OMG, હિલ્સ મહિલાઓ માટે નહીં પણ પુરુષો માટે ડિઝાઈન કરવામાં આવી હતી? | મુંબઈ સમાચાર
સ્પેશિયલ ફિચર્સ

OMG, હિલ્સ મહિલાઓ માટે નહીં પણ પુરુષો માટે ડિઝાઈન કરવામાં આવી હતી?

હેડિંગ વાંચીને ચોંકી ઉઠ્યા ને? સાંભળવામાં જ કેટલું વિચિત્ર લાગે છે કે આજે મહિલાઓ જે હિલ્સ પહેરીને ઈવેન્ટ્સ, પાર્ટીઓમાં મ્હાલે છે એ હિલ્સ મહિલાઓ માટે નહીં પણ પુરુષો માટે ડિઝાઈન કરવામાં આવી હતી. પણ આ હકીકત છે અને આજે અમે અહીં તમને આ અનોખા ઈન્વેન્શન વિશે જણાવવા જઈ રહ્યા છીએ. એટલું જ નહીં પુરુષો માટે આ કેમ ડિઝાઈન કરવામાં આવી છે એનો ખુલાસો પણ કરીશું-

જ્યારે હિલ્સની હિસ્ટ્રીમાં ડોકિયુ કર્યું ત્યારે એવું જાણવા મળ્યું હતું કે 16મી સદીમાં હાઈ હિલ્સવાળા શૂઝ પુરુષો માટે ડિઝાઈન કરવામાં આવ્યા હતા. આ હાઈ હિલ્સ ખાસ કરીને સૈનિકો માટે ડિઝાઈન કરવામાં આવ્યા હતા.

વાત કરીએ હાઈ હિલ્સ પુરુષો માટે કેમ ડિઝાઈન કરવામાં આવી હતી તો ઘોડેસવારી દરમિયાન રકાબ (ઘોડાની પીઠ પર રહેલી ઝૂલતું પગથિયું) પર પરફેક્ટ પકડ માટે પુરુષ હાઈ હિલ્સ પહેરતા હતા. બાદમાં રાજા-મહારાજાઓએ પોતાના ઘરાનાનો રૂતબો અને દબદબો દેખાડવા માટે હાઈ હિલ્સ પહેરવા લાગ્યા. ફ્રાન્સના રાજા લૂઈએ પણ નિયમ બનાવ્યો હતો કે કેવલ કુલીન વર્ગ એટલે કે ઉચ્ચ વર્ગના લોકો જ આ હાઈ હિલ્સ પહેરી શકે.

હવે તમને સવાલ થશે કે તો પછી આખરે આ પુરુષોની ફેશન મહિલાઓની ફેશન કઈ રીતે બની ગઈ, બરાબર ને? તો આનું પૂરેપૂરૂં ક્રેડિટ જાય છે રાણી કેથરિન, જેમણે પોતાના લગ્નમાં હાઈટ ઊંચી દેખાડવા માટે હિલ્સ પહેરી હતી. ધીરે ધીરે હાઈ હિલ્સ પહેરવાનો ઈજારો પુરુષો પાસેથી મહિલાઓ પાસે આવ્યો અને હવે તો આ મહિલાઓ માટે સ્ટાઈલ સ્ટેટમેન્ટ બની ગયું છે.

આમ એક યુદ્ધનું હથિયાર એવા હાઈ હિલ્સ મહિલાઓ માટે ફેશન ટ્રેન્ડ બની ગયું છે ને એકદમ અનોખી માહિતી? આ માહિતી તમારા મિત્રો અને પરિવારના લોકો સાથે શેર કરીને તેમના જનરલ નોલેજમાં વધારો કરજો હં ને? આવી જ બીજી માહિતી જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો…

આપણ વાંચો:  બદલાઈ ગઈ છે તમારી પણ કોલિંગ સ્ક્રીન? આ રીતે કરો ઠીક…

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિની વિવિધ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button