હલકા-ફુલકા મસાલા પાપડથી ડાયાબિટિસ થાય? જાણો આ નવા સંશોધન વિશે | મુંબઈ સમાચાર
હેલ્થ

હલકા-ફુલકા મસાલા પાપડથી ડાયાબિટિસ થાય? જાણો આ નવા સંશોધન વિશે

ભૂખ લાગી ન હોય, પણ કંઈક ચટપટુ ખાવું હોય તો મસાલા પાપાડ સોમાંથી 80 લોકોની ચોઈસ હોય છે. રેસ્ટોરામાં મેઈનકોર્સ સર્વ થાય તે પહેલા મિત્રો કે પરિવાર સાથે બેસી મસાલા પાપડની મજા લેવાનું મોટાભાગના લોકોને ગમે છે. આ સાથે પાપડ એક હલકી ફુલકી વસ્તુ છે અને તેમાં કેલરી નથી હોતી તેથી આપણે મન પડે ત્યારે ખાઈ લઈએ છીએ. તો ઘરમાં પણ તેના પર ટમેટા-કાંદા નાખી બાળકોથી માંડી મોટા લોકો ખાતા હોય છે. પણ એક નવા સંશોધને આપણા બધાની ઊંઘ ઊડી જાય તેવા તારણો આપ્યા છે. ચાલો જાણીએ શું કહે છે નવું સંશોધન

મસાલા પાપડ અને બ્લડ સુગરને શું છે સંબંધ

પાપડ રિફાઇન્ડ લોટ, કઠોળ અથવા સ્ટાર્ચમાંથી બનાવવામાં આવે છે, જેનો ગ્લાયકેમિક ઇન્ડેક્સ વધારે હોય છે. મસાલા પાપડ ખાવાથી બ્લડ સુગર લેવલમાં અચાનક વધારો થાય છે. પાપડ સાથે વપરાતા મસાલા અને શાકભાજી પણ બ્લડ સુગર લેવલને અસર કરે છે. આથી પાપડને હેલ્ધી ફૂડ માની રોજ કે વારંવાર ખાતા પહેલા વિચાર કરવા જેવો છે.

પાપડ તળેલો અથવા શેકીને આપણે ખાઈએ છીએ. તેમાં રહેલું સ્ટાર્ચ ઝડપથી પચી જાય છે અને બ્લડ શૂગર વધારે છે. વધુમાં, કાંદા, ટામેટાં અને મસાલાની પણ તાત્કાલિક અસર પડે છે. એટલા મસાલા પાપડ ખાવાથી બ્લડ સુગરનું સંતુલન બગડી શકે છે અને શરીરમાં શૂગર વધે છે.

આ પણ વાંચો: બાળકો પર લટકે છે ડાયાબિટિસની તલવારઃ ગુજરાત સરકારે શુગર બૉર્ડ બનાવવાનો આપ્યો આદેશ

મસાલા પાપડ કે એકલા પાપડ રોજબરોજના ફૂડ કલ્ચરમાં છે. એકદમ છોડી દેવા શક્ય નથી. આથી સૌથી પહેલા તો ધીમે ધીમે છોડવાના રાખો. અઠવાડિયામાં એકાદવાર ખાઓ તો વાંધો નહીં. શેકેલો પાપડ પણ એક અથવા અડધો જ ખાઓ. તળેલા પાપડ એવોઈડ કરો.

વિશેષ નોંધઃ મુંબઈ સમાચાર ઉપરોક્ત માહિતીની પુષ્ટિ કરતું નથી. તમારા તબીબી નિષ્ણાતની સલાહ અનુસાર કરજો.

Pooja Shah

જેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય અને વહીવટી તંત્ર સહિત ઘણા વિષયોનું રિપોર્ટિંગ કર્યું છે, ફિલ્મજગત, સાહિત્યજગત અને રાજકારણીઓના ઈન્ટરવ્યુ કર્યા છે. વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. એક દાયકા કરતા વધારે સમયનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button