ઘરમાં વાવો આ ચાર નાના છોડ, ઘરની શોભા સાથે હેલ્થ પણ સુધરશે

આજકાલ દરેકનાં ઘરની બહાર એક કે બે છોડ જોવા મળશે જ. પ્લાન્ટ લવર લોકો ઘણા પ્રકારના છોડ રોપતા હોય છે. જો તમે પણ તમારા ઘરે કેટલાક નવા છોડ લગાવવાનું વિચારી રહ્યા છો તો એવા છોડ વાવો કે જેનાથી તમારા સ્વાસ્થ્યને ફાયદો થાય. અહીં અમે 5 ઔષધીય છોડ વિશે જણાવી રહ્યા છીએ. જેને સરળતાથી ઘરે લગાવી શકાય છે.
કુંવારપાઠું (Aloe vera)
આયુર્વેદમાં કુંવારપાઠું એટલે કે એલોવેરાને ઔષધીય વનસ્પતિઓનો રાજા કહેવામાં આવે છે. કુંવારપાઠુંનો ઉપયોગ ઘણી બધી સમસ્યાઓનાં નિરાકરણમાં થઈ શકે છે. આમપણ તેને સરળતાથી ઘરે રોપી શકાય છે. વળી આ એક એવો છોડ છે જે ઓછી કાળજીએ પણ ઊગી જાય છે. મોટાભાગે લોકો તેનો ઉપયોગ સ્કીન કેર માટે કરે છે. વળી મુંઢ માર કે આંતરિક દર્દથી પણ કુંવારપાઠું રાહત આપે છે.
Also read:
તુલસીનો છોડ (Basil)
તુલસીનો છોડ કોઇપણ ભારતીય ઘરમાં અચૂક જોવા મળશે. જો તમારા ઘરમાં આ છોડ નથી તો તેને ચોક્કસ વાવો. કારણ કે તેનું ધાર્મિક મહત્વ તો છે જ પણ તે ઉપરાંત તે ઉત્તમ ઔષધીય વનસ્પતિ છે. તુલસીની સુગંધ બેક્ટેરિયાના વિકાસને રોકી રાખે છે અને આ સિવાય શિયાળામાં ચામાં તેના પાનનો ઉપયોગ કરી શકાય છે. તેનાથી ગળામાં બળતરા, દુખાવો કે ઉધરસથી રાહત મળશે.
બારમાસીનાં ફૂલ (Perennial flowers)
બારમાસી ફૂલના છોડને કોઈ વિશેષ કાળજીની જરૂર નથી. એકવાર તમે તેને ઘરમાં લગાવો તો તેની મેળે જ તે વધવા લાગે છે. તેના ફૂલો સફેદ કે જાંબલી અને ગુલાબી રંગના હોય છે. બારમાસીનાં પાંદડામાં આલ્કલોઇડ ગુણ હોય છે જે વધેલી બ્લડ સુગરને ઘટાડવામાં મદદ કરે છે.
ફુદીનાનો છોડ (Mint plant)
અન્ય છોડની સાથે જ ઘરમાં ફુદીનાનો છોડ ચોક્કસ વાવવો જોઇએ. આ તાજા સુગંધિત ઔષધીય છોડનો ઉપયોગ ઘણી રીતે થાય છે. તમે ખૂબ જ ઓછી કાળજી સાથે ફુદીનો ઉગાડી શકો છો. તેની ચા પીવાથી મૂડ એકદમ મસ્ત બનેલો છે અને પાચનતંત્ર સુધરે છે.
નોંધ: અહી આપવામાં આવતી ટિપ્સ એક સૂચન છે, અનુસરતા પૂર્વે તબીબની સલાહ અવશ્ય લેવી.