સ્પેશિયલ ફિચર્સ

હેં, આ કારણે થઈ હતી સેફ્ટી પિનની શોધ? કારણ જાણીને ચોંકી ઉઠશો…

આપણામાંથી અનેક લોકોએ પોતાના જીવનમાં કોઈને કોઈ ક્ષણે સેફ્ટી પીનનો ઉપયોગ તો કર્યો જ હશે. આ સેફટી પિન જોવામાં તો એકદમ ટચૂકડી હોય છે પણ તે અણીના ટાઈમ પર તમને સાચવી લેવાનું કામ કરે છે. સાડીની પ્લીટ્સને વ્યવસ્થિત રાખવી હોય કે પછી ફર્સ્ટ એઈડ સમયે બેન્ડેડને સિક્યોર રાખવાની હોય તે ડ્રેસ કે પેન્ટની ઝિપ ખરાબ થઈ ગઈ હોય એવા સમયે આ સેફ્ટી પિન ખૂબ જ કામમાં આવે છે. સેફ્ટી પિનને ધ્યાનથી જોઈ હશે તો તેની બનાવટ એકદમ ખાસ છે અને તેમાં એક નાનકડું રાઉન્ડ જોવા મળે છે, પરંતુ શું તમને ખબર છે કે આ નાનકડું રાઉન્ડ સેફ્ટી પિનમાં શું કામ હોય છે?

તમે ધ્યાનથી જોયું હશે તો સેફ્ટી પિનના નીચેના ભાગમાં એક નાનકડું ગોળ કાણું અથવા ગૂંચળું (Coil) હોય છે. આ માત્ર ડિઝાઈન નથી, પણ તે એક ખૂબ જ મહત્વનું કામ કરે છે. દેખાવમાં નાનકડી દેખાતી સેફટી પિનમાં રહેલું આ નાનકડું સર્કલ શા માટે હોય છે એના વિશે વાત કરીએ અને સેફ્ટી પિનની શોધ અને તેના ઈતિહાસ વિશે જાણીએ… .

સેફ્ટી પિન નીચેની બાજુમાં જોવા મળતું આ નાનકડું સર્કલ હકીકતમાં તો ‘સ્પ્રિંગ’ તરીકે કામ કરે છે. સેફ્ટી પિનમાં તણાવ લાવવાનું કામ આ નાનકડું સર્કલ કરે છે. આ તણાવને કારણે જ પિનનો અણીદાર છેડો ઉપરના ખાંચામાં મજબૂતીથી ફસાયેલો રહે છે. જો આ સ્પ્રિંગ ન હોય, તો પિન વારંવાર ખુલી જાય અને આપણને વાગી પણ શકે છે. સેફ્ટી પિનનો ઉપરનો વળેલો ભાગ પિનના અણીદાર છેડાને ઢાંકીને રાખે છે.

આ પણ વાંચો: તમે હજી સુધી તમારા સ્માર્ટફોનમાં નથી ઓફ કરી આ સેટિંગ? જલ્દી કરી લો નહીંતર પસ્તાવવાનો વારો આવશે…

આજે આપણે જે સેફ્ટી પિનનો ઉપયોગ કરીએ છીએ એની શોધ અમેરિકન મિકેનિક વોલ્ટર હન્ટ (Walter Hunt) દ્વારા 1849માં કરવામાં આવી હતી. સેફ્ટી પિનની શોધ કેવી રીતે થઈ એના પાછળ એક એક ઈન્ટ્રેસ્ટિંગ સ્ટોરી છે. મળતી માહિતી મુજબ વોલ્ટર હન્ટ પર 15 ડોલરનું દેવું હતું અને આ દેવું ચૂકવવા માટે તેઓ કંઈક નવું વિચારી રહ્યા હતા અને વિચારતા-વિચારતા તેમણે તારના એક ટુકડાને વાળીને આ સ્પ્રિંગવાળી પિન બનાવી નાખી. નવાઈની વાત એ છે કે તેમણે આ અદ્ભુત શોધની પેટન્ટ માત્ર 400 ડોલરમાં વેચી દીધી હતી, જ્યારે પાછળથી કંપનીઓએ આ પિન વેચીને કરોડો રૂપિયા કમાયા હતા.

સેફ્ટી પિનની કલ્પના એ કંઈ નવી નથી. પ્રાચીન કાળમાં તેને લેટિન ભાષામાં ફિબ્યુલે તરીકે ઓળખવામાં આવતી હતી અને એની શરૂઆત યુરોપમાં કાંસ્ય યુગ દરમિયાન થઈ હતી. વાત કરીએ ઉત્તર યુરોપની તો અહીં પિન બે ભાગમાં બનતી હતી, જેમાં કોઈ પણ પ્રકારની સ્પ્રિંગ નહોતી.

આ પણ વાંચો: મકર સંક્રાંતિ 2026: જાણો પુણ્યકાળનું મુહૂર્ત, ઇતિહાસ અને સૂર્યના ઉત્તરાયણ થવાનું ધાર્મિક મહત્વ

જ્યારે મધ્ય યુરોપ અને ગ્રીસમાં આ પિન આજના જેવી જ હતી, જે એક જ તારમાંથી બનેલી હતી અને તેમાં સ્પ્રિંગ જેવો વળાંક હતો. જૂની પિન અને આજની પિનમાં મુખ્ય તફાવત એ છે કે આજની પિનમાં ઉપર સુરક્ષા માટે ‘કેપ’ અથવા ‘ગાર્ડ’ હોય છે, જે પહેલાં નહોતું.

છે ને એકદમ અજબગજબની માહિતી? આ માહિતી તમારા મિત્રો અને પરિવારના સભ્યો સાથે શેર કરીને તેમના જનરલ નોલેજમાં ચોક્કસ વધારો કરજો હં ને? આવી જ બીજી કામની માહિતી જાણવા માટે અમારી સાથે ચોક્કસ જોડાયેલા રહો.

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિ તેમ જ વિવિધ સ્પેશિયલ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button