આ સ્ટોરી વાંચ્યા પછી તમે બટેટાંની છાલને ફેંકવાનું ભૂલી જશો…

બટેટાં એ ભારતીય રસોડામાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતી સામગ્રી છે અને બટેટાં દરેક શાકભાજી સાથે ખૂબ જ સરળતાથી મિક્સ થઈ જાય છે. આપણે બટેટાંને શાકમાં નાખ્યા બાદ આપણે તેની છાલને ફેંકી દઈએ છીએ. શું તમે પણ આવું જ કરો છો? જો હા, તો આ સ્ટોરી વાંચી લો અને આ વાંચ્યા બાદ ચોક્કસ જ તમે બટેટાંની છાલ ફેંકવાનું બંધ કરી દેશો 100 ટકાની ગેરેન્ટી…
આ પણ વાંચો : ખાટું થઈ ગયેલું દહીં હવે ફેંકી દેવું નહીં પડે: આ 5 ટિપ્સ દૂર થશે ખટાશ…
બટેટાં દરેક શાકભાજીમાં સરળતાથી મિક્સ થઈ જાય છે, પણ શું તમને ખબર છે કે બટેટાંની છાલમાં ભરપૂર પોષકતત્ત્વો હોય છે? ચોંકી ઉઠ્યા ને? પણ આ હકીકત છે. આજે અમે અહીં તમને બટેટાંની છાલથી થનારા ફાયદાઓ વિશે જણાવવા ઝઈ રહ્યા છીએ. ચાલો વિગતવાર જણાવીએ-
પોષક તત્ત્વોની ખાણ છે બટેટાંઃ
તમને જાણીને નવાઈ લાગશે કે બટેટાંની છાલમાં વિટામિન સી, વિટામિન બી કોમ્પ્લેક્સ, વિટામિન બી6, પોટેશિયમ, મેગ્નેશિયમ, ફાઈબર, એન્ટિ ઓક્સિડન્ટ, ક્લોરોજેનિક એસિડ, ગેલિક એસિડ જેવા વિવિધ પોષક તત્વો જોવા મળે છે.
હાર્ટને રાખે હેલ્ધીઃ
છેલ્લાં કેટલાક સમયથી જો તમે ધ્યાનથી જોયું હશે તો તમને ખ્યાલ હશે કે હાર્ટ સંબંધિત સમસ્યાઓમાં વધારો જોવા મળી રહ્યા છે, લોકો હાર્ટ સંબંધિત બીમારીનો ભોગ બની રહ્યા છે. તમારા હાર્ટને હેલ્ધી રાખવા તમારે બટેટાંની છાલનો ઉપયોગ કરવો જોઈએ, કારણ કે તેમાં પોટેશિયમ જોવા મળે છે.
પાચન તંત્રની સમસ્યામાં મદદરૂપઃ
જો તમને પણ પાચન તંત્ર સંબંધિત સમસ્યા સતાવતી હોય તો બટેટાં તમને આ સમસ્યામાંથી રાહત અપાવશે. પાચન તંત્રને સુધરા માટે તમારે બટેટાં છાલ સાથે ખાવા જોઈએ. બટેટાંની છાલમાં મોટા પ્રમાણમાં ફાઈબર જોવા મળે છે, જેને કારણે પાચન તંત્ર મજબૂત બને છે.
ઈમ્યુનિટી બુસ્ટ કરેઃ
આપણામાંથી અનેક લોકોની ઈમ્યુનિટી સિસ્ટમ ખૂબ જ નબળી હોય છે, જેને કારણે તેઓ વારંવાર બીમાર પડે છે. જો તમે ઈમ્યુનિટીને બુસ્ટ કરવા માંગો છો તો તમારે તમારા ડાયેટમાં બટેટાંની છાલને સામેલ કરવી જોઈએ.
ગ્લોઈંગ સ્કિનઃ
બટેટાંની છાલમાં વિટામિન ઈ-અને એન્ટિ બેક્ટેરિયલ પ્રોપર્ટીઝ જોવા મળે છે. આવી સ્થિતિમાં તમારી સ્કિનને ગ્લોઈંગ બનાવવા માટે બટેટાંની છાલનો ઉપયોગ કરવો જોઈએ.
કેન્સર જેવી સમસ્યાથી બચાવેઃ
કેન્સર એક જીવલેણ બીમારી છે અને જો તમે પણ કેન્સરથી બચવા માંગો છો તો તમારા માટે બટેટાંની છાલનું સેવન ફાયદાકારક સાબિત થશે. નિષ્ણાતોના મતે બટેટાંની છાલમાં એન્ટિ ઓક્સિડન્ટ્સ જોવા મળે છે, જે કેન્સર જેવી ગંભીર બીમારી સામે પણ રક્ષણ આપવામાં મદદ કરે છે.