હેલ્થ

નારિયેળ પાણી પીતી વખતે કરેલી આ ભૂલ તમારા માટે જીવલેણ સાબિત થશે…

નારિયેળ પાણી પીવું સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું માનવામાં આવે છે, કારણ કે તેમાં નેચરલી ઈલેક્ટ્રોલાઈટ્સ જોવા મળે છે જે શરીરને પોટેશિયમ, મેગ્નેશિયમ અને કેલ્શિયમ જેવા જરૂરી પોષક તત્ત્વો આપે છે. પરંતુ ક્યારેય વિચાર્યું છે ખરું કે આ જ નારિયેળ પાણી તમારા જીવ માટે જોખમી પણ સાબિત થઈ શકે છે? વિશ્વાસ નહીં થાય પણ આવું હકીકતમાં બન્યું છે. આ ઘટના ડેન્માર્કની છે. ચાલો જાણીએ કઈ રીતે સ્વાસ્થ્ય વર્ધક નારિયેળ પાણી ડેન્માર્કના રહેવાસી માટે મોતનો પૈગામ લઈને આવ્યું…

મીડિયા રિપોર્ટમસામાં કરવામાં આવેલા દાવા અનુસાર ડેન્માર્કમાં રહેતા એક વ્યક્તિનું નારિયેળ પાણી પીવાને કારણે મૃત્યુ થઈ ગયું હતું અને ત્યાર બાદથી જ નારિયેળ પાણીને લઈને જાત જાતના સવાલો કરવામાં આવી રહ્યા છે. 69 વર્ષના એક વૃદ્ધ વ્યક્તિને નારિયેળ પાણીની પીધાના થોડાક સમય બાદ જ સમસ્યાઓ થવા લાગી. તેમને પસીનો, ઉલટીઓ અને બેચેની થવા લાગી. આ સિવાય કન્ફ્યુઝન, પીળી સ્કીન અને બેલેન્સ બગડવું જેવી વિવિધ સમસ્યાઓ પણ જોવા મળી હતી. જ્યારે એમઆરઆઈ કરાવ્યું તો જાણવા મળ્યું કે તેમના મગજમાં સોજા આવી ગઈ હતી.

આ પણ વાંચો: આ લોકોએ ભૂલથી પણ નારિયેળ પાણી ન પીવું જોઈએ

આઈસીયુમાં વૃદ્ધ વ્યક્તિ પર મેટાબોલિક એન્સેફેલોપેથીની સારવાર કરવામાં આવી, જેમાં મેટાબોલિઝમની સમસ્યાને કારણે બ્રેન ડિસઈન્ફેક્શન થાય છે. હોસ્પિટલમાં દાખલ થયાના 26 કલાક બાદ દર્દીનું બ્રેન ડેડ થઈ ગયું અને લાઈફ સપોર્ટ પણ બંધ થઈ ગયું અને ત્યાર બાદ ડોક્ટરોએ તેમને મૃત જાહેર કરી દીધા હતા.

હોસ્પિટલ પહોંચવાના 4.5 કલાક પહેલાં દર્દીએ નારિયલ પાણી સ્ટ્રોથી પીધું હતું. પરંતુ એ પાણીનો સ્વાદ બદલાયેલો હતો એટલે દર્દીએ થોડું જ પાણી પીધું. તેણે આ વાત પોતાની પત્નીને પણ કરી. જ્યારે નારિયેળ ખોલવામાં આવ્યું ત્યારે તે અંદરથી ખરાબ સડેલું નીકળ્યું. રિપોર્ટમાં જાણવા મળ્યું કે નારિયેળ છોલેલું હતું અને એને કારણે સ્ટ્રો નાખવા માટે સરળતાથી જગ્યા બની ગઈ હતી. સામાન્યપણે નારિયેળને ફ્રિજમાં 4-5 ડિગ્રી સેલ્સિયસ પર રાખવામાં આવે છે. પરંતુ એ વ્યક્તિએ નારિયેળને એક મહિના સુધી ખુલ્લામાં મૂકી દીધું હતું.

નિષ્ણાતોના જણાવ્યા અનુસાર નારિયેળને ફ્રિજમાં જ રાખવા જોઈએ, કારણ કે તેની સેલ્ફ લાઈફ ઘટી જાય છે. ખોલવામાં ના આવ્યા હોય એવા નાળિયેરને મહિનાઓ સુધી રૂમ ટેમ્પરેચર પર રાખી શકાય છે. પરંતું ખોલેલા નારિયેળને ટાઈટ કન્ટેનર કે ઝિપ લોક બેગમાં રાકીને ફ્રિજમાં સ્ટોર કરવા જોઈએ. આવા નારિયેળ 3-4 દિવસ સુધી સારા રહે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button