પૃથ્વી પરની જગ્યા છે સ્પેસથી સૌથી નજીક, વાદળોથી ઉપર રહે છે લોકો… જાણો છો નામ?
હેડિંગ વાંચીને તમે પણ વિચારમાં તો પડી ગયા હશો કે આખરે અહીં અમે કયા સ્થળની વાત કરી રહ્યા છીએ? ચાલો વાતમાં વધારે મોણ નાખ્યા વિના તમને જણાવીએ આ સ્થળનું નામ. આપણે જ્યારે માથુ ઉંચે કરીને જોઈએ તો ઉપર આકાશ કે સ્પેસ જે કહો એ દેખાય છે. પરંતુ પૃથ્વી પર જ એવી એવી જગ્યાઓ આવેલી છે કે જેના વિશે સાંભળીને કે વાંચીને પણ માથુ ચકરાઈ જાય. આજે આપણે અહીં આવા જ એક શહેરની વાત કરીશું કે જ્યાં લોકો વાદળોથી પણ ઉપર રહે છે.
અમે અહીં જે શહેરની વાત કરીએ રહ્યા છીએ એ શહેર 5100 મીટર કરતાં પણ વધુ ઉંચાઈ પર આવેલું છે અને એને કારણે અહીં વાયુમંડળ ખૂબ જ પાતળું થઈ જાય છે. વાયુ મંડળ પાતળું થઈ જવાને કારણે અહીં ઓક્સિજનનું લેવલ પણ 50 ટકાથી પણ ઓછું થઈ જાય છે. આ જ કારણ છે કે અહીં દુનિયાના બીજા સ્થાન કરતાં લોકોને શ્વાસ લેવામાં મુશ્કેલી પડે છે. આ સાથે જ બીજી કેટલીક શારીરિક સમસ્યાઓ પણ સતાવે છે.
Also read: અંગ્રેજોને આપ્યું હતું આ ગુજરાતીએ કર્જ, તગડું વ્યાજ પણ વસૂલ્યું, નામ જાણો છો?
અમેરિકાના પેરુમાં આવેલું રિનકોનાડા છે એ શહેર. આ શહેર બરફથી ઢંકાયેલા પહાડોની વચ્ચે આવેલું છે. આ શહેર પેરુની ઈન્ડિઝમાં આવેલું છે અને અહીંની ઊંચાઈ યુરોપના આલ્પ્સ સ્થિત સૌથી ઊંચા શિખર કરતાં પણ 300 મીટર વધારે છે.
એવું કહેવાય છે કે આ જગ્યા કે શહેર પૃથ્વી પરનું સ્પેસથી સૌથી વધુ નજીક આવેલું શહેર છે. ઓક્સિજનની કમીને કારણે અહીં વનસ્પતિ કે હરિયાળી નથી જોવા મળતી. અહીંના લોકોએ પોતાના શરીરને એવી રીતે ઢાળી લીધું છે કે તેઓ આટલા ઓછા ઓક્સિજનમાં પણ સર્વાઈવ કરી શકે છે.
આ એક માઈનિંગ સિટી છે અને અહીં સોના માટે માઈનિંગ કરવામાં આવે છે. અહીંની જમીન અને પાણી સાઈનાઈડ અને પારા જેવા ખતરનાક રસાયણોથી દૂષિત થઈ ગઈ છે. અહીં ગેરકાયદેસર રીતે માઈનિંગ કરવામાં આવી છે. અહીંના કોઈ સ્થાયી નિવાસી નથી. સોનાની શોધમાં પેરુ અને અન્ય જગ્યાએથી આવેલી લોકો જ આ શહેરમાં રહે છે.