શરીરને સ્વસ્થ રાખવા માટે મેગ્નેશિયમ અને ઝિંક કેમ જરૂરી છે? | મુંબઈ સમાચાર
હેલ્થ

શરીરને સ્વસ્થ રાખવા માટે મેગ્નેશિયમ અને ઝિંક કેમ જરૂરી છે?

શરીરને ભગવાનના કુદરતી મશીન જેવું છે, જેમાં મેગ્નેશિયમ અને ઝિંક જેવા ખનીજ તત્વો મહત્વની ભૂમિકા ભજવે છે. પણ જો આ તત્વોની શરીરમાં ઉણપ થાય તો મશીનો ધીમા પડી જાય છે તેમ નાની મોટી બીમારીના પણ શિકાર બની શકો છો. મીડિયાના અહેવાલો પ્રમાણે અમેરિકામાં 2.5થી 15 ટકા લોકો હાઈપોમેગ્નેશિયમિયાથી પીડાય છે.

નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર મેગ્નેશિયમની ઉણપ મુખ્યત્વે ડાયબિટીશ, લાંબા દિવસો સુધી ચાલતા ડાયરિયા અને સીલિયાક રોગથી પીડાતા લોકોમાં જોવા મળે છે. આલ્કોહોલ પીવાની આદતવાળા વ્યક્તિઓમાં પણ આ જોખમ વધી જાય છે. આ તત્વોની ઉણપનું નિદાન મુશ્કેલ હોય છે કારણ કે તેના લક્ષણો ત્યારે જ દેખાય છે, જ્યારે મેગ્નેશિમનું સ્તર અત્યંત નીચું થઈ જાય છે. ઝિંકની કમી બાળકો અને મહિલાઓમાં વધુ જોવા મળે છે, કારણ કે તેમના આહારમાં આ મેગ્નેશિયમનો અભાવ હોય છે, જે મગજના કોષોને નિષ્ક્રિય બનાવી શકે છે.

આ પણ વાંચો:પાળેલા શ્વાન અને બિલાડી બન્યા પતિ-પત્નીના ડિવોર્સનું કારણ, જાણી લો આખી ઈનસાઈડ સ્ટોરી…

મેગ્નેશિયમની કમીથી માસપેશીઓમાં મરોડ, ધ્રુજારી આવવા જેવી સમસ્યાઓ થાય છે, આ બીમારી ઘણી વખત ખેંચ આવવાનું કારણ બની શકે છે. અનિયમિત હૃદયના ધબકાર પણ આ બીમારનું પરિણામ હોઈ શકે છે. આ બીમારીની માનસિક સ્વાસ્થ્ય પર ગંભીર અસર થઈ શકે છે, જેમ કે ઉદાસી અને ભાવનાત્મક અસંવેદનશીલતા. ઝિંકની કમીથી મગજમાં સેરોટોનિન અને ડોપામાઇન જેવા ખુશીના હોર્મોન્સ ઘટે છે, જેનાથી વિના કારણે ઉદાસી, થાક અને ડિપ્રેશન જેવી સમસ્યાઓ વધે છે. અનેક સંશોધનોમાં જાણવા મળ્યું છે કે ડિપ્રેશન અને ચિંતાથી પીડાતા લોકોમાં ઝિંકનું સ્તર ખૂબ ઓછું હોય છે.

મેગ્નેશિયમ વધારવાના કુદરતી માર્ગો
મેગ્નેશિયમ વનસ્પતિ અને પશુ આધારિત બંને પ્રકારના આહારમાં મળે છે. તેના શ્રેષ્ઠ સ્ત્રોતમાં કદદુના બીજ, તલ, સુરજમુખીના બીજ, કાજુ અને બદામ જેવા છે. વધુમાં, આખા અનાજ, બીન્સ, હરીયા પાંદડાવાળી શાકભાજી, કેળા અને ડાલો પણ આ તત્વથી ભરપૂર છે. જો તમને ડાયબિટીશ જેવી કોઈ સમસ્યા હોય, તો આવા આહારને વધુ ખાવો કે સપ્લિમેન્ટ લેવા જરૂરી છે.

આ પણ વાંચો:પબ્લિક ટોઈલેટની બહાર WC કેમ લખવામાં આવે છે? 99 ટકા લોકોને નથી ખબર સાચું કારણ…

ઝિંકથી શરીરને શું લાભ થાય છે
ઝિંક વધારવા માટે ચણા, મસૂર, મગ અને રાજમા, તેમજ મગફળી અને ચણાનું વધુ સેવન કરવું જોઈએ. આખા અનાજ જેવા કે જુવાર, બાજરી, ઘઉં અને ઓટ્સ પણ ઉત્તમ વિકલ્પ છે. દૂધ, દહીં, પનીર, ઈંડા, માછલી અને માંસમાં પણ આ તત્વ પુષ્કળ પ્રમાણમાં મળે છે. નિયમિત આહારથી ઝિંકનું સ્તર વધારીને મૂડ સુધારી શકાય અને ડિપ્રેશન જેવી સમસ્યાઓથી બચી શકાય, જે આજના તણાવભર્યા જીવનમાં વધુ મહત્વનું છે.

સંબંધિત લેખો

Back to top button