Health: બાળકોને સંતરા ખવડાવવાથી શરદી અને ઉધરસ થતા અટકે છે, જાણો હકીકત?
પહેલાના સમયમાં જ્યારે બાળકને શરદી થતી ત્યારે ઘરગથ્થું ઉપાયો કરવામાં આવતા હતા. એવું કહેવામાં આવતું હતું કે બાળકોને રોજ સંતરા ખવડાવવાથી શરદી થતી નથી અને તેઓ વારંવાર બીમાર પણ પડતા નથી. આવો દાવો સોશિયલ મીડિયા પરની એક રીલમાં કરવામાં આવ્યો છે. ચાલો જાણીએ આ દાવો કેટલી હદે સાચો છે.
આ પણ વાંચો : Health Tips: શિયાળામાં તલ સો ટકા ફાયદો કરે છે, પણ તલ ખાવાની સાચી રીત જાણો છો?
બદલાતા વાતાવરણને કારણે બાળકોને નાક બંધ થઇ જવાની સાથે સાથે શરદી(COLD)અને ઉધરસ(COUGH) થવાનું પ્રમાણ વધારે રહે છે. જેના કારણે તાવ પણ આવે છે. આ સમસ્યાના ઇન્ટરનેટ પર ઘણા ઉકેલો છે, જેની મદદથી શરદીને મટાડી શકાય છે. આ સમયગાળામાં જો બાળકને સંતરા આપવામાં આવે તો તે ખૂબ ફાયદાકારક સાબિત થાય છે.
ઈન્સ્ટાગ્રામ પર એક યુઝરે એક વીડિયોમાં દાવો કર્યો છે કે સંતરા બાળકોને શરદી અને ઉધરસથી બચાવે છે અને તેનું રોજ સેવન કરવું જોઈએ. ચાલો જાણીએ દાવા ડોક્ટરનું શું કહેવું છે. જાણીતા તબીબે કહ્યું હતું કે સંતરાનું સેવન કરવાથી શરદીથી બચાવવાની સાથે રિકવરી પણ ઝડપી બનાવે છે.
નિષ્ણાતનો શું કહેવું છે?
નિષ્ણાતોનું કહેવું છે કે સંતરાના નિયમિત સેવનથી રોગપ્રતિકારક શક્તિ વધે છે અને શરદીના લક્ષણોને કાબૂમાં લાવવામાં મદદરુપ થાય છે. જોકે, સામાન્ય શરદી થાવા પાછળનું કારણ વાયરસ પણ હોઈ શકે છે.
ડૉક્ટરોના મતે જોઈએ તો તેઓનું કહેવુ છે કે સંતરામાં રહેલું સાઇટ્રિક એસિડ ગળામાં ખરાશનું કારણ બની શકે છે, જે શરદી વખતે મુશ્કેલી ઊભી કરી શકે છે. શરદી અને ઉધરસનો રિસ્ક ઘટાડવા માટે ફ્રુટ્સ અને શાકભાજીથી ફાયદાકારક છે. આ ઉપરાંત, વેક્શીનેશન વિશે સતત અપડેટ રાખવી જોઈએ.
આ પણ વાંચો : બ્લિંકિટ, ઝેપ્ટો કે સ્વિગી કોણ છે સૌથી ફાસ્ટ? એક મહિલાએ કર્યો આવો પ્રયોગ, સોશિયલ મીડિયા પર ચર્ચા
તપાસ કરતા માહિતી મળી છે કે બાળકોને સંતરા ખવડાવવાથી શરદી અને ઉધરસ મટે છે તે દાવો અમુક હદ સુધી સાચો છે. એક્સપર્ટના મતે સંતરા સ્વાસ્થ્ય માટે ભલે સારા હોય પણ કોઈ પણ રોગથી બચવા માટે માત્ર સંતરા પર નિર્ભર રહેવું યોગ્ય કહી શકાય નહી!