ઠંડી એટલી પડે છે કે ખાવામાં કન્ટ્રોલ રહેતો નથી, તો પછી વજન વધે તેનું શું ?
કડકડતી ઠંડી પડે અને નજરની સામે ગરમાગરમ સમોસા, વડા કે ભજીયા તળાતા હોય તો કન્ટ્રોલ રહે. એક તો ખાઈ ખાઈને ભૂખ્યા થઈ જવાય અને તેમાં નજર સામે ડિલિશિયસ આઈટમો આવી જાય તો જીભને ચટાકા તો આપવા જ પડે. હવે જો જીભને ખુશ કરીએ તો પેટ થાય નારાજ અને આખું શરીર ચાડી ફૂંકે. માંડ કન્ટ્રોલમાં કરેલું વજન એકાદ મહિનામાં વધી જાય. ઠંડીમાં આ બધાને સતાવતો પ્રસ્ન છે. ઠંડી એક તરફ તબિયત બનાવવાની ઋતુ છે અને બીજી બાજુ વજન વધારવાની પણ.
એક તો ઓછો સૂર્યપ્રકાશ હોવાથી શરીરમાં વિટામિન ડીની કમી સર્જાય છે અને તેના કારણે શરીરના મેટાબોલિઝમ પર પણ અસર થાય છે. પરસેવો પડતો નથી. આથી જો શિયાળામાં પણ તમારે વજન કન્ટ્રોલ કરવાનું હોય તો તમારે આ ઉપાયો પણ કરવા પડશે.
ઘરે બેઠા આ રીતે શરીરને તકલીફ આપો
જો તમે જીન જવા ન માગતા હો અને ઠંડીમાં વૉક લેવા પણ ન જઈ શકતા હો તો ઘરમાં જ કસરત કરો. યોગા કરો. યોગા એ બેસ્ટ એક્સસાઈઝ છે. સૂર્ય નમસ્કાર પણ કરી શકાય છે. સ્કીપીંગ કરવું, સીડી ચડવું, ડાન્સ કરવો વગેરે એક્ટીવિટી કરી શકાય છે
ખાઓ પણ આટલું ધ્યાન રાખો
એ વાત ખરી કે શિયાળામાં ભૂખ્યા રહેવાનું અઘરું હોય છે. તો તમે ભૂખ્યા ન રહો પરંતુ પેટ ભરીને ખાવા કરાત થોડું ઓછું ખાઓ અને કટકે કટકે ખાઓ. સાથે સાથે પ્રવાહી લેાવનું રાખો જેથી પેટ ભરાયેલું રહે. ચટપટી વસ્તુઓ ખાઓ, પરંતુ કન્ટ્રોલમાં.
તરસ ન લાગે તો પણ પાણી પીતા રહો
શિયાળામાં લોકો ઓછું પાણી પીવે છે, પરંતુ આનાથી શરીર પર ખરાબ અસર થાય છે. પાણીની કમી શરીરને ડિહાઇડ્રેટ કરે છે, જે શરીરની પાચનની ક્રિયા સુધારે છે. તમે જો તેલવાળુ, ચરબીવાળું ખાઓ છો અને તે પચશે નહીં તો સ્વાસ્થ્યને પણ સમસ્યા થશે.
આ પણ વાંચો…SpaceXનું રોકેટ તૂટી પડ્યું પણ Elon Muskને મજા પડી! X પર વીડિયો શેર કરી આપ્યું આવું રીએક્શન
શિયાળામાં તમે નવશેકા
પાણીનું સેવન કરી શકો છો. નવસેકું પાણી પીવાના અનેક ફાયદા છે. તે શરીરમાં ચરબી ઘટાડે છે અને રક્ત પરિભ્રમણને સારું રાખે છે. ચરબી ઘટાડવા માટે, લીંબુનો રસ અને મધ સાથે નવશેકું પાણી પીવું જોઈએ. આ ઉપરાંત તેની સાથે ચિયા સીડ્સ, તખમરીયા પણ પી શકો છો જે પેટની ચરબી ઘટાડવામાં ખૂબ જ મદદરૂપ છે.