After Holi તમારી સ્કિનની માવજત કરી આ બે DIY Oilથી…

ભારતમાં રંગના રસિકો દ્વારા હોળીનો તહેવાર ખૂબ જ ધૂમધામથી ઉજવવામાં આવે છે. આ દિવસે દરેક જગ્યાએ અબીલ-ગુલાલ ઉડતા જોવા મળે છે. ગુલાલની સાથે લોકો પાક્કા રંગોથી પણ હોળી રમે છે અને તેને ચહેરા પર લગાવે છે. આ રંગોમાં ઘણા પ્રકારના કેમિકલ હોય છે, જે ક્યારેક ત્વચાને નુકસાન પણ પહોંચાડે છે. જો કે હવે તો બજારમાં ઓર્ગેનિક અને હર્બલ રંગો મળી આવે છે, પરંતુ ઘણીવાર એવું જોવા મળે છે કે આ હર્બલ રંગો પણ ઘણા લોકોને સૂટ નથી થતા.
આવી સ્થિતિમાં તેમની ચામડી પર પિમ્પલ્સ અને બળતરા જેવી સમસ્યાઓ થઈ જાય છે. આ સિવાય રંગોને કારણે ચામડી ડ્રાય પણ થઈ જાય છે. જો તમે આ સમસ્યાઓથી બચવા માંગો છો, તો તમારી ત્વચાને હોળીના રંગો માટે તૈયાર કરી શકો છો. આ લેખમાં અમે તમને આવા બે DIY(ડૂ ઈટ યોરસેલ્ફ) તેલ વિશે જણાવીશું, જેને તમે ઘરે જ તૈયાર કરી શકો છો અને તમારી ત્વચાની ખાસ કાળજી લઈ શકો છો. આ ખાસ મિશ્રણ માટે પ્રથમ તમે લવંડર તેલનો ઉરયોગ કરી શકો છો.
DIY લવંડર ઓઈલ
જી હા, લવંડર તેલમાં ઘણા બધા તત્વો મળી આવે છે, જે ત્વચા પર હાજર બેક્ટેરિયાને દૂર કરવાની શક્તિ ધરાવે છે. આવી સ્થિતિમાં તમે હોળીમાં પણ આનો ઉપયોગ કરી શકો છો. આ તેલ તૈયાર કરવા માટે, તમારે ફક્ત એક ચમચી બદામનું તેલ, લવંડર તેલના 10-12 ટીપાં, એલોવેરા જેલ, નારંગીનો રસ, કાકડીનો રસ અને મધની જરૂર પડશે. આ બનાવવા માટે પ્રથમ એક બાઉલમાં બધી સામગ્રીને એકસાથે મિક્સ કરો. આને બરાબર મિક્સ કરી તેને બોટલમાં ભરી લો. બાદમાં તમે ધારો તો દરરોજ તેનો ઉપયોગ કરી શકો છો. આનો ઉપયોગ કર્યા પછી, તમારી ત્વચા પર રંગોની અસર દેખાશે નહીં.
DIY ટી ટ્રી ઓઈલ
લવંડર તેલની જેમ જ અન્ય કેટલીક વસ્તુઓ મિક્સ કરીને તમે રોજે તમારી ત્વચાની સલામતી માટેનું તેલ તૈયાર કરી શકો છો.. આ માટે તમારે 2-3 ટીપાં ચંદન તેલ અને એક ચમચી ગુલાબ તેલની જરૂર પડશે. આને તૈયાર કરવા માટે સૌપ્રથમ બધી વસ્તુઓને નાની બોટલમાં ભરી લો. આ પછી તેને સારી રીતે હલાવો અને મિક્સ કરો. જ્યારે તે બરાબર મિક્સ થઈ જાય, ત્યારે દરરોજ સૂતા પહેલા ત્વચા પર તેનો ઉપયોગ કરો. હોળીમાં આનો પણ ઉપયોગ કર્યા પછી, રંગો તમારી ત્વચાને અસર કરશે નહીં.