તમારા રસોડામાં પણ છે આ દાળ? આજે જ ખાવાનું બંધ કરી દો, નહીંતર…

ભારતીય રસોડામાં રહેલાં દરેક તત્વનું એક અલગ મહત્ત્વ હોય છે અને એમાં પણ ખાસ કરીને દાળનું. લંચ હોય કે ડિનર બંનેમાં દાળ તો ચોક્કસ બને છે. દાળમાં મોટા પ્રમાણમાં પોષક તત્વો જોવા મળે છે, જે શરીરને આવશ્યક પોષણ તો આપે જ છે પણ એની સાથે સાથે અનેક બીમારીથી દૂર રાખે છે. ડોક્ટર પણ સલાહ આપે છે કે તમારા ડાયેટમાં સામેલ કરો. પરંતુ જો કોઈ તમને કહે કે એક દાળ એવી પણ છે કે જે તમને અપંગ બનાવી શકે એમ છે તો માનવામાં આવે ખરું? સાંભળવામાં ભલે વિચિત્ર લાગે પણ આ હકીકત છે. ચાલો આજે તમને આ દાળ વિશે જણાવીએ…
સામાન્યપણે દાળ ખાવું આરોગ્ય માટે ખૂબ જ લાભદાયી માનવામાં આવે છે. પરંતુ એક દાળ એવી પણ છે કે જેના સેવનથી કમરની નીચેનો હિસ્સો બેજાન થઈ જાય છે. આજે અમે અહીં તમને એક એવી દાળ વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે જે દાળ તમારા શરીર માટે નુકસાનકારક છે અને એને કારણે જ તેને પ્રતિબંધિત કરવામાં આવી છે.
આ પણ વાંચો: ચાનો શોખ તમને બીમાર કરશે? એક દિવસમાં આટલી ચા પીવી જોઈએ…
અમે અહીં જે દાળની વાત કરીએ રહ્યાં છીએ એ છે ખેસારીની દાળ. આ દાળ મોટાભાગે ઉત્તર ભારતમાં જોવા મળે છે અને ખેતરોમાં સરળતાથી ઉગે છે. આ દાળ નાની નાની ફળીઓના રૂપમાં હોય છે અને ફળી ખોલીને તેમાંથી દાળ કાઢવામાં આવે છે. દેખાવમાં આ દાળ તુવેરની દાળ જેવી જ દેખાય છે. આ દાળને ગરીબોની દાળ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દાળનું વૈજ્ઞાનિક નામ લેથાઈરસ સેટાઈવર છે, જેમાં બીટા આક્ઝેલિલ અમીનો એલેનીન નામનો કેમિકલ જોવા મળે છે.
1961માં આ દાળને બેન કરવામાં આવી હતી, કારણ કે આ દાળ ખાવાથી કેટલાક લોકોને અપંગતાના લક્ષણ જોવા મળ્યા હતા. આ કારણે આ દાળ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. આ સિવાય આ ગાળમાં ન્યુરોટોક્સિન અને કેટલાક ઝેરી એસિડ તત્ત્વો પણ જોવા મળે છે છે જે માનવીય શરીર માટે ખૂબ જ જોખમી સાબિત થઈ શકે છે.
આ પણ વાંચો: વજન ઘટાડવા સલાડ ખાવ છો? આટલી બાબતો રાખજો ધ્યાનમાં નહિતર ફાયદાનાં નામે મળશે ઝીરો…
અગાઉ કહ્યું એમ ખેસારી દાળમાં ન્યુરોટોક્સિન અને કેટલાક ઝેરી રસાયણો જોવા મળે છે, જે જોખમી હોય છે. ક્યારેક ક્યારેક આ દાળ ખાવાથી નુકસાન નથી થતું પણ નિયમિતપણે એનું સેવન કરવામાં આવે તો તે શરીરને અપંગ બનાવવાનું શરૂ કરે છે. આ દાળ બોડીની નર્વ સિસ્ટમને સુન્ન કરે છે અને એને કારણે જ આ દાળ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. જોકે, લાંબા સમયથી આ દાળ પર મૂકવામાં આવેલો પ્રતિબંધ હટાવવાની માંગણી કરવામાં આવી રહી છે.
ખેસારી દાળમાં 31 ટકા પ્રોટિન હોય છે જ્યારે એમાં ઓક્સાલિલ્ડયામિનો પ્રોપિયોનિક એસિડનું પ્રમાણ 0.15 ટકાથી 0.35 ટકા હોય છે. ઓડીએપી એક ઝેરી પદાર્થ છે જે ખેસારી દાળમાં જોવા મળે છે જે માનવી શરીરને અપંગ બનાવે છે, જો આ દાળનો વધારે પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે તો.