દિવાળીમાં માત્ર દસ રૂપિયામાં આ રીતે ચમકાવો તમારી ત્વચાઃ ફેશિયલની જરૂર નહીં પડે | મુંબઈ સમાચાર
સ્પેશિયલ ફિચર્સ

દિવાળીમાં માત્ર દસ રૂપિયામાં આ રીતે ચમકાવો તમારી ત્વચાઃ ફેશિયલની જરૂર નહીં પડે

દિવાળીની સફાઈ, ઘરમાં નાસ્તા બનાવવા, ખરીદી કરવામાં ચહેરા પર થાક જણાતો હશે અને ત્વચા શુષ્ક થઈ ગઈ હશે. આના સોલ્યુશન તરીકે તમે જશો સીધા બ્યૂટીપાર્લરમાં અને કરાવશો હજારોના ફેશિયલ. એક તો પાર્લરમાં અપોઈન્ટમેન્ટ ન મળે, પછી બહુ ભીડને લીધે સર્વિસ પણ બરાબર ન મળે અને પૈસા ખર્ચાય જાય તે અલગ.
બીજ બાજુ ત્વચા અને ચહેરો ચમકાવવો કોને ન ગમે. નવા કપડા, ઘરેણા પહેરીયે, પણ ત્વચા સાફ અને ચમકતી ન હોય તો રંગત જામતી નથી. ઘરના નુસ્ખા પણ જોઈએ તેટલા કામ કરતા નથી, તો કરવાનું શું. તો આનો જવાબ એ છે કે તમારે ઘરના નુસ્ખાથી જ ચહેરો ચમકાવવાનો છે, પરંતુ અમુક વસ્તુઓનો ઉપયોગ જે તમે યોગ્ય રીતે નથી કરતા તેને યોગ્ય રીતે કરવાનો છે.

તો ચાલો તમે ઘર ચમકાવ્યું હવે આપણે તમારી ત્વચા ચમકાવી દઈએ.

બીટરૂટ અને ચોખાના લોટની પેસ્ટઃ આ કોમ્બિનેશન ઘણું જ નવું છે. બીટરૂટના ફાયદા આપણે જાણીએ છીએ. હિમોગ્લોબિન વધારવા સહિત તે વિટામિનનો પણ ખજાનો છે. બીટરૂટ ખાવાથી ઘણા ફાયદા છે જ, લોકો ખાસ કરીને શિયાળામાં જ્યૂસ પીવાનું પસંદ કરે છે. પણ હવે તમારે તેને ચહેરા પર લગાડવાનું છે, જેથી ચહેરો પણ ચમકે. આ માટે તમારે ચાર ચમચી ચોખાના લોટમાં બે ચમચી બીટરૂટનો રસ નાખવાનો છે. આ પેસ્ટને હળવા હાથે ચહેરા પર લગાવી મસાજ કરવાનો છે. પાણીથી ચહેરો સાફ કરવાનો છે. રોજ આમ કરવાથી બ્લેકહેડ્સ અને વ્હાઈટહેડ્સ દૂર થશે. ત્વચા ટાઈટ થશે, કરચલી દૂર થશે. ચહેરા પર તાજગી દેખાશે.

    બટેટા અને બીટરૂટનો રસઃ આ પણ એક અલગ જ કોમ્બિનેશન છે. બન્ને વસ્તુ તમારા ઘરમાં પડી જ છે. તમારે માત્ર બટેટા અને બીટરૂટનો રસ લેવાનો છે, તેમાં લીંબુના રસના બે ટીપાં ઉમેરવાના છે. આ રસને પણ હળવા હાથે ચહેરા પર 15-20 વર્ષ મસાજ કરવાનો છે.

      આ પણ ધ્યાન રાખો

      આ બધા નુસખા તમારે ઘરની વસ્તુઓથી જ કરવાના છે અને તમને સમય મળે ત્યારે કરી શકો. આ સાથે તમારે પેટ સાફ રાખવાનું છે. કબજિયાત અથવા એસિડીટીની સીધી અસર ચહેરા અને ત્વચા પર થાય છે. તમારે બરાબર ઊંઘ લેવી જરૂરી છે અને હંમેશાં પોઝિટીવ અને હસતું રહેવું પણ જરૂરી છે. ખિલેલો ચહેરો આપોઆપ સુંદર દેખાય છે. સારી ત્વચા એટલે રૂપાળી ત્વચા એવા ખોટા માપદંડોમાંથી બહાર નીકળી ત્વચાને સ્વસ્થ બનાવવા તરફ ધ્યાન આપશો તો આપોઆપ ચહેરો ચમકી ઉઠશે.

      Pooja Shah

      જેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય અને વહીવટી તંત્ર સહિત ઘણા વિષયોનું રિપોર્ટિંગ કર્યું છે, ફિલ્મજગત, સાહિત્યજગત અને રાજકારણીઓના ઈન્ટરવ્યુ કર્યા છે. વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. એક દાયકા કરતા વધારે સમયનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે.

      સંબંધિત લેખો

      Back to top button