સવારે ઉઠતા જ જોવા મળે છે આ 5 લક્ષણો? કિડની ખરાબ થઈ રહી છે, તરત ચેતી જજો…

શરીરમાં લોહીને શુદ્ધ કે ફિલ્ટર કરવાનું કામ કિડની કરે છે અને આ જ કારણ છે શરીરનું સૌથી મહત્ત્વનું અવયવ માનવામાં આવે છે. પરંતુ અવારનવાર ઘણી વખત કિડની ખરાબ થવાના કે ફેઈલ થવાના કિસ્સાઓ સામે આવતા રહે છે. આવું થવાનું કારણ છે ખરાબ લાઈફસ્ટાઈલ અને ખાવા-પીવાની આદતો છે, જેને કારણે કિડની ડેમેજ થાય છે. કિડની ખરાબ થાય ત્યારે બોડીમાં કેટલાક લક્ષણો દેખાય છે અને આજે આપણે અહીં એવા લક્ષણો વિશે જે કિડની ફેલ થવાના સંકેતો આવે છે.
નિષ્ણાતોના જણાવ્યા અનુસાર આપણામાંથી ઘણા લોકો એ લક્ષણો તરફ દુર્લક્ષ કરી બેસીએ છીએ કે જે આપણને કિડનીને નુકસાન થઈ રહ્યા હોવાના સંકેત આપે છે. જો સમય પર જ આ લક્ષણોને ઓળખી લેવામાં આવે તો કિડનીને વધુ નુકસાન થતાં બચાવી શકાય છે. આ લક્ષણો મોટાભાગે સવારના સમયે દેખાય છે. ચાલો જોઈએ કયા છે આ લક્ષણો-
થાક લાગવો, નબળાઈ અનુભવવીઃ
મોર્નિંગ સિકનેસ કિડની ખરાબ થઈ રહી હોવાનું એક લક્ષણ છે. રાતના સાતથી આઠ કલાકની ઊંઘ લીધા બાદ પણ જ્યારે સવારે ઉઠો અને ત્યારે તાજગીને બદલે થાક કે નબળાઈ અનુભવાય તો ત્યારે એલર્ટ થઈ જવાની જરૂર છે. આ વસ્તુને જરાય હળવામાં લેવાની જરૂર નથી.
પગમાં સોજા આવવીઃ
શરીરમાંથી જ્યારે કિડની સોડિયમ અને ફ્લ્યુઈડને બહાર નથી નીકળતું ત્યારે પગમાં સોજા આવે છે. પગમાં અને પીંડીઓમાં સોજા આવે છે ત્યારે આ એક એલર્ટ છે લોકો માટે કે તમારી કિડનીની હેલ્થ ઠીક નથી. એમાં પણ ખાસ કરીને જ્યારે આ સોજા સવારના સમયે દેખાય છે ત્યારે તો ખાસ સાવધાની રાખવાની જરૂરી છે.
માથાનો દુઃખાવો અને એકાગ્રતાની કમીઃ
કિડની ખરાબ થાય છે ત્યારે એનું સૌથી મોટું કારણ છે કે મગજ સુધી લોહીનો પૂરતો પૂરવઠો નથી પહોંચતો. આ કારણે જ જો સવારના સમયે ચિડિયાપણુ હોય કે માથાનો દુઃખાવો થતો હોય તો આ લક્ષણોને બિલકુલ ના અવગણો.
પેશાબમાં ફીણ આવવુંઃ
જો તમે સવારના પહેલી વખત જ્યારે યુરિન કરો છો ત્યારે એમાં ફીણ જોવા મળે છે તો તે પ્રોટિન લીકેજનું સાઈન કરે છે. સતત યુરિનમાં ફેસ દેખાવું એ કિડની માટે જોખમી વાત છે, એટલે આ વાત તરફ બિલકુલ દુર્લક્ષ ના કરવું જોઈએ.
ચહેરા પર સોજાઃ
સવારે ઉઠતાં પગની સાથે સાથે જો તમારા ચહેરા પર પણ સોજા જોવા મળે તો તે કિડની ખરાબ થઈ રહી છે એ વાતનો સંકેત છે. કિડની ખરાબ હોય ત્યારે આંખોની નીચે પણ સોજા જોવા મળે છે. આ સોજા શરીરમાં વધારાનું ફ્લ્યુઈડ જમા થઈ ગઈ હોવાનો સંકેત છે.
આપણ વાંચો: પ્રમોશન ન મળતા નોકરી છોડી, પછી એ જ કંપની ખરીદીને બોસને કાઢી મૂક્યા: જાણો આ મહિલાની પ્રેરક સ્ટોરી…