યર એન્ડર એટલે શું? અત્યારનો નહીં પણ હજારો વર્ષ જૂનો છે આખા વર્ષનું સરવૈયું કાઢવાનો આ ટ્રેન્ડ

2025નું વર્ષ પૂરું થવા જઈ રહ્યું છે અને હવે એક પછી એક સ્ટોરીઝ સામે આવી રહી છે જેમાં આખા વર્ષ દરમિયાનની કેટલીક એવી ઘટનાઓ કે જેની આખું વર્ષ ચર્ચા થઈ હોય કે પછી તે ટ્રેન્ડમાં રહ્યા. આ યર એન્ડરની સ્ટોરીઝમાં એવું હોય છે કે જ્યાં એક તરફ ગૂગલ જણાવે છે કે આખા વર્ષમાં લોકોએ સૌથી વધુ શું સર્ચ કર્યું તો બીજી બાજું સ્પોટીફાય કહે છે કે આખા વર્ષમાં સૌથી વધુ કયું ગીત સાંભળ્યું વગેરે વગેરે… આ પ્રકારની સ્ટોરીને આપણે યર એન્ડર તરીકે ઓળખીએ છીએ. પરંતુ શું તમને ખબર છે કે આ યર એન્ડર શું છે અને ક્યારથી આ ટ્રેન્ડની શરૂઆત થઈ એની…
વાત જાણે એમ છે કે યર એન્ડર એ કોઈ નવી વસ્તુ નથી અને આ કોન્સેપ્ટ નવો નહીં પણ હજારો વર્ષ જૂનો છે. યર એન્ડરના ઈતિહાસ વિશે થોડા ખાંખાખોળા કર્યા તો જાણવ્યા મલ્યું કે આશરે 3000 બીસીઈમાં મિસ્ર અને બેબીલોન જેવી સભ્યતાઓમાં આખા વર્ષ દરમિયાનની મહત્ત્વની ઘટનાઓ, વાતાવરણ અને ખગોળીય પરિવર્તનનો રેકોર્ડ રાખવામાં આવતો હતો. આવું કરવાનો હેતુ એવો હતો કે આખા વર્ષ દરમિયાન શું ખાસ થયું એની નોંધ લેવી.
રોમન અને ગ્રીક સભ્યતાઓમાં પણ વર્ષના હિસાબે ઘટનાઓ લખવામાં આવતી હતી અને આનો અર્થ એવો થાય છે કે આજે તો આપણે યર એન્ડરનું ડિજિટલ લિસ્ટ જોવા મળે છે, તેના મૂળિયા ખૂબ જ જૂના છે. સરળ શબ્દોમાં કહીએ તો યર એન્ડર એ એ આખા વર્ષનું લેખા જોખા હોય છે. આ જ કારણ છે કે વર્ષના અંતમાં આ લિસ્ટ દરેક વખતે ચર્ચામાં આવી જ જાય છે.
1500થી 1900ની વચ્ચે યર એન્ડરના ટ્રેન્ડે એક નવું રૂપ ધારણ કર્યું હતું. પહેલાંના સમયમાં પંચાગમાં માત્ર તહેવારો જ નહીં, હવામાન, ગ્રહોની ચાલ અને આખા વર્ષની મહત્ત્વની ઘટનાઓનો ઉલ્લેખ કરવામાં આવશે. આ જ સમયગાળા દરમિયાન વર્તમાનપત્રોએ પણ આખા વર્ષની ઘટનાઓનું સરવૈયુ છાપવાનું શરૂ કર્યું હતું. હવે ડિજિટલ વર્લ્ડમાં તો યર એન્ડરને ખાસ રીતે રજૂ કરવામાં આવે છે.
ધીરે ધીરે યર એન્ડરની પોપ્યુલારિટી વધી રહી છે અને એની સાથે જ લોકો તેને ખૂબ પંસદ કરી રહ્યા છે. લોકોને આ કોન્સેપ્ટ પસંદ આવી રહ્યો છે, કારણ કે તે નોસ્ટેલ્જિયા છે, જેમાં વીતેલાં વર્ષની યાદોને ફરી વાગોળવાનો મોકો મળે છે અને બીજું કારણ એવું છે કે આને કારણે ખ્યાલ આવે છે કે આખા વર્ષમાં શું-શું ઘટના બની છે, ટ્રેન્ડમાં રહ્યું એનો ચિતાર મળે છે.
સો આ રીતે શરૂ થઈ હતી યર એન્ડરની, જેને આપણે સૌ એક ક્લોઝર તરીકે પણ જોઈએ છીએ. છે ને એકદમ અનોખી માહિતી? આ માહિતી તમારા મિત્રો અને પરિવારના લોકો સાથે શેર કરીને તેમના જનરલ નોલેજમાં ચોક્કસ વધારો કરજો હં ને? આવી જ બીજી માહિતી જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો.



