તમે પણ સવારમાં ખાલી પેટ ચા કોફી તો નથી પીતા ને? આ વાંચી લેશો તો…

આપણે ત્યાં સામાન્યપણે જ્યારે દિવસ સારો ના જાય તો આપણે કહીએ કે અરે યાર કોનું મોઢું જોઈ લીધું હતું સવાર સવારમાં ખબર નહીં. આ પાછળની એવી માન્યતા છે કે સવારે તમે જે કામ કરો છો એની અસર આખો દિવસ જોવા મળે છે. આજે અમે તમને અહીં સવારમાં કરવામાં આવતી ભૂલ વિશે જણાવવા જઈએ રહ્યા છીએ. આ ભૂલથી તમારી અનેક સમસ્યાઓ ઉકેલાઈ જશે. ચાલો જોઈએ કઈ છે આ ભૂલો…
આપણામાંથી મોટાભાગના લોકોને એવી ટેવ હોય છે કે સવારમાં ઉઠીને તરોતાજા અનુભવવા માટે ચા કે કોફીનો કપ ઉપાડીએ છીએ. પરંતુ શું તમને ખબર છે કે તમારી આ આદત જ તમારા સ્વાસ્થ્ય પર ખરાબ અસર કર કરી શકે છે? જી હા, આ હકીકત છે અને આજે આપણે અહીં એના વિશે જ વાત કરવાના છીએ.
સવારે ખાલી પેટે દૂધ અને સાકરવાળી ચા કે કોફી પીને ભલે તમને થોડા સમય માટે તાજગીનો અહેસાસ કરાવે છે, પણ લાંબે ગાળે તમારી આદત તમારા માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. આવી સ્થિતિમાં તમારે ચા કે કોફીને બદલે હુંફાળું ગરમ પાણી પીને વિવિધ બીમારીથી બચી શકો છો. જેના વિશે જણાવીએ છીએ.
આ પણ વાંચો: ઉનાળામાં ચા, કોફી, કોલ્ડડ્રિંક્સ અને આલ્કોહોલનું સેવન ટાળજો ! હીટવેવને લઈને સરકારની ગાઈડલાઈન
બ્લડ પ્રેશર
સવારે સવારે ચા કે કોફી પીવાથી શરીરમાં કેફીનની અસર એકદમ ઝડપથી થાય છે, જેને કારણે અચાનક બ્લડ પ્રેશર વધી શકે છે. હાઈ બીપીના દર્દીઓ માટે આવું કરવું જોખમી સાબિત થઈ શકે છે.
કોલેસ્ટ્રોલ
ચા કે કોફીને બદલે સવાર સવારમાં ગરમ પાણી, લીંબુ અને મેથીનું પાણી પીવાથી શરીરમાં રહેલી ગંદકી દૂર થઈ જાય છે. એટલું જ નહીં પણ આ પાણી પીવાથી કોલેસ્ટ્રોલ લેવલ પણ ઘટી જાય છે.
ડાઈજેશન પ્રોબ્લેમ
ખાલી પેટ પર ચા કે કોફી પીવાથી શરીરમાં એસિડનું પ્રમાણ વધે છે, જેને કારણે ગેસ, જલન અને અપચોની સમસ્યા થઈ શકે છે. જો એની જગ્યાએ તમે હૂંફાળું પાણી કે અજમાનું પાણી પી લો છો તો પેટ સાફ રહે છે અને પાચનતંત્ર પણ સુધરે છે.
ડાયબિટીસ કન્ટ્રોલ
ખાંડવાળી ચા-કોફી ખાલી પેટ પીવાથી ડાયબિટીસ થવાનું જોખમ વધી જાય છે. ચા કોફીથી બ્લડ શુગર વધે જાય છે.
દિવસમાં આ સમયે પીવો ચા
આઈ નો આઈ નો હવે તમને થશે કે જો સવારના સમયે ચા ના પીવી જોઈએ તો આખરે ચા ક્યારે પીવું જોઈએ. સવારના સમયે ખાંડવાળી ચા અને કોફી પીવા કરતાં તમે પહેલાં હળવો નાસ્તો કરીને બાદમાં ચા પીવી જોઈએ, જેથી તેની સાઈડ ઈફેક્ટથી બચી શકાય.