2025માં આ આ દિવસે છે Dry Day જોઈ લો આખી યાદી એક ક્લિક પર…
2024 વિદાય લઈ રહ્યું છે અને લોકો 2025ને આવકારવા માટે એકદમ સજ્જ છે. દેશ-દુનિયામાં નવા વર્ષને આવકારવાની તૈયારી જોર-શોરથી કરવામાં આવી રહી છે. નવા વર્ષ નિમિત્તે લોકો પાર્ટી કરવાનું ખૂબ જ પસંગ કરે છે. જોકે, ભારતમાં એવા અનેક પ્રસંગો હોય છે કે જ્યાં લોકો એકબીજા સાથે મળીને પાર્ટી કરે છે. પાર્ટી હોય એટલે દારુ પણ હોવાનો જ. જોકે, વર્ષમાં કેટલાક એવા પણ દિવસો હોય છે કે જ્યારે ડ્રાય ડે હોય છે અને આ દિવસે દેશમાં કોઈ જગ્યાએ દારુ નથી મળતો.
દેશમાં અનેક એવા તહેવાપ અને નેશનલ હોલીડે હોય છે જ્યારે રેસ્ટોરાં, પબ, વાઈન શોપ બધી જ જગ્યાએ દારૂની દુકાનો બંધ હોય છે. સરકાર દ્વારા આ પ્રતિબંધ તહેવારો, રાષ્ટ્રીય કે રાજકીય રીતે મહત્ત્વના દિવસો હોય ત્યારે લાગુ કરવામાં આવે છે, જેથી સાર્વજનિક શાંતિ, કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે. 2025માં ક્યારે ક્યારે ડ્રાય ડે આવશે એની સંપૂર્ણ યાદી અહીં આપવામાં આવી છે.
Also read: શિયાળામાં હાથમાંથી ચામડી નીકળવા લાગે છે? તો આ ઉપાયો કરો
અત્રે ઉલ્લેખનીય છે કે દરેક રાજ્યમાં અલગ અલગ તહેવારો હોય છે અને ડ્રાય ડે હંમેશા આખા દેશમાં એક સમાન નથી હોતા. કેટલાક ડ્રાય જે તે રાજ્ય કે શહેરની સાંસ્કૃતિક અને રિજનલ તહેવારો પર આધારિત હોય છે. આ નિયમ સરકારના નિર્ણય અને સ્થાનિક અધિકારીઓના નિર્દેશોના આધારે તેમાં ફેરફાર કરવામાં આવી શકે છે.