બોલો, અંતરિક્ષમાં અહીં 24 કલાકમાં 16 વખત સૂર્યોદય અને 16 વખત સૂર્યાસ્ત થાય છે…

આપણે ધરતી પર રહેનારા લોકો માટે કો 24 કલાકમાં એક વખત સૂર્યોદય થાય છે, પણ જરા વિચારો કે એસ્ટ્રોનટ્સ કે જેઓ સ્પેસ સ્ટેશનમાં રહે છે એમના માટે દિવસ રાત કેવો હોય છે? આવું અમે એટલા માટે પૂછી રહ્યા છીએ કારણ કે સ્પેસમાં તો ક્યારેય સૂર્યાસ્ત થતો જ નથી. વાત જાણે એમ છે કે પૃથ્વી સૂર્યની આસપાસ પરિભ્રમણ કરે છે અને એને કારણે જ પૃથ્વીનો જે ભાગ સૂર્યની સામે આવ્યા છે ત્યાં દિવસ હોય છે અને જે ભાગ પાછળની બાજુએ હોય છે ત્યાં રાત હોય છે.
સ્પેસ સ્ટેશનમાં આશરે સરાસરી પાંચથી છ એસ્ટ્રોનટ્સ રહે છે, જેમાં સ્પેસ એજન્સી નાસા, રશિયાની રોસ્કોસ્મોસ, યુરોપની ઈએસએ, જાપાનની જેએક્સએ અને કેનેડાની સ્પેસ એજન્સી સીએસએના એસ્ટ્રોનટ્સનો સમાવેશ થાય છે. એવામાં સવાલ એ થાય છે કે તો પછી આ લોકોને સ્પેસમાં દિવસ-રાતની જાણ કઈ રીતે થાય છે? તમારા આ જ સવાલનો જવાબ લઈને અમે આવ્યા છીએ.
તમારી જાણ માટે કે ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પૃથ્વીથી આશરે 400 કિલોમીટરની સરેરાશ ઊંચાઈ પર સ્થિત છે. આ સ્પેસ સ્ટેશન ત્યાં એક જગ્યા પર સ્થિર નથી હોતા, પણ લંબગોળાકાર રૂટ પર સ્પેસ સ્ટેશન પર સતત પૃથ્વીની પરિક્રમા કરે છે.
ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન એટલે કે ISS 27,600 કિલોમીટર પ્રતિકલાકની સ્પીડથી પૃથ્વીનો ચક્કર લગાવે છે. સમયની વાત કરીએ તો 90 મિનિટમાં કે ધરતીનો એક ચક્કર કાપે છે એટલે જે રીતે પૃથ્વીનો અડધો હિસ્સો અડધો સમય સૂર્યની સામે અને અડધો સમય સૂર્યની પાછળ રહે છે એ જ રીતે ઈન્ટનેશન સ્પેસ સ્ટેશન પણ અડધો સમય સુધી સૂર્યના પ્રકાશમાં અને બાકીનો સમય પૃથ્વીના છાયામાં રહે છે.
એટલે સ્પેસ સ્ટેશનના એક ચક્કરમાં આશરે 45 મિનિટ અંધારા અને 45 મિનિટ પ્રકાશમાં રહે છે. ગણતરી કરવા જઈએ તો 24 કલાકમાં સ્પેસ સ્ટેશનમાં 16 વખત સૂર્યોદય અને 16 વખત સૂર્યાસ્ત થાય છે. જોકે, સ્પેસ સ્ટેશનમાં એસ્ટ્રોનટ્સના સૂવા માટેનો જે રૂમ હોય છે એમાં ઘણી બધી હાઈટેક વ્યવસ્થા હોય છે, એટલે બહાર ભલે પ્રકાશ હોય પણ રૂમમાં તો રાતનો જ માહોલ હોય છે, જેથી એસ્ટ્રોનટ્સ સારી રીતે ઊંઘી શકે અને આરામ કરી શકે.