હેં, ભારતમાં છુપાયેલું છે એક થાઈલેન્ડ? નામ સાંભળીને ચોંકી ઉઠશો…

હેડિંગ વાંચીને ચોંકી ઉઠ્યા ને? હવે સ્કૂલ-કોલેજમાં સમર વેકેશન પડશે અને અનેક લોકો વેકેશનની મજા માણવા માટે અલગ અલગ ડેસ્ટિનેશન શોધવા લાગશે. જો તમે પણ એક બજેટફ્રેન્ડલી અને તેમ છતાં જલસો પડી જાય એવું વેકેશન ડેસ્ટિનેશન શોધી રહ્યા છો તો આ સ્ટોરી તમારે છેલ્લે સુધી વાંચી જવી પડશે…

હાલમાં વેકેશન ડેસ્ટિનેશનમાં થાઈલેન્ડનું નામ એકદમ ટોચ પર છે. પરંતુ શું તમને ખબર છે કે ભારતમાં પણ એક મિની થાઈલેન્ડ છુપાયેલું છે? નહીં ને? ચાલો આજે તમને આ વિશે જણાવીએ. અમે અહીં વાત કરી રહ્યા છીએ સ્થાનિકોમાં કુલ્હી કટંડી કે વીર કી આર નામથી ઓળખાતી જગ્યા વિશે. આ જ જગ્યાને મિની થાઈલેન્ડ તરીકે ઓળખવામાં આવે છે. જે હિમાચલ પ્રદેશના તિર્થન વેલીમાં આવેલું છે.
આ પણ વાંચો: લક્ષદ્વીપમાં પર્યટનને પ્રોત્સાહન આપવા અનેક પ્રૉજેક્ટ હાથ ધરાશે
હિમાચલ પ્રદેશના તિર્થન વેલીમાં જિભીમાં સ્થિત આ જગ્યા પોતાની સુંદરતા માટે ખૂબ પ્રખ્યાત છે અને તે પર્યટકોને પોતાની તરફ આકર્ષે છે. ચીડ અને દેવદારના જંગલોથી ઘેરાયેલી આ જગ્યા સ્વર્ગથી બિલકુલ ઓછી ઉતરતી નથી. બે વિશાળ પર્વતો વચ્ચે વહેતા સુંદર ઝરણાની સુંદરતા કોઈનું પણ મન મોહી લેશે.

એક વખત તમે અહીંની મુલાકાત લેશો એટલે તમને ખ્યાલ આવશે જાણે તમે થાઈલેન્ડના ફોટો જોઈ રહ્યા છો કે પહોંચી ગયા છો એવી અનુભૂતી થશે. આ જ કારણ છે કે આ જગ્યાને લોકો મિની થાઈલેન્ડના નામે પણ ઓળખે છે.
બાકીના હિલ સ્ટેશન કરતાં આ હિલ સ્ટેશનને કોઈ વાત અલગ કરતી હોય તો તે છે લીલથી ઢંકાયેલા પથ્થરો, ગાઢ જંગલો અને અનટચ્ડ કુદરતી લેકનું અદ્ભૂત મિશ્રણ. કુલ્હી કટંડીના પ્રવાસ દરમિયાન તમે ગ્રેટ હિમાલયન નેશનલ પાર્ક, સેરોલસર લેક અને છોઈ વોટર ફોલની મુલાકાત પણ લઈ શકો છો.
આ પણ વાંચો: Budget 2025: ભારત વૈશ્વિક પર્યટન કેન્દ્ર બનશે; બજેટમાં સરકારે મોટી જાહેરાત
પ્રકૃતિના આ ખજાનાની એક ઝલક જોવા માટે તો તમારે લાઈફમાં એક વખત તો ચોક્કસ જ આ સ્થળની મુલાકાત લેવી જોઈએ. ચિંયાગ માંઈ પાસે છુપાયેલા આ થાઈ લૈગુનની યાદ ના આવે તો જ નવાઈ…

છે ને એકદમ ધાસ્સુ માહિતી? તમારા મિત્રો અને પરિવારના લોકો સાથે આ માહિતી શેર કરીને ચોક્કસ વેકેશનનો પ્લાન બનાવો. હં ને? આવી જ બીજી માહિતી જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો…