હેલ્થ

ડાયાબિટિસના દરદી માટે આ વસ્તુ છે રામબાણ ઈલાજ જેવીઃ દિવસમાં એક ખાશો તો પણ થશે ફાયદો

Health Tips: ગુજરાતમાં દર 2 વ્યક્તિએ એક વ્યક્તિ ડાયાબિટીસના રોગથી પીડાય છે. ડાયાબિટીસ એક એવો જીવનશૈલીનો રોગ છે જેના દર્દીઓ મોટાભાગના ઘરોમાં જોવા મળે છે. ડાયાબિટીસમાં બ્લડ સુગરનું સ્તર નિયંત્રણ બહાર થઈ જાય છે. દવાઓ અને કેટલીક બાબતોનું ધ્યાન રાખવાથી નિયંત્રિત કરી શકાય છે, પરંતુ કેટલાક કુદરતી ઉપાયો પણ મદદરૂપ સાબિત થઈ શકે છે. આમાંથી એક ડુંગળી છે, જે ફક્ત સ્વાદ જ નહીં, પણ ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ફાયદાકારક સાબિત થઈ શકે છે.

આ પણ વાંચો: સવાર સવારમાં આ પાંચ લક્ષણ દેખાઈ તો સમજી લો ડાયાબિટિસ છે અને…

શું તમને ખબર છે ડુંગળી ખાવાથી કેટલો ફાયદો થાય છે?

આપણે મોટા ભાગે જમાવા સાથે ડુંગળી તો ખાતા જ હોઈએ છીએ. પરંતુ તમને કદાચ ખ્યાલ નહીં હોય કે ડુંગળી અનેક રીતે ફાયદાકારક છે. ડાયાબિટીસથી ઘણીવાર શરીરમાં સોજા આવી જતા હોય છે, જે સ્થિતિને જટિલ બનાવી શકે છે. ડુંગળીમાં રહેલા સલ્ફર સંયોજનો અને બળતરા વિરોધી ગુણધર્મો સોજાને ઓછો કરવામાં મદદ કરે છે. આ સાથે ડુંગળી હૃદયના સ્વાસ્થ્ય માટે પણ સારી છે, જે ડાયાબિટીસના દર્દીઓ માટે એક મોટી ચિંતાનો વિષય હોય છે.

ડુંગળી બ્લડ સુગરને પણ નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે

ડુંગળી ખાવાથી કોલેસ્ટ્રોલ અને વજનને નિયંત્રણમાં લાવી શકા છ. આ સાથે ડુંગળી બ્લડ સુગરને પણ નિયંત્રણમાં રાખવા માટે ખૂબ જ મદદરૂપ થાય છે. ઓછો ગ્લાયકેમિક ઇન્ડેક્સ ડાયાબિટીસના દર્દીઓ માટે ઉપયોગી છે. ડુંગળીમાં ગ્લાયકેમિક ઇન્ડેક્સ (GI) ખૂબ જ ઓછો હોય છે, જેનો અર્થ એ થાય કે તે લોહીમાં સુગરના સ્તરમાં ઝડપથી વધારો કરતું નથી. જેથી ડુંગળી ખાવાથી દર્દીઓ તેમના સુગરના સ્તરને સ્થિર રાખી શકે છે. ખાસ કરીને કાચી ડુંગળીને સલાડના રૂપમાં ખાવાથી ફાયદો થાય છે. જો તમારા ઘરમાં કોઈને ડાયાબિટીસ હોય તો તેમને જમવાની સાથે ડુંગળી આપવી જોઈએ.

ડુંગળી કોલેસ્ટ્રોલને કાબુમાં રાખવાનું કામ કરે છે

ડુંગળીમાં ફાયબર હોય છે જે કોલેસ્ટ્રોલને કાબુમાં રાખવાનું કામ કરે છે અને સાથે સાથે પાચનશક્તિને વધારે પ્રબળ બનાવે છે. ડાયાબિટીસના દર્દીઓ માટે વજન નિયંત્રણ મહત્વપૂર્ણ છે, અને ડુંગળી આમાં મદદરૂપ થાય છે કારણ કે તેમાં ઓછી કેલરી હોય છે. ડુંગળીમાં ક્વેર્સેટિન નામનું એન્ટીઑકિસડન્ટ જોવા મળે છે, જે બ્લડ સુગર લેવલ ઘટાડવામાં મદદરૂપ થાય છે. તે ઇન્સ્યુલિન સંવેદનશીલતામાં સુધારો કરે છે, જેનાથી શરીર ગ્લુકોઝનો વધુ સારી રીતે ઉપયોગ કરી શકે છે. કાચી ડુંગળી ખાવાથી ટાઇપ-2 ડાયાબિટીસના દર્દીઓ માટે વધારે ફાયદાકારક છે.

ડુંગળીને કાચી અથવા બાફીને ખાવી ઘણી ફાયદાકારક

હવે પ્રશ્ન એ થાય કે ડુંગળીને ખાવી કેવી રીતે? મોટે ભાગે આપણે ઘરે જમવા સાથે કાચી ડુંગળી ખાતા હોઈએ છીએ! તે સૌથી સારી રીત છે. જો કે ડુંગળીને બાફીને ખાવાથી પણ ફાયદો થાય છે. સૌથી સરળ રીતે એ જ છે કે, તેને દરરોજ તમારા સલાડમાં કાચી ડુંગળીને પણ ખાવાનું રાખો! પરંતુ જો તમે ડાયાબિટીસ હોય અને દવાઓ લેવાનું ચાલ હોય તો વધારે ડુંગળી ખાતા પહેલા તમારા ડૉક્ટરની સલાહ લેવી જોઈએ. આવી સ્થિતિમાં ડૉક્ટરની સલાહ લીધા વિના કોઈ પણ વસ્તુ ના ખાવી જોઈએ.

વિશેષ નોંધઃ આ માહિતી પ્રાથમિક જાણકારી અનુસાર આપી છે. તમે તમારા તબીબી નિષ્ણાતની સલાહ અનુસાર પ્રયોગ કરજો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button