હેં, એશિયાના આ દેશમાં સૌથી વધુ કોન્ડોમ વેચાય છે, જાણો ભારતનો નંબર કેટલામો?

જ્યારે વાત વસ્તી નિયંત્રણની આવે ત્યારે એટલે તરત જ વિવિધ દેશની સરકારના કાયદા અને અવેરનેસ પ્રોગ્રામની ચર્ચા થવા લાગે છે, પરંતુ આ બધા વચ્ચે એક નાનકડું પ્રોડક્ટ આ દિશામાં સૌથી મોટું અને શાંત યોગદાન આપી રહ્યું છે.
જી હા, અહીં વાત થઈ રહી છે કોન્ડોમ વિશે, જે એશિયાના એક દેશમાં માત્ર જરૂરિયાત જ નહીં, પણ અબજો ડોલરનો એક વિશાળ બિઝનેસ બની ગયો છે.
દુનિયાની વધી રહેલી વસતી એ દરેક સરકાર માટે ખૂબ જ મહત્ત્વનો અને ચિંતાનો મુદ્દો બની ગઈ છે. આવી સ્થિતિમાં સરકાર વિવિધ ઉપાયયોજનાઓ અમલમાં મૂકે છે. આ વિવિધ ઉપાયોમાંથી એક એટલે જ કોન્ડોમ.
વાત કરીએ એશિયાના કયા દેશમાં સૌથી વધુ કોન્ડોમનું વેચાણ થાય છે એની તો જે નામ સામે આવે છે એ ચોંકાવનારું છે. આ સિવાય આપણે આજે અહીં એ પણ જાણીશું કે આ દેશોમાં આપણું ભારત કયા નંબર પર આવે છે…
આપણ વાચો: ગજબની ચોરી! સુરતમાં તસ્કરો મેડિકલ સ્ટોરના તાળા તોડી કોન્ડોમનું પેકેટ ઉઠાવી ગયા
વિશ્વભરમાં વસ્તી વધારો એ સરકારો માટે મોટો પડકાર છે. સ્વાસ્થ્ય સેવાઓ અને સંસાધનો પરનું દબાણ ઘટાડવા માટે સુરક્ષિત સંબંધો અને વસ્તી નિયંત્રણ અનિવાર્ય બન્યું છે.
આ દિશામાં કોન્ડોમ સૌથી સરળ અને અસરકારક સાધન સાબિત થયું છે. વિવિધ આંતરરાષ્ટ્રીય રિપોર્ટ્સ અનુસાર, એશિયામાં કોન્ડોમના વેચાણમાં ચીન સૌથી આગળ છે. ચીનમાં દર વર્ષે અંદાજે 5.8 અબજ યુનિટ કોન્ડોમનો વપરાશ થાય છે.
વાત કરીએ આ યાદીમાં ભારત કયા સ્થાને આવે છે એની તો આ યાદીમાં ચીન પછી ભારત બીજા ક્રમે અને તુર્કી ત્રીજા ક્રમે આવે છે. ભારતમાં ભલે કોન્ડોમનું ખૂબ મોટું માર્કેટ છે, પરંતુ ચીનની સરખામણીએ ઘણો પાછળ છે.
ચીન કોન્ડોમનું આટલું મોટું માર્કેટ છે એના કારણ વિશે વાત કરીએ તો ચીનની વસ્તી અંદાજે 1.4 અબજ છે, જેમાંથી 60 કરોડથી વધુ લોકો સેક્સ્યુઅલી એક્ટિવ હોવાનું માનવામાં આવે છે.
આપણ વાચો: કોન્ડોમ, આઈપીલ અને આલ્કોહોલઃ અમદાવાદની સ્કૂલોમાં વિદ્યાર્થીઓની બેગમાંથી શું શું મળે છે?
ચીની સરકાર જાતીય સ્વાસ્થ્ય અને એઈડ્સ જેવા રોગોથી બચવા માટે સતત જાગૃતિ અભિયાન ચલાવે છે, જેના કારણે લોકોમાં સામાજિક સંકોચ ઓછો થયો છે. સેક્સ એજ્યુકેશનને કારણે યુવા પેઢીમાં તેની સ્વીકાર્યતા વધી છે.
2023માં ચીનનું કોન્ડોમ માર્કેટ અંદાજે 3.69 બિલિયન અમેરિકન ડોલર એટલે કે આશરે 30,0000 કરોડ રૂપિયાથી વધુ હતી. 2030 સુધીમાં આ બજાર વધીને 7.24 બિલિયન ડોલર સુધી પહોંચવાની શક્યતા છે. આ માર્કેટ દર વર્ષે 10 ટકાના દરે વધી રહ્યું છે.
ચીનમાં ઓકામોટો, સાગામી અને ઈલાસૂન જેવી આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ્સના કોન્ડોમની ભારે માંગણી જોવા મળે છે. ચીન પોતાની જરૂરિયાત પૂરી કરવા માટે થાઈલેન્ડ, જાપાન અને મલેશિયા જેવા દેશોમાંથી પણ મોટા પાયે કોન્ડોમની આયાત કરે છે.



