તમે જે રોજ ટૂથબ્રશ વાપરો છો એ કોણે અને કઈ રીતે બનાવ્યું હતું, ના જાણતા હોય તો જાણો?

દરરોજ સવારે બાથરૂમમાં ટૂથબ્રશ હાથમાં લઈએ ત્યારે શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ નાની વસ્તુની શોધ કોણે અને કેવી રીતે કરી? દિલ્હીમાં ગયા અઠવાડિયે યોજાયેલી ઇન્ટરનૅશનલ એસોસિયેશન ફોર ડેન્ટલ રિસર્ચની એશિયા પેસિફિક રિજનલ કૉન્ફરન્સમાં ટૂથબ્રશના ઈતિહાસે દુનિયાભરના રિસર્ચર્સનું ધ્યાન ખેંચ્યું હતું. આ નાનું સાધન, જે આજે આપણા શરીર અને મોંઢાની સ્વચ્છતાનો આધાર રાખે છે, તેની શરૂઆત એક જેલની કોટડીમાંથી થઈ હતી, જે એક અનોખી ક્રાંતિનું પ્રતીક બની ગયું છે.
વિલિયમ ઍડિસનો અનોખો આવિષ્કાર
વડોદરાના ડૉ. યોગેશ ચંદ્રારાણાએ આ કૉન્ફરન્સમાં ડેન્ટલ હેલ્થના ઈતિહાસનું પ્રદર્શન યોજ્યું હતું, જેમાં ટૂથબ્રશની રસપ્રદ વાર્તા સામે આવી. તેમના વડોદરા સ્થિત ડેન્ટલ મ્યુઝિયમમાં 2,300થી વધુ ટૂથબ્રશનો સંગ્રહ છે, જેને ગિનીસ બુક ઑફ વર્લ્ડ રેકૉર્ડમાં સ્થાન મળ્યું છે. ડૉ. ચંદ્રારાણાએ જણાવ્યું કે અઢારમી સદીમાં ઇંગ્લેન્ડમાં વિલિયમ ઍડિસ નામના એક કેદીએ 1770ના દાયકામાં પ્રથમ ટૂથબ્રશ બનાવ્યું હતું. ઍડિસે જેલમાં જાનવરોનો હાડકાં અને ડુક્કરના કડક વાળનો ઉપયોગ કરીને શોધ કરી હતી, જેણે મૌખિક સ્વચ્છતાની દુનિયામાં ક્રાંતિ લાવી.
આ પણ વાંચો:શરીરને સ્વસ્થ રાખવા માટે મેગ્નેશિયમ અને ઝિંક કેમ જરૂરી છે?
જેલમાં થઈ હતી ટૂથબ્રશની શોધ!
વિલિયમ ઍડિસને 1770માં હિંસા અને રમખાણોના કેસમાં જેલમાં બંધ હતા ત્યારે તેમણે જોયું કે લોકો દાંત સાફ કરવા માટે કપડું, રાખ કે સોડાનો ઉપયોગ કરે છે. તેણે એક દિવસ રાત્રિભોજનમાંથી બચેલા જાનવરના હાડકામાં તેણે નાનાં નાનાં છિદ્રો કર્યાં અને જેલના ગાર્ડ પાસેથી મળેલા ડુક્કરના વાળને તેમાં ચોંટાડીને પ્રથમ ટૂથબ્રશ બનાવ્યું હતું. આ બ્રશને જેલમાં ખૂબ વખાણવામાં આવ્યું હતું. જેલમાંથી બહાર આવ્યા પછી ઍડિસે પોતાના ભાઈ સાથે મળીને ટૂથબ્રશ બનાવવાનો વ્યવસાય શરૂ કર્યો હતો, જે ધીમે ધીમે વૈશ્વિક કારોબાર બન્યો.
આ પણ વાંચો:સવારે વહેલા ઉઠવું અમુક લોકો માટે ફાયદાકારક નથી, થાય છે નુકસાન…
બદલતા ટૂથબ્રશની સફર
ડૉ. પ્રણવના જણાવ્યા અનુસાર, ઍડિસના આવિષ્કાર પછી ઘણી સદીઓ સુધી ટૂથબ્રશના બ્રિસલ્સ જાનવરોના વાળમાંથી બનતા હતા. ઉલ્લેખનીય છે કે ચીનમાં 1400ના દાયકામાં સુઅરના વાળનો ઉપયોગ થતો, જ્યારે યુરોપમાં ઘોડાના વાળ લોકપ્રિય હતા. 19મી અને 20મી સદીમાં વાંસના હેન્ડલવાળા બ્રશ આવ્યા, અને પછી સેલ્યુલૉઇડ, રબર અને બેકેલાઇટ જેવા પ્લાસ્ટિકે બ્રશને સસ્તા અને ટકાઉ બનાવ્યા. 1938માં અમેરિકન કંપની ડ્યુપોન્ટે નાયલૉન બ્રિસલ્સ રજૂ કર્યા, જે વધુ સ્વચ્છ અને મજબૂત હતા. આ બ્રશને ‘ડૉક્ટર વેસ્ટ્સ મિરેકલ-ટફ્ટ’ તરીકે ઓળખવામાં આવ્યું.
આ પણ વાંચો:ડાયેટ અને કસરત વગર પણ ઘટશે વજન, આ 3 ટિપ્સ તમારા શરીરને રાખશે ફિટ
ઇલેક્ટ્રિક બ્રશ અને મ્યુઝિયમનો વારસો
1954માં સ્વિટ્ઝરલેન્ડના ડૉ. ફિલિપી ગાય વૂગે પ્રથમ કમર્શિયલ ઇલેક્ટ્રિક ટૂથબ્રશ ‘બ્રોક્સડેન્ટ’ બનાવ્યું, જે પછી 1961માં સ્ક્વિબ અને જનરલ ઇલેક્ટ્રિક્સે વધુ લોકપ્રિય બનાવ્યું. શરૂઆતમાં ડોરીવાળા બ્રશ હતા, પરંતુ પછી કૉર્ડલેસ બ્રશે ધનિક વર્ગમાં સ્થાન મેળવ્યું. વડોદરાનું ડેન્ટલ મ્યુઝિયમ આ ઈતિહાસને સાચવે છે, જ્યાં 2,371 ટૂથબ્રશ અને ડેન્ટલ આલેખોનો સંગ્રહ છે. ડૉ. ચંદ્રારાણા કહે છે કે આ મ્યુઝિયમનો હેતુ લોકોમાં મૌખિક આરોગ્ય પ્રત્યે જાગૃતિ લાવવાનો છે.