સવારે વહેલા ઉઠવું અમુક લોકો માટે ફાયદાકારક નથી, થાય છે નુકસાન…

આપણે હંમેશાથી આપણા વડીલોને એવું કહેતાં સાંભળ્યા છે કે સવારે વહેલાં ઉઠવું જોઈએ, સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જોઈએ. પરંતુ જો તમને કોઈ કહે કે વહેલી સવારે ઉઠવું અમુક લોકો માટે સારું નથી તો? ચોંકી ઉઠ્યા ને? આજે આપણે અહીં વાત કરીશું કે કઈ રીતે સવારે વહેલા ઉઠવું અમુક વ્યક્તિ માટે ફાયદાકારક ને બદલે નુકસાનકારક સાબિત થઈ શકે છે. ચાલો જાણીએ આખી સ્ટોરી-
સવારે વહેલાં ઉઠવું એક સારી આદત ગણાય છે, પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે બધા માટે આવું નથી હોતું. દરેક વ્યક્તિની જરૂરિયાત અલગ અલગ હોય છે. દરેક વ્યક્તિની બોડી ક્લોક અલગ હોય છે. જો તમે સ્વાભાવિક રીતે મોડા ઉઠો છો તો પછી તમારે તમારી જાત પર વધારે દબાણ નાખવાની જરૂર નથી. જો તમારી ઊંઘ પૂરી નહીં થાય તો તમને પૂરતો આરામ નહીં મળે અને એને કારણે આખો દિવસ સુસ્ત અને થાક લાગે છે.
આ પણ વાંચો: સંતરાના રસના સ્વાસ્થ્ય લાભો: જાણો કઈ રીતે બને છે ગુણકારી
કેટલાક લોકો હોય છે કે જેમને વહેલાં સવારે ઉઠવાને કારણે મગજ સુસ્ત લાગે છે અને આવી સ્થિતિમાં તેમની કાર્યક્ષમતામાં ઘટાડો જોવા મળી શકે છે. જો તમારી દિનચર્યા અનિશ્ચિત છે તો તમારા માટે જલદી ઉઠવું નુકસાનકારક સાબિત થઈ શકે છે. બોડી ક્લોકથી વિપરીત વહેલા ઉઠવું તાણનું કારણ બની શકે છે.
આ ઉપરાંત જે લોકો રાતે કે બપોરે સારું કામ કરે છે એમના માટે વહેલી સવારે ઉઠવું પ્રોડક્ટિવિટી ઘટાડવાનું કારણ બની શકે છે. કેટલાક લોકો રાતના સમયે ખૂબ જ ફોક્સ્ડ કહે છે અને એમના માટે એ જ સમયે કામ કરવું ફાયદાકારક રહે છે.
ટૂંકમાં નેચરલ સ્લિપિંગ પેટર્નથી છેડછાડ કરવાને કારણે મૂડ સ્વિંગ થવા કે સ્વભાવમાં ચિડીયાપણું આવી શકે છે. સવારે વહેલાં ઉઠવા કરતાં પણ વધારે જરૂરી એ છે કે તમે પૂરતી ઉંઘ લો અને માનસિક અને શારીરિક રીતે પણ સ્વસ્થ રહો.