામાં આવ્યું છે કે સ્કેમર્સ તમને ડિલિવરી એજન્ટ, કુરિયર સર્વિસ કે બીજા કોઈ નામે કોલ કરીને ચૂનો લગાવી શકે છે. તેઓ તમને કેટલાક નંબર્સ ડાયલ કરવા જણાવશે અને જેવું તમે એ નંબર્સ ડાયલ કરશો એટલે તમારું બેંક એકાઉન્ટ ખાલી થઈ જશે. આ સિવાય એજન્સી દ્વારા લોકોને આ પ્રકારના સ્કેમને તરત જ રિપોર્ટ કરવા પણ જણાવ્યું છે.

સરકારી એજન્સીએ લોકોને નવા પ્રકારના યુએસએસડી સ્કેમથી બચવા જણાવ્યું છે અને ભૂલથી પણ કેટલાક નંબર ડાયલ નહીં તકરવાની અપીલ કરી છે. આ નંબર તમારા ફોન પર આવનારા કોલ્સને હેકરના ફોન પર ટ્રાન્સફર કરશે અને તમારું બેંક એકાઉન્ટ ખાલી થઈ જશે. વાત કરીએ આ યુએસએસડી શું છે એની તો અનસ્ટ્રક્ચર્ડ સપ્લિમેન્ટ્રી સર્વિસ ડેટાએ એક ખાસ સર્વિસ છે. જેની મદદથી યુઝર્સ મોબાઈલ સંબંધિત કેટલીક સુવિધાઓનો લાભ ઉઠાવી શકે છે. આ સર્વિસ ઈન્ટરનેટ વિના કામ કરે છે.
હેકર્સ દ્વારા તમને કુલ યુએસએસડી કોડ ડાયલ કરવા માટે મોબાઈલ નંબર ડાયલ કરવાનું જણાવે છે. આ રીતે હેકર્સ તમારા ફોન આવનારા કોલ્સ હેકર્સના ફોન પર આવવા લાગશે. ડિલીવરી એજન્ટ, કુરિયર સર્વિસ બનીને તમને કોલ કરીને તમારા ફોન પર એક ખાસ નંબર ડાયલ કરવા જણાવશે. વાત કરીએ આ નંબર્સ કયા છે એની તો 21મોબાઈલ નંબર#, 67મોબાઈલ નંબર#, 61મોબાઈલ નંબર# અને 62મોબાઈલ નંબર# આ નંબર ડાયલ કરવાનું ટાળવું જોઈએ.
આ એવા સ્પેશિયલ નંબર છે કે જેને ડાયલ કર્યા બાદ તમારા ફોન પર આવનારા કોલ્સ હેકર્સના ફોન પર જવા લાગશે. જો તમે ભૂલથી આમાંથી કોઈ નંબર ડાયલ કરી દીધો છે તો તરત જ ##002# નંબર ડાયલ કરો. આને કારણે તમારા ફોન નંબર પરનું કોલ ફોર્વડિંગ બંધ થઈ જશે.
જો તમારી સાથે આવું કોઈ સ્કેમ થાય તો તરત જ સંચાર સાથી એપ કે વેબસાઈટ પર જઈને તેને રિપોર્ટ કરો. આ સિવાય તમે 1930 પર કોલ કરીને પણ સાઈબર ફ્રોડને રિપોર્ટ કરી શકો છો.
આ પણ વાંચો…શું તમે પણ પબ્લિક પ્લેસ પર બ્લૂટૂથ ઓન રાખો છો? પહેલાં આ સમાચાર વાંચી લો…



