સૂકી ઉધરસ માટે દવા નહિ પણ આ ઘરેલુ ઉપચાર છે વધુ અસરકારક! આપશે રાહત

શરદી અને ફ્લૂ ભલે એક નાની સમસ્યા લાગે પરંતુ તે શરીરને ખરાબ અસર કરે છે. શરદી, કફ અને ઉધરસને કારણે માણસ શાંતિથી સૂઈ પણ શકતો નથી. આવી સ્થિતિમાં, સતત ઉધરસને કારણે શ્વાસ લેવામાં પણ તકલીફ પડે છે. આખી રાત ઉધરસને કારણે ગળામાં દુખાવો થવા લાગે અને વ્યક્તિ ઊંઘમાંથી જાગી જાય ત્યારે સ્થિતિ વધુ ખરાબ થઈ જાય છે. પરંતુ તેનાથી રાહત મેળવવા માટે આ ઘરેલું ઉપાયો તમને રાહત મળી શકે છે.
આ પણ વાંચો: ડાયાબિટીસના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવા જોઈએ આ ફળો, નહીંતર…
આદુ – આદુ ઉધરસ માટે અસરકારક ઔષધિ તરીકે કામ કરે છે. તેમાં બળતરા વિરોધી ગુણધર્મો છે. આદુ ચાવવાથી ઉધરસ ઓછી થાય છે. રાત્રે ઉધરસથી રાહત મેળવવા માટે, 1 કપ ગરમ પાણીમાં 20-30 ગ્રામ વાટેલું આદુ અથવા સૂકું આદુ ઉમેરો અને તેમાં મધ અથવા લીંબુનો રસ મિક્સ કરીને પીવો. આનાથી સૂકી ઉધરસમાં રાહત મળશે.
જેઠીમધ– જેઠીમધનું મૂળ ઉધરસ માટે પણ અસરકારક છે. જેઠીમધમાં એન્ટિવાયરલ અને એન્ટીબેક્ટેરિયલ ગુણધર્મો છે જે ગળાના દુખાવામાં ઘણી હદ સુધી રાહત આપી શકે છે. ચાના રૂપમાં જેઠીમધ પીવાથી ગળામાં રાહત મળશે અને ઉધરસ પણ ઓછી થશે.
નીલગિરી તેલ – ઉધરસથી રાહત મેળવવા માટે નાસ લો અથવા પાણીમાં અથવા હ્યુમિડિફાયરમાં નીલગિરી તેલના થોડા ટીપાં ઉમેરો. ખાસ કરીને રાત્રે નીલગિરીનું તેલ ઉમેરીને નાસ લેવાથી સૂકી ઉધરસમાં રાહત મળે છે. તમે તેને તમારી ગરદન અને છાતી પર પણ હળવા હાથે લગાવી શકો છો.
ગરમ પાણીથી કોગળા કરો– ગળામાં કફ સુકાઈ જાય ત્યારે ઉધરસ વધુ આવે છે. સૂકી ઉધરસના કિસ્સામાં, ગરમ પાણીથી કોગળા કરવાથી ઘણી રાહત મળી રહેશે. તે એલર્જીને ઘટાડવામાં પણ મદદ કરે છે. તેથી રાત્રે ગરમ પાણીથી કોગળા કરવા જોઇએ.