હેલ્થ

જીબીએસના સિન્ડ્રોમને પાણી સાથે છે કોઈ સંબંધ?, પ્રશાસને શું કહ્યું જાણો

પુણેઃ ગુલિયન બેરે સિન્ડ્રોમ (GBS) ચેપી રોગ નહીં હોવા છતાં મહારાષ્ટ્રના પુણેમાં તેના કેસ ઝડપથી વધી રહ્યા છે. અત્યાર સુધીમાં આ રોગના ૧૧૧ કેસ નોંધાયા છે અને એક વ્યક્તિનું મોત થયું હતું. ૧૭ દર્દીઓ વેન્ટિલેટર પર છે. જોકે, રાહતની વાત એ છે કે સાત દર્દીને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. પરંતુ આ દરમિયાન એક ચોંકાવનારી માહિતી સામે આવી છે. આ રોગને પાણી સાથે પણ સંબંધ છે. આ અગાઉ મહારાષ્ટ્રના આરોગ્ય પ્રધાન પ્રકાશ અબિટકરે ખુલાસો કર્યો હતો કે પુણેમાં રોગથી સંક્રમિત દર્દીઓમાંથી લગભગ ૮૦ ટકા દર્દી સિંહગઢ રોડ પર સ્થિત નાંદેડ ગામના રહેવાસી છે. જ્યાં એક કૂવો આવેલો છે.

મળતી માહિતી મુજબ આ કૂવો આસપાસના ગામો માટે પાણીનો મુખ્ય સ્ત્રોત છે. ઘણા લોકોએ આશંકા વ્યક્ત કરી છે કે પાણીમાં રહેલા બેકેટેરિયાને કારણે આ રોગ ફેલાયો હોઈ શકે છે. સ્વાસ્થ્ય પ્રધાન પરિસ્થિતિનો તાગ મેળવવા પુણે પહોંચ્યા હતા અને તેમણે મહાનગરપાલિકાને આ મામલે તપાસ કરવા જણાવ્યું છે. નાંદેડ ગામમાં પાણીની તપાસ કર્યા પછી તેમણે આ વાતની પુષ્ટિ કરી હતી.

રાજ્યના આરોગ્ય વિભાગ અને પુણે મ્યુનિસિપલ કોર્પોરેશન (PMC) આ સમસ્યાના ઉકેલ માટે જરૂરી પગલાં લઈ રહ્યા છે. સાથે જ આ વિસ્તારના અન્ય પાણીના સ્ત્રોતોની પણ તપાસ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત ઘરે ઘરે તપાસ કરવામાં આવી રહી છે. લોકોના બ્લડ સેમ્પલ લેવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચો : મહારાષ્ટ્રમાં GBS બીમારીનું વધ્યું જોખમ, જાણી લો લક્ષણો અને સારવારની વિગતો?

ગુલિયન બેરે સિન્ડ્રોમ શું છે?
GBS ઓટોઇમ્યુન ન્યુરોલોજિકલ ડિસઓર્ડર છે. આ રોગમાં મનુષ્યની રોગપ્રતિકારકશક્તિ તેના પોતાના જ્ઞાનતંતુઓને નબળા પાડે છે. જેના કારણે ઉઠવા, બેસવામાં અને ચાલવામાં મુશ્કેલી પડે છે. શ્વાસ લેવામાં પણ તકલીફ થાય છે. પેરાલિસિસ પણ આ રોગનું એક લક્ષણ છે.

GBSના પ્રારંભિક લક્ષણો

  • હાથ, પગમાં કળતર
  • પગમાં નબળાઈ
  • ચાલવામાં મુશ્કેલી, સીડી ચડવામાં મુશ્કેલી
  • બોલવામાં, ખોરાક ચાવવામાં મુશ્કેલી
  • આંખોમાં તકલીફ
  • સ્નાયુઓમાં તીવ્ર દુખાવો
  • પેશાબ અને શૌચમાં સમસ્યા
  • શ્વાસ લેવામાં તકલીફ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button